Posted by: vmbhonde | मार्च 27, 2013

Jokes Junction in Gujarati.

છગનબાપુને મગને પૂછ્યું: 
‘બાપુ, તમે પરણ્યા તો ખરા. પણ ઘરવાળાનું નામ તો કહો.’
છગનબાપુ: ‘ગૂગલબા.’
મગન: ‘બાપુ, આવું નામ કાં?’
છગનબાપુ: ‘તમે એક સવાલ પૂછો તો દસ જવાબ આપે છે, એટલે…’
 
***************************
 
જેની પાછળ રૂ આવે તે બધી આઇટમ ખતરનાક ગણાય.
જેમ કે દારૂ, કૂતરુ, વાંદરુ, અંધારુ, સાસરુ
અન સૌથી છેલ્લે, સૌથી વધારે ખતરનાક:
બૈરુ!
 
**************************
ભગવાને સ્ત્રીઓને સુંદર બનાવી, સારું મગજ આપ્યું, હરણ જેવી આંખો આપી, ગુલાબ જેવા હોઠ આપ્યા, પ્યારથી ભરેલું દિલ આપ્યું અને પછી … જીભ આપીને બધા પર પાણી ફેરવી દીધું!
****************************
ફાઈનન્શીયલ મેનેજમેન્ટ.
એક ભિખારીને ૧૦૦ રૂપિયાની નોટ મળી. એ ફાઈવ સ્ટાર હોટલમાં ગયો, પેટ ભરીને ખાધું. ૩૦૦૦ રૂપિયાનું બીલ આવ્યું. પૈસા નથી, એમ કહીને હાથ અધ્ધર કરી દીધા. મેનેજરે એને પોલીસમાં સોંપી દીધો. ભિખારીએ પોલીસને ૧૦૦ રૂપિયા આપ્યા અને બિન્ધાસ્ત છૂટી ગયો!
– આને કહેવાય ફાઈનન્શીયલ મેનેજમેન્ટ વિધાઉટ એમબીએ!
 
*************************
 
એક દિવસ એક ભિખારી એક મોટા મંદિર પાસે ભીખ માંગતો હતો કે જ્યાં ખુબ ધનવાન લોકો દર્શન કરવા આવતા હતા.
ભિખારીએ કહયું, ‘હું ભૂખ્યો છુ, મેં બે દિવસથી કાય જ નથી ખાધું, મહેરબાની કરીને મને કાય આપો. પણ કોયે તેની સામે પણ ન જોયું બધા પોત પોતાની મોટી મોટી કારમાં બેસીને જતા રહેતા હતા.
ભિખારી નારાજ થય ગયો ને ચાલવા લાગ્યો. થાકીને એક બિયરબાર પાસે બેસી ગયો; તે કાય જ બોલતો ન હતો, છતાં ત્યાંથી બાર આવતા લોકો કોય ૧૦૦, તો કોય ૨૦૦ કે ૩૦૦ રૂપિયા આપતા જતા હતા, ભિખારીએ તે પૈસા હાથમાં લીધા ને ઉપર ભગવાનની તરફ જોયને બોલ્યો, ”અરે ભગવાન, તું રહેતા હે કહા ઓર address કહાકા દેતા હે!”
**************************
 
એક ભિખારી ભીખ માંગતો હતો. એક ભાઇએ કહ્યું “હટ્ટો કટ્ટો થઇને ભીખ માંગે છે? શરમ નથી આવતી? ચાલ મારી સાથે, કામ અપાવું. રૂપિયા પચાસ આપીશ.’ 
ભિખારીએ કહ્યું, ”તમે મારી સાથે ચલો, હું તમને રૂપિયા સો આપીશ.”
*************************
 
એક ખેડૂતનો બળદ ખરી સિઝનમાં મરી ગયો. એટલે તેણે બીજાનો બળદ ચોરી લીધો. કોર્ટ કેસ થયો. જજે ખેડૂતને કહ્યું, ”તમે બળદ ચોર્યો છે? જો ચોર્યો હોય તો આપી દો.” ખેડૂત માન્યો નહીં એટલે જજે વિચારીને કહ્યું “બળદને ગામ વચ્ચે છૂટો મુકી દો. જેનો હશે તેના ઘરે જતો રહેશે.” 
ખેડૂતે કહ્યું, “જજ સાહેબ, તમારી વાત સાચી છે. પણ આ નિર્ણય તો બળદે લીધો કહેવાય, સરકાર તમને પગાર શેનો આપે છે?”

प्रतिसाद

  1. haaaa….haaa….haa.haa

  2. સરસ! आवडल. 🙂


यावर आपले मत नोंदवा

प्रवर्ग