Posted by: vmbhonde | मार्च 26, 2013

રોંગ નંબર – હર્ષદ પંડ્યા

રોંગ નંબર – હર્ષદ પંડ્યા

અમને એ વાત જાણીને આનંદ થયો કે દેશનાં નાણાપ્રધાનની હાલત પણ અમારા જેવી જ છે ! અમારી જેમ એમનેય ગૃહપ્રધાન ને પૂછીપૂછીને બજેટ બનાવવું પડે છે ! પી.ચિદમ્બરમ હોય કે પી.હર્ષદરમ, ઘરમાં તો સૌ સરખા !
વાઇફે મને છાપું પકડાવતાં કહ્યુ, ‘આ વાંચો જરા, દેશના નાણાપ્રધાન પણ એમનાં ઘરવાળાંને પૂછીપૂછીને જ રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એવું નક્કી કરે છે અને એક તમે છો….’
‘કેમ’ અમે હરખાઇને કહ્યું, ‘અમે તને પૂછી પૂછીને શાક નથી સમારતા ? તને પૂછી પૂછીને દાળ-શાકમાં મસાલો નથી કરતા? તને પૂછી પૂછીને કચરા-પોતાં….’
’ધીમે બોલો જરા’, વાઇફે ડ્રોઇંગરૂમનું મુખ્ય બારણું બંધ કરતાં કહ્યું, ‘પડોશીઓ સાંભળશે તો…..તમારી તો હમજ્યા હવે, પણ મારી ઇજ્જતનું શું ?’
‘ભલેને સાંભળે’, મેં જાણી જોઇને સહેજ ઊંચા અવાજે કહ્યું, ‘પડોશીઓને એવું નહીં લાગવું જોઇએ કે આપણે એમને પ્રેરણા આપવામાંથીય ગયા…..પ્રેરણા આપવી એ જ સાચો પડોશીધર્મ, સમજી ?’
પછી મને પટાવતાં (પતિને પટાવવો એ પ્રત્યેક સ્ત્રીનો લગ્નસિદ્ધ અધિકાર છે ! એટલે ) એણે કહ્યું, ‘હું તો એમકહેતી’તી કે પત્નીને પૂછી પૂછીને કામ કરનારા તમે એકલાં નથી કંઇ, નાણાપ્રધાન પણ છે જ !’
‘તો એમકહેને યાર !’ મેં આશ્વાસન લેતાં કહ્યું.
લગ્નશાસ્ત્રમાં લખ્યું છે કે, પુરુષના લગ્ન થઇ જાય એ પછી આશ્વાસનની બાબતમાં એણે સ્વાવલંબી બની જવુ જોઇએ. પત્ની તરફથી પોતાની પ્રશંસા થાય એવો મિથ્યા મોહ પતિએ ન રાખવો. આશ્વાસન માટે પણ એવું કહી શકાય, પણ સલાહ, શિખામણ કે ઠપકા બાબતે એમ જ કહી શકાય, કારણ કે સલાહ આપવી કે ઠપકો આપવો એ તો પત્નીનો મૂળભૂત અધિકાર છે.
બજેટને જયારે આખરી ઓપ આપવાનો હતો ત્યારે પ્રધાનમંડળના કેટલાક બજેટગ્રસ્ત સભ્યોની બંધ બારણે મળેલી બજેટ બેઠકનો અહેવાલ કંઇક આ પ્રમાણે અમને જાણવા મળ્યો છે જેને અમે અમારા વાચકો માટે અત્રે રજૂ કરીએ છીએ.
બજેટની ચર્ચા શરૂ કરતાં એક સિનિયર નેતાએ કહ્યું: ‘જુઓ ભાઇઓ…….’
‘ભાઇઓ જ કેમ?’ અધવચ્ચે જ અણધાર્યો પ્રશ્નબૉંબ ફોડતાં એક મહિલા પ્રધાને સાડીનો છેડો કેડ પર બેલ્ટની જેમ બાંધતા કહ્યું, ‘અમે મહિલાઓ તમને નથી દેખાતી? આમ તો ધારી ધારીને જોતા હો છો…….અમે 33 ટકાના હકદાર છીએ. ખબરદાર, જો અમને સંબોધનમાંથી પણ બાકાત રાખ્યાં છે તો…?’
‘માફ કરજો બહેન’, પેલા સિનિયર નેતાએ કહ્યું, ‘તમે તો મને એવી રીતે ધમકાવો છો, જાણે તમારા પતિને ન ધમકાવતા હોવ ?’
‘પ્રભુનો પા’ડ માનો કે તમે એની જગાએ નથી’ મહિલા પ્રધાને કેડ પર બંને હાથ મૂકી અમિતાભ બચ્ચનની સ્ટાઇલમાં ઊભા રહીને કહ્યું, ‘નહીંતર, ક્યારનાય પતી ગયા હોત.’
‘એ માટે હું ભગવાનનો આભાર માનું છું બહેન’, સિનિયર નેતાએ બીજા સભ્યો સામે જોઇને કહ્યું. ‘તો…હું શું કહેતો’તો ભાઇઓ ?’
‘બહેનો….’ મહિલા પ્રધાને ઊંચા અવાજે કહ્યું.
‘અરે, હા’ , પેલા સિનિયર નેતાએ ભૂલ સુધારતાં કહ્યું, ‘તો… બહેનો, આજે આપણે બધા એક મંચ પર એકઠાં થઇ શક્યા છે જ એ મોટી વાત છે !’
‘તમે આપણા પક્ષની પ્રશંસા કરો છો કે ઠેકડી ઉડાવો છો?’ ખૂણામાંથે કોઇકે પૂછ્યું.
‘તમે યાર….વચ્ચે ન બોલો’ સિનિયર નેતાએ કહ્યું, ‘મને પૂરું બોલવા દેશો કે નહીં ?’
‘સારું, બોલો.’
‘તો સારું જ બોલીએ છીએ ને, તમારી જેમ બાફતા નથી. હું તો એમ કહેતો’તો ભાઇઓ (પછી પેલાં મહિલા પ્રધાન તરફ જોઇને ઉમેર્યું) અને બહેનો, આ બજેટમાં પ્રજાને ધ્યાનમાં લેવામાં આવે તો કેવું ?’
‘હું વચ્ચે બોલવાની રજા લઉં ?’
‘બોલ્યા પછી રજા માંગવાની ? ચાલો, જલદી બોલો.’
‘આદીવાસીઓ, વનવાસીઓ, આશ્રમવાસીઓ વગેરેને માટે જો ઇન્કમટેક્ષમાં રાહત આપવામાં આવે તો કેવું ?’
‘કેમ, તમે એવા મતવિસ્તારમાંથી આવો છો?’
ત્યાં તો વચ્ચેથી કોઇક બોલ્યું, ‘શું, આપણે પછી ભૂખે મરવાનું? માત્ર મંજીરા વગાડવા આપણે ચૂંટાયા છીએ ? આપણું પણ કંઇક વિચારવું જોઇએ ને?’
’હાસ્તો,’ મહિલા પ્રધાને કહ્યું, ‘આજે પ્રધાન છીએ, કાલે કોને ખબર સાવ ધાન વગરનાં થઇ જઇએ. આ ભાઇની વાત તદ્દન સાચી છે. બજેટ એવું બનાવજો કે પ્રજાનું જે થવું હોય તે થશે, આપણી “પરજા” માટે કંઇક કરવું જોઇએ.’
‘હમણાં પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારાનું સૂચન કોણે કરેલું?’
‘અમે, અમે….!’ કેટલાક અસંતુષ્ટો ઊભા થઇ ગયાં.
‘તમને કાંઇ ભાન-બાન છે કે નહીં?’
‘હોત તો… અહીં હોત?’ કોઇકે મમરો મૂક્યો.
‘કેમ?’
‘અરે કેમ શું? આ બજેટમાં એક પણ પૈસાનો ભાવવધારો કરી શકાય એમ નથી. એક વાર ચૂંટણી થઇ જવા દો, પછી વાત.’
‘તમારી વાત સાચી છે.’
‘મને ખબર છે.’
‘મહિલાઓને વિશેષ રાહતો આપવાનું કેમ કોઇને સૂઝ્તું નથી ?’ મહિલા પ્રધાને ઊભા થઇને પૂછ્યું.
‘તમને સૂઝ્યું ને !’
‘મહિલા છીએ, મર્ક્ટ થોડાં છીએ ? સોરી… મરદો થોડા છીએ?’
‘બોલો બહેન, કઇ કઇ રાહતો જોઇએ છે ?’
‘ગયા બજેટમાં જે રાહતો મળી છે એ બમણી કરી આપો.’
‘ઓ.કે. ! હવે તમારે ચૂપ રહેવાનું, એકદમચૂપ.’
‘ભલે’ મહિલા પ્રધાને નીચે બેસતાં કહ્યું, ‘અમે એમ માનીશું કે બેસણામાં બેઠા છીએ.’
‘તો ભાઇઓ અને બહેનો, નવા પગારપંચની જાહેરાત આ બજેટમાં કરી દઇએ તો કેમનું રહેશે?’
‘શું ધૂળ રહેશે પછી આપણાં ખિસ્સામાં ? તમે યાર, કુહાડા પર જઇને પગ મારવાનું કેમ કરો છો ?’
‘કેમ?’
‘અરે શું કેમ? તિજોરી તો તળિયાઝાટક છે.’
‘કોણે કરી?’
‘મેં કરી? મને તું ચોર માને છે?’
‘ના….તેં એકલાએ તો નથી જ કરી !’
‘હમ સબ ચોર હૈ…’ વચ્ચેથી જ કોઇક બોલ્યું.
‘કોણ બોલ્યું ? જનતા આપણને સંભળાવે એવું આપણે જ આપણને સંભળાવવાનું?’
‘સોરી, હું તો એમ કહેતો’તો કે હમ સબ એક હૈ !’
‘ઓ.કે. ! તો બજેટ સૌને મંજૂર છે ને ?’
‘હા, પબ્લિક સિવાય સૌને મંજૂર છે!’
નથી લાગતું કે આપણને બનાવવા માટે જ સરકાર દર વરસે બજેટ બનાવે છે ! જ્યારે જયારે નાણાપ્રધાન બજેટ બનાવતા હશે ત્યારે ત્યારે ખુલ્લી તલવારની જેમ, ખુલ્લી પેન લઇને અને દાંત કચકચાવીને આવું કાઇંક ગાતા હોવાં જોઇએ – ‘માર દિયા જાય….કિ છોડ દિયા જાય ?’
 HARNISH BHATT <hkbhatt123@yahoo.co.in   6-7-2012
Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: