Posted by: vmbhonde | मार्च 26, 2013

પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો ‘બધિર’ અમદાવાદી

પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો ‘બધિર’ અમદાવાદી
1.એ જ્યારે વજન ઘટાડવાની વાત કરે ત્યારે તમારે ઉત્સાહમાં આવીને વજન ઉતારવાના ઉપાયો બતાવવાની જરૂર નથી. બલ્કે એ જ્યારે આવી વાત કરે ત્યારે ‘હજુ કેટલું વજન ઉતારવું છે!’ એવો ઉદગાર કાઢવો!
2.‘ધાર્યું ધણીનું થાય છે’ એ કહેવત લગ્ન જીવનમાં ‘ધાર્યું ધણીયાણીનું જ થાય છે’ બની જાય છે એ યાદ રાખવું.
3.આચરકૂચર ઝાપટવાની ટેવ તમને છે, એને નહીં માટે ખોટા ખર્ચા બંધ કરવાની, કરકસર કરવાની કે વજન ઉતારવાની સલાહ આપવાની મૂર્ખામી કરવી નહીં!
4.બેડરૂમની બારી ખુલ્લી રાખવી કે પંખો ચાલુ રાખવો, એ.સી. ચલાવવું કે ધાબામાં સુવું એ નિર્ણય એને કરવા દેવો. તમારે ડબકા મુકવા નહીં!
5.એ ટુ વ્હીલર પર જતી વખતે મોઢા પર બુકાની બાંધતી હોય તો ‘તારે એની જરૂર નથી’ એવું કહેવાનું દોઢ ડહાપણ કરવું નહીં.
6.એના પાકીટમાં શું શું છે એ જાણવાની જીજ્ઞાસા પર કાબુ મેળવવો.
7.એની પાસે ચાર જોડી ચંપલ હોય ત્યાં પાંચમી જોડી ચંપલ કે દસમું પર્સ લેતી હોય તો લેવા દેવું!
8.એ રામલા સાથે જેટલી નરમાશથી વાત કરતી હોય એટલી નરમાશ તમારી સાથે રાખે એ અપેક્ષા વધુ પડતી છે.
9.એ દૂધવાળા, ધોબી કે છાપાવાળાનો હિસાબ કરતી હોય ત્યારે એની ભૂલ કાઢવી નહીં. નુકશાન થાય એવું હોય તો પેલાને ખાનગીમાં બોલાવીને પૈસા કઢાવી શકાય છે.
10.પસ્તીવાળા અને ભંગારવાળાને શું આપવું એ બાબતે તમારે કોઈ પણ સલાહ-સૂચન આપવાથી દૂર રહેવું. એણે તમારો નિકાલ નથી કર્યો એ માટે પ્રભુ નો પાડ માનવો!.
11.એણે પસ્તી કે ભંગારમાં આપવા માટે કાઢેલા સામાનમાં મોટે ભાગે તમારી અત્યંત પ્રિય એવી ચીજ-વસ્તુઓ જ હશે. પણ એવા સંજોગોમાં તમારે ગુરુ ઉદય શેટ્ટીનું સ્મરણ કરી કાળજું કઠણ રાખવું.
12.પસ્તીમાં કે ભંગારમાં ગયેલી તમારી પ્રિય વસ્તુઓ પત્નીની નજર ચૂકવીને થોડી વાર પછી બાજુની સોસાયટીમાં પહોંચેલા પસ્તી કે ભંગારવાળા પાસેથી પછી મેળવી શકશો. અલબત્ત વજન પર વેચાયેલી વસ્તુઓ એ તમને નંગ પર વેચશે, લેકિન કિન્તુ પરંતુ પ્યાર મેં યે સબ જાયઝ હૈ! ઉદય શેટ્ટી… કંટ્રોલ!
13.પસ્તી કે ભંગારના બદલામાં મળેલા પૈસા માંગવાની ગુસ્તાખી કરવી નહીં કારણ કે ઘરની તમારા સહિતની તમામ નકામી વસ્તુઓ પર ગૃહિણીનો અધિકાર કહેવાય અને એના બદલામાં મળેલા પૈસા એ સ્ત્રી ધન કહેવાય!
14.એ માથામાં હેર કલરને બદલે મહેંદી લગાડતી હોય તો લગાવવા દેવી, પછી ભલે એ સળગતી અગરબત્તી જેવી દેખાતી હોય. તમારે પોતાને ઈશ્વર સમજવાનું ચાલુ કરી દેવું!
15.ત્વચા પર નિખાર લાવવા માટે એ મોઢા પર આદુ, ફુદીનો, કોથમીર કે લીંબુનો રસ લગાવતી હોય તો લગાવવા દેવો. ફક્ત તમે એને ‘બકી’ ભરશો ત્યારે પાણી-પુરીના પાણી જેવો સ્વાદ આવશે એ સિવાય બીજી કોઈ તકલીફ નહીં થાય!
16.એણે ટી.વી. પર જોઈને બનાવેલી ચાઈનીઝ, મેક્સિકન કે ઇટાલીયન ડીશનો સ્વાદ કઈ દેશી વાનગી સાથે મળતો આવે છે એ કહેવાનું મન થતું હોય ત્યારે જાતને ‘કંટ્રોલ યાર!’ કહેવું.
17.કોઈ પણ વાનગીના વખાણ કરતા પહેલા એ પડોશીને ત્યાંથી નથી આવી એની ખાતરી કરી લેવી.
18.તમે ટુર પર નીકળ્યા હોવ અને શોપિંગ વખતે એ દુકાનદાર સાથે હિન્દીમાં ભાવ-તાલ કરવાનું ચાલુ કરે ત્યારે ‘પેમેન્ટ વખતે મિસ-કોલ કરજે’ કહી ને તાત્કાલિક સ્થળ છોડી દેવું!
19.એ ખરીદી કરીને દુકાન છોડે ત્યારે દુકાનવાળો શું બબડે છે એ સાંભળવા ઉભા રહેવું નહિ.
20.હવે સેલની સીઝન આવશે. તમારે ‘હમ જાનતે હૈ સેલ કી હકીકત લેકિન, બીવી કો બહલાને કો યે ખયાલ અચ્છા હૈ’ અનુસાર એ જ્યાં કહે ત્યાં લઇ જવી!
21. ઘરમાં કિટી પાર્ટી હોય ત્યારે તમારી સ્માર્ટનેસનું પ્રદર્શન કરવાનું ટાળવું, શક્ય છે કે એણે એની સહેલીઓને તમારા વિષે કંઈ ભળતું જ કહ્યું હોય!
22.બાળકોને ઇતિહાસ ભણાવતી વખતે એ તમારા ઉદાહરણો આપે ત્યારે જાત પર ખાસ કંટ્રોલ કરવો!
23.એણે બાળકોને હોમવર્કમાં દોરી આપેલો ઘોડો કૂતરા જેવો લાગતો હોય તો પણ એને ઘોડો જ કહેવો.
24.પેરેન્ટ્સ ડેના દિવસે એની હાજરીમાં તમારા ચિન્ટુની ક્લાસ ટીચરને ઈમ્પ્રેસ કરવાની કોશિશ ન કરવી.
25.પતિ પરમેશ્વર છે એ માન્યતા હજુ પણ સમાજમાં પ્રવર્તે છે. ફક્ત પરમેશ્વરની પૂજા કરવાની રીત બદલાઈ છે. તમારી પૂજા થતી હોય ત્યારે બારી-દરવાજા બંધ રાખવા! ઉદય શેટ્ટીએ તો આખું ઘર ‘સાઉન્ડ પ્રૂફ’ કરાવી દીધું છે

Responses

  1. Thanks for sharing. Please keep in touch.


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google photo

You are commenting using your Google account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: