Posted by: vmbhonde | मार्च 26, 2013

ઇશ્વર પ્રેમ

ફુર્ડેલ નામનો એક લૂંટારો હતો. તેનું જીવન પણ વાલિયા લૂંટારામાંથી ઋષિ વાલ્મીકિમાં થયેલું પરિવર્તન જેવું જ હતું. ફુર્ડેલ પણ પાછળથી વાલ્મીકિની જેમ ધર્મનિષ્ઠ થઈ ગયો. તે ધીમે-ધીમે સૂફીવાદ તરફ ખેંચાયો. તે માનતો થયો કે ઈશ્વર એક જ સત્ય છે અને એના પ્રત્યેનો પ્રેમ એકમાત્ર સાચો પ્રેમ છે.

(લાઇફ કા ફન્ડા – હેતા ભૂષણ)

એક દિવસ ધર્મમય ફુર્ડેલની પણ આંખ ઉઘાડી નાખે એવો અનુભવ તેને થયો. તે તેના નાનકડા પુત્રને ખોળામાં લઈને રમાડતો હતો. પુત્રને ખૂબ વહાલ કરી નચાવતો-કુદાવતો હતો. થોડી વાર પછી તેને પુત્ર પર એવું વહાલ ઊભરાયું કે તેણે પુત્રને બચીઓથી નવડાવી દીધો.

તેના પુત્રે ફુર્ડેલને પૂછ્યું, ‘બાપુ, શું તમે મને પ્રેમ કરો છો?’

ફુર્ડેલે જવાબ આપ્યો, ‘હા બેટા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું.’

પુત્ર બોલ્યો, ‘પણ બાપુ, તમે તો મને ઘણી વાર કહ્યું છે કે તમે ખુદાને ખૂબ પ્રેમ કરો છો.’

ફુર્ડેલ બોલ્યો, ‘હા બેટા, હું ખુદાને પણ અનહદ પ્રેમ કરું છું.’

દીકરાએ નિદોર્ષ ભાવે કહ્યું,

‘પણ બાપુ, તો પછી એક જ હૃદયથી તમે બે જણને પ્રેમ કેવી રીતે કરી શકો?

પુત્રનો સવાલ સાંભળી ફુર્ડેલ બે ઘડી માટે તો અવાચક થઈ ગયો. થોડી વાર બાદ તેને વિચાર-મંથન કરતાં ભાન થયું કે તે જેને પ્રેમ માનતો હતો એ તો લાગણીથી ભરેલો મોહ હતો. સાચે જ ખુદાની નજીક પહોંચવું હોય તો વ્યર્થ મોહ નહીં, પણ ઉચ્ચ કક્ષાનો શુદ્ધ પ્રેમ હોવો જરૂરી છે, બાકી બધા લાગણીના બંધન કાચા તાંતણા જેવા હોય છે.

આ સમજ્યા બાદ ફુર્ડેલે કહ્યું, ‘જેને માનવજાતનો સૌથી ઉમદા ભાવ ગણવામાં આવે છે એ ખરેખર સવોર્ત્તમ પ્રકારના સંબંધ કરતાં નીચું સ્થાન ધરાવે છે. માણસે એનાથી પર થઈ આગળ વધવાનું છે.’

પોતાના બાળક પ્રત્યેનું વાત્સલ્ય, ભાઈ-બહેનનું વહાલ, પતિ-પત્નીનો સ્નેહ, મિત્ર તરફનો ભાવ આ બધી સાચી ભાવનાઓ છે. ઈશ્વરના પ્રતિબિંબરૂપે તેમના પ્રત્યે પ્રેમની લાગણી થાય એટલે સુધી ઠીક છે, પણ એ મોહસ્વરૂપે હોય તો એક બંધન થઈ જાય અને ઈશ્વર પ્રેમમાં બાધારૂપ થાય. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ સાચો અને સૌથી ઊંચો પ્રેમ છે.

 

 

yogesh kumar choudhary <yashshree3@rediffmail.com  24-6-2012


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: