Posted by: vmbhonde | ऑगस्ट 20, 2009

વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

 દર વરસે આવો પ્રસંગ પ્રત્યેક શાળામાં આવે છે. વિદ્યાર્થીઓની એક બેચ દર વરસે શાળા છોડે છે. નવી જગ્યા, નવુ કોલેજ, નવું ગામ કેવી રીતે એમાં આપણે એડજસ્ટ થઈશું આવો ભય મિશ્રીત સવાલ વિદ્યાર્થીઓને સતાવે છે જેના માટે મે લાગે છે ઘેરે વાલીઓએ અને સ્કૂલમાં શિક્ષકોએ પહેલેથી પુરતી માનસીક તયારી કરાવવી પડે.
 અંગ્રેજીમાં સરસ રીતે કહ્યુ છે, જે વખતે જે કામ કરો,  પુરી લગનથી કરો અને જયારે જેની જરુર છે ત્યારે તેજ કામ કરો. જીવનમાં પહેલાથી આપણી  પ્રાથમિકતાઓ નકકી કરવી. માનો કોઈ ગરીબ વિદ્યાર્થી છે જેના ઉપર ઘરની પૂરી જવાબદારી છે તેણે વહેલી તકે ભણીને કમાવવું જરુરી છે. જેમણે ભણવામાટે સમય છે, સંધી છે, સગવડ છે તેમણે વિચારવુ જોઈએ કે શું ભણવું.
 પ્રત્યેક વિદ્યાર્થીની પોતાની ખાસીયત હોય, એનો સ્વભાવ હોય છે. કોઈ વિષય વધારે ગમતો હોય તો કોઈ દિઠોય ગમતો નથી ત્યારે વધા કરે માટે મારે એજ વિષયમાં  આગળ ભણતર કરવું એવું ના હોવું જોઈએ.  કોઈને સંસ્કૃત ગમે તો કોઈને અંગ્રેજી. કોઈને ગણિતમાં ગતી હોય તો કોઇને નામામાં. વિજ્ઞાનમાં પણ  જીવ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર  એવા ઘણા પ્રકારના ગમતા-અણગમતા વિષયો હોઈ શકે. મને શામાં રસ  છે, મને શું ગમે છે એ મારે વિચારવું જોઈએ. અત્યારે બધાજ કોમ્પ્યુટર અને આઈટીમાં જાય છે એનો પણ એક દસકો હોય છે. શરુવાતમાં ઈન્જીનીયરીંગમા બધાજ સિવીલ માં જતાં કારણ ત્યારે બાંધકામનો વ્યવસાય પૂર જોશમાં હતો પછી કેમિકલનો વારો આવ્યો. આજે આઇટી નો છે.  કેટલાકને ડોકટરના વ્યવસાયમાં ખૂબ પૈસો દેખાય છે. ટીવ્હીનું નવું ક્ષેત્ર પણ આકર્ષક છે.
 પણ આની સાથે એક પ્રશ્ન એ પણ વિચારી શકાય કે ફકત પૈસા કમાવવાં એજ જીવનનું લક્ષ છે? કેટલા પૈસા હોય તો જીવવામાટે પુરતા થાય? મને લાગે છે કે આનો જવાબ મુકેશ કે અનિલ અંબાણી પાસે પણ નહી હોય. માટે નકકી છે જીવનમાં ફકત પૈસાજ બધુ નથી. કેટલાક સુવાકયો છેને  કે પૈસાથી પુસ્તકો ખરીદી શકાય પણ જ્ઞાન નહી,  દવા ખરીદી શકાય પણ આરોગ્ય નહી-એ સાચુજ છે. જીવનમાં પૈસાથી બધુજ ખરીદી શકાતું નથી. જીવન જીવવા પૈસા જરુરી છે પણ એમાં સંયમ આવશ્યક છે.
 સારી રીતે જીવન જીવવામાટે ઘણીબધી વસ્તુઓનું એક સાથે હોવું જરુરી છે. જીવન માણવું એક અલગ વસ્તુ છે. બધા એવુ નથી કરી શકતા. જીવનમાં મનોરંજનું પણ એક વિશેષ સ્થાન છે. આપણે એ નકકી કરવું છે કે મારે શું કરવુ? પડકારો તો આવશે પણ ભાગવું નહી. એમનો સામનો કરો એને જીતો. હંમેશા નહી પણ કયારેક તો જીવન જીવવા માટે ગંભીર બનવું પડે, થોડુક આયોજન કરવુ પડે. કાયમ માટે ” પડશે એવા દેવાશે” આવી વૃત્તિ કામ ન લાગે.
 સૌથી પહેલા તો તમને આ ૧૦-૧૨ ની પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે કમર કસવી પડશે.પછી કઈ લાઈન લેવી તેનો વિચાર  એમાં પણ આપણો સ્વભાવ, આપણી આર્થિક સ્થીતી, બજારમાં એ શિક્ષણની કિંમત, આપણને મળી રહેનાર મદત વિગેરે વિષે વિચાવું જોઈએ. ગમે તે અભ્યાસક્રમ લો પણ એમાં સૌથી ઉપર રહીએ એ મહત્વનું છે. બીજી પણ એક  વસ્તુ  સાચી કે આપણી સ્થિતી “ભણ્યા પણ ગણ્યા નહી” એવી ન થવી જોઈએ. નોકરી માટેના ઈન્ટરવ્યું માં છોકરાઓ જે રીતે જવાબો આપે છે તે જોઇ ભવિષ્યની  ચિંતા થાય છે. વિદ્યાર્થીઓ ફકત વાંચીને પરીક્ષામાં પાસ થવા માટે જ પ્રયત્નો કરે છે. પાઠ વાંચી એના ઉપર વિચાર  ચિંતન-મનન કરવું નહી, ગાઈડો વાંચી લેવા- આનાથી જીવન નહી જીવાય. જીવન જીવવા માટે પોતાનું ઘડતર કરવું પડશે. આપણું ધ્યેય નકકી કરો તે પછી સાધન આવે. લક્ષ પ્રાપ્ત કરવા માટે મરણીયા થઈ પ્રયાસો કરવા પડે.
 આ માટે નજર સમક્ષ સારા આદર્શો રખવા જોઇએ. શાહરુખ ખાન, અક્ષય કુમાર, પ્રિયંકા, કરીના આ બધા નટ છે. એ નાટક કરે છે એ આપણો આદર્શ ન થઇ શકે. હેરી પોટર તો એક કાલ્પનિક પાત્ર છે. આદર્શો તો રાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહ, છત્રપતિ શિવાજી, ઝાસીની રાણી, સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ, મ.ગાંધી આવા હોવા જોઇએ. જેમના જીવનમાથી આપણે પ્રેરણા લઈ શકીએ. ટીવ્હી જોવાનું આકર્ષણ પણ આગળ જતા વિનાશ તરફ જ લઈ જશે. બીજી બધી કુટેવોથી પણ બચવું જરુરી છે નહી તો એ બરબાદી નોતરે છે- શારીરિક અને આર્થિક પણ. આપણા માં બાપની કેટલી આશાઓ આપણા ઉપર કેન્દ્રીત થયેલ છે. એમણે કેટલી તકલીફો વેઠી આપણને ઉછેર્યા છે એ યાદ રાખીએ. એમની અપેક્ષાઓને સાકાર કરવું એ આપણો પુત્ર ધર્મ છે ને! સમય કદી પાછો આવતો નથી એ યાદ રાખી સમયનો શ્રેષ્ઠરીતે ઉપયોગ કરી શ્રવણબાળ બનીએ.પ્રલ્હાદ-ધુ્રવ એજ આપણા આદર્શો છે. આ ભારત માતાના તમે પનોતા પુત્ર છો. ભવિષ્યના નાગરીક છો. માટે વિવેકાનંદજીના શબ્દો યાદ કરીએ “ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી થોભો નહિ”.

 વિલાસભાઇ  ભોંડે
જબુગામ.
૨૬.૦૨.૨૦૦૯


Responses

  1. ખુબ સરસ અને સાચું લ્ખ્યું છે.

  2. khub saras lkhyu chhe. ajna samayma drek vidyarthi vichar karto mudo chhe. THANK YOU VERY MUCH.


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google photo

You are commenting using your Google account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: