Posted by: vmbhonde | मार्च 29, 2010

નવી ભોજન પ્રથા

નવી ભોજન પ્રથા

યુગોથી  આપણે જમવાનું લઇએ છિએ. બધી વસ્તુઓના ગુણધર્મ જાણીને આહાર નક્કી કરીએ છિએ. તેમ છતાં ધીરે ધીરે સમાજમાં રોગ અને રોગીઓનું પ્રમાણ વધી રહ્યું છે. દવા એજ આહાર ખોરાક થઇ ગયો છે. પૈસો ખર્ચ થાય છે . શારીરિક તકલીફોથી પીડાવાનું વધે છે. આનો કોઇ ઉકેલ છે ? ક્યાંક, કઇક ખોટું થઇ રહ્યું છે, પણ એ શું છે ?

શ્રી બી.વી.ચૌહાણ જેઓ જી.ઇ.બી.માંથી સુપરીન્ટેન્ડંટ ઇંજીનિયર તરીકે રિટાયર્ડ થયા છે. એમણે ખૂબ વિચાર્યુ. પોતાને જાત-જાતના રોગ હતા. ઘણી કસરતો કરી. રેકી, યોગ, પ્રાણાયામ, આયુર્વેદ, હોમિયોપથી, પાણી પ્રયોગ, શિવાંબુ પ્રયોગ– બધુ કર્યું. ટુંકાગાળા માટે રાહત રહે, પણ રોગ નિર્મૂળ ન થાય. એટલામાં “રસાહાર” ઉપર એક પુસ્તક હાથમાં આવ્યું અને પછી રામચરીત માનસ આધારિત ભોજન પ્રથાની વાત સમજમાં આવી. ભગવાન ગીતામાં પણ પોતાને માટે  ” પત્રં, પુષ્પં, ફુલં, તોયં ” આટલુંજ માગે છે. જુના જમાનાના ૠષિ મુનિઓ કાચો આહારજ લેતા હતાં અને હજારો વર્ષ નિરોગી થઇ જીવતા હતાં. આધુનિક વિચારધારા – વૈજ્ઞાનિક દ્રુષ્ટીકોણના લીધે વાત સમજમાં નહોતી આવતી. પછી ૯-૯ વરસ પોતાના ઉપર પ્રયોગો કરી જોયા. અકલ્પનીય લાભ થયો. રોગોનું નામોનિશાન ના રહ્યું. પછી પોતાના કુટુંબીજનો, ઓળખિતાઓને કહ્યું. બધાના પ્રયોગોમાંથી સારુ ભાથૂ મેળવ્યું અને પછી જાહેરમાં નવી ભોજન પ્રથાની વાત મુકી. તેઓ બહુજ સરળ રીતે બધાને સમજાવે છે. કોઇ જબરદસ્તી નહી. વાત સાંભળો, સમજો, પ્રયોગ કરી જુઓ. ફાયદો થાય તો ચાલું રાખો, નહી તો ૩-૪ મહીના પછી છોડી દો. તેઓ કોઇપણ જાતની જાહેરાતોમાં માનતા નથી. સેવાભાવથીજ આ કાર્ય કરે છે. કોઇ પણ રીતે પૈસા લેતા નથી.

એમની પ્રથામાં કાચા શાકભાજી અને ફળો ખાવા ઉપર ભાર અપવામાં આવે છે. ભગવાને બધાને કાચુ ખાવાનૂ આપ્યુ છે. ફક્ત માણસજ રાંધે છે. રાંધવાથી ખોરાકમાંના બધા જીવનસત્વો નષ્ટ થાય છે. એક પ્રયોગ આના માટે કરી શકાય. અનાજના દાણા લઇ , કેટલાકને સેકવાના, કેટલાકને બાફવાના, કેટલાક રાંધવાના- તળવાના અને કેટલાક કાચા રાખવાના. જમીનમાં આ બધા રોપ્યા પછી  ફક્ત કાચા દાણામાથી જ અંકુર ફુટશે, કારણ એમાંજ જીવન છે. બાકી તો બધો મૃત આહાર છે. આપણે બધા જાણીએ છિએ કે કાચા શાકભાજી અને ફળોમાં ખૂબ ફાયબર હોય છે. જે પચવામાં બહુજ હલકુ અને બીજા આહાર માટે પાચક હોય છે. આ આહાર લેવાથી પેટ સાફ આવે છે, જેથી બીજા રોગો થવાનું પ્રમાણ ઘટે છે. ઉચ્ચ સમાજમાં અત્યારે કાચુ ખાવાની, ડાયટ ઉપર રહેવાની ફૅશન થઇ છે. ખાંડ અને મીઠુ પણ ન ખાવુ જોઇએ. ઍલોપથીમાં પણ આ વસ્તુ કહેવામાં આવે છે. શ્રી ચૌહાણ સાહેબના પ્રયોગો મુજબ દુધ પણ ન પીવું જોઇએ. જ્યારે શિશુને દુધની જરુર હોય છે ત્યારે ભગવાન માતાને દુધ આપેજ છે. ભગવાન આપણી બધીજ ચિંતા કરતો હોય છે. આપણેજ જાત જાતના આહાર પદાર્થો પેટમાં ઠાસીઠાસીને  ભરીએ છીએ અને રોગને આમંત્રિત કરીએ છિએ. જ્યારે આપણાને જરુર હોય ત્યારે તરસ લાગે, ભૂખ લાગે. ભગવાને બધી  વ્યવસ્થા સારી રીતે કરી રાખેલ છે, જેમાં આપણે ખલેલ પોહોચાડીએ છિએ.

માટે નવી ભોજન પ્રથા મુજબ સવારે ૧૨ વાગે કાચો આહાર લેવો, જેમાં બધાજ પ્રકારના શાકભાજી અને ફળો આવે. અનાજ ન લેવું. રાંધેલ ખોરાક પણ ન લેવો. સવારે ઉઠીને ૧૨ વાગ્યા સુધી પેટને આરામ આપવો. અપવાસ એ રોગ ને હણનાર શસ્ત્ર છે. અડધા દિવસનો અપવાસ પણ ચાલે. રાત્રે  આપણો નિયમિત ખોરાક લેવાય. એમાં પણ રાંધેલ ખોરાક ઓછો અને શાક વધારે. સારા અને જલ્દી પરિણામ માટે સવાર- સાંજ કાચો ખોરાકજ લેવો. ૯-૧૦ દિવસમાં એક વાર અપવાસ કરવો. શક્ય હોય તો શરુવાત માં ૧-૨ મહીના રોજે એનિમા લેવો જેથી પેટ સાફ થઇ જાય, જુનો મળ નિકળી જાય.

કાચું ખાવામાં બધાજ પ્રકારની શાકભાજી/ કંદમૂળ જેમ કે બટાકા, ડુંગળી, કોથમિર, ફુદીનો, મરચા, આદુ, લસણ, શક્કરીયા, કોહળુ, ગિલોડા, દુધી, કાકડી, તુરીયા, કારેલા, કંટોલા, પરવર, ભીંડા, ચોળી, પાલક, પાન, તાંદળજો, મેથી, કોબી, ફુલેવાર, મીઠો લીમડો, તુલસી, મુળો, બીલી પત્ર, ગાજર, બીટ, આમળા, સરગવો, ટામેટા, રીંગણ– ગમે તે. ફળોમાં જે તે ૠતુમાં સહેલાઇથી મળે, સસ્તુ મળે એ લઇ શકાય. દા.ત. કેળા, પપૈયા, ચિકુ, સફરજન, ટરબુજ, નાસપતી, શક્કરટેટી, મોસંબી, સંત્રા, દાડમ વિગેરે. સવારના અપવાસની ટેવ ધીરે ધીરે પાડી શકાય. ૧-૧ કલાક ચા- નાશ્તાનો સમય મોડો કરતા જવાય, જેથી ૧૨ વાગ્યા પહેલા પેટમાં કાંઇજ જાય નહી, પાણી પણ નહી.  તેવીજ રીતે કાચુ ખવાય માટે એના ઉપર સ્વાદીષ્ટ ચટણી બનાવી નાખી શકાય- સંચળ, સૈંધવ મીઠુ, લીંબુ, હિંગ, જીરુ, અજમો, મરી, તજ, લવિંગ વિગેરે લઇ શકાય. કાયમ માટે લીંબુ, મધ, આદુ, વરિયાળી વિગેરે પાણી સાથે લેવાય. બધી જાતના રસાહાર કરી શકાય. 

જેમણે જેમણે આ પ્રયોગ કર્યો છે, આશ્ચર્યકારક પરિણામો મેળવ્યા છે. ઘણા બધા રોગો જેવા કે બી.પી., કોલેસ્ટ્રોલ, ડાયબીટીસ,એસિડીટી, ઓછુ/વધુ વજન, કબજીયાત, વા નો દુખાવો, માથાનો દુખાવો, કમર-સાંધાનો દુખાવો, સરદી-ખાંસી, અસ્થમા, એલર્જી, ચામડીના બધા રોગો, આંખના રોગો, થાયરૉઇડ, ટી.બી., હૃદયરોગ અને કૅન્સર સુધીના દર્દીઓને રાહત મળેલ છે અને એ પણ ગણત્રીના દિવસોમાં- મહીનાઓમાંજ. મારી વરસોની એસિડીટીમાં રાહત મળેલ છે. શરુવાતમાં કદાચ થોડી તકલીફ થાય, જેમ કે ઝાડા, ઉલટી, શર્દી, માથાનો દુખાવો, ચામડીમાં ચળ, તાવ વિગેરે. પણ આ તો પહેલાનો બધો મળ નિકળી જાય છે , માટે ઘબરાવવું નહી.

એટલે મારી વાંચકોને નમ્ર વિનંતિ છે કે એક વાર આ પ્રયોગ કરી જોવો. કાંઇ પણ પુછવું હોય  તો શ્રી બી.વી. ચૌહાણ સાહેબનો અમરેલી સંપર્ક સાધવો. તેઓશ્રી હંમેશમાટે સેવા તત્પર હોય છે. એમના ફોન નં. ૦૨૭૯૨-૨૨૬૮૬૯, મો.નં. ૯૨૨૮૪૩૩૮૯૯, ૯૩૨૮૦૭૦૨૮૯, ૯૪૨૬૧૨૭૨૫૫.

એમના કેટલાક સૂત્રો—

ઉપવાસ ઉત્તમ છે, ખાવું ખરાબ છે.               કાચું તે સાચું, રંધાયું તે ગંધાયું

શ્રમ પછી ભોજન, ભોજન પછી આરામ.          રસ ત્યાં કસ, દળ ત્યાં મળ.

નમક, ખાંડ , સોડા તથા દૂધ [પારકી માં નુ] સફેદ ઝેર છે

રાંધેલ ખોરાક મૄત છે, કાચો અમૃત છે.           દવામાં સ્વાસ્થ્ય નથી, રાહત છે.

सर्वेपि सुखिनः संतु, सर्वे संतु निरामयः !!

વિલાસ ભોંડે

૭-૧૧-૨૦૦૯


प्रतिसाद

  1. […] https://vmbhonde.wordpress.com/2010/03/29/%e0%aa%a8%e0%aa%b5%e0%ab%80-%e0%aa%ad%e0%ab%8b%e0%aa%9c%e0%… […]

    • i can not read your comment

  2. superb article really good i like it thank u so mauch

  3. Very useful articles who has got faith in ancient practice and wants to recover from the modern diseases.

  4. બહુ સરસ

  5. khub j saras. thank you


यावर आपले मत नोंदवा

प्रवर्ग