Posted by: vmbhonde | मार्च 26, 2013

ઓછું ખાવાથી તમારું જીવન અને જીંદગી બદલાઈ જશે

A. તમે તમારી ઉંમર કરતાં નાના દેખાશો
તમારી જરૃરતની કુલ કેલરીમાંથી ફક્ત ૩૦૦ કેલરી જેટલો ઘટાડો કરશો તો તમારી હોર્મોનલ ગ્રંથિઓ વધારે સક્રિય થશે. તમારે કેલરીનો આ ઘટાડો તળેલો ખોરાક ઓછો લઈને તેમજ જેમાં કોલેસ્ટેરોલ આવે તેવી ચરબીનો ત્યાગ કરીને કરવાનો છે. હોર્મોન ગ્રંથિ સક્રિય થવાથી તમારી જાતીય શક્તિ વધશે. તમારી ચામડી સુંવાળી, કરચલી વગરની અને ચમકદાર થશે. તમારો સ્ટેમીના, તમારો દેખાવ અને વર્તાવ બદલાઈ જશે અને તમે નાના દેખાશો.
B. તમે વધારે શક્તિશાળી બનશો
તમે ઓછું ખાશો એટલે તમે લીધેલા ખોરાકમાંથી શરીર પૂરેપૂરા પ્રમાણમાં પોષક તત્વો ખેંચી શકશે. તમે વધારે કેલરી વાળો ખોરાક લીધો હોય તો વધારાની કેલરીનું ચરબીમાં રૃપાંતર થઈને તમારા શરીરમાં ચરબી વધે. આવું નહી બને. તમારો બેઝલ મેટાબોલીક રેટ વધે. સ્નાયુ શક્તિશાળી બને. તમે શક્તિશાળી બનો.
C. તમે વધારે સ્માર્ટ (બુદ્ધિશાળી) બનશો
ઓછું ખાવાથી હોજરી પાચન શક્તિ માટે જે શક્તિ વાપરતી હતી તે ઓછી થશે. આ વધારાની શક્તિ તમારા મગજને મળશે. મગજના કોષ તરોતાજા રહેશે. યાદશક્તિ વધશે. એકાગ્રતા વધશે, તર્કશક્તિ વધશે. જનરલ નોલેજ વધશે અને તમારો આઈ.ક્યુ. (બુદ્ધિનો આંક) વધશે.
D. ઓછું ખાવાથી તમને નાના-મોટા ચેપી રોગ નહીં થાય
તમારા શરીરમાં તમે જાણો કે ના જાણો પણ ટોક્સીક પદાર્થો એટલે કે ઝેરી પદાર્થો હવા, પાણી અને ખોરાક વાટે ગયેલા છે. હવે આ ઝેરી પદાર્થો બહાર નીકળે તે પહેલાં તમે વધારે ખાઓ તો તે ટોક્સીન શરીરમાં વધતા જાય. વધારે ખાવાથી ચરબી વધે. ચરબીના કોષને લોહી વધારે જોઈએ. તમે ઓછો ખોરાક લો તો વધારાના ટોક્સીન શરીરમાં જાય નહીં અને ચરબી ઓછી રહેવાથી આ ટોક્સીન શરીર ઝડપથી અને સારી રીતે બહાર કાઢી શકે માટે ચેપી રોગો થાય નહીં.
E. ઓછું ખાવાથી તમને સારા નાગરિક બનશો
બહારનો ખોરાક પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ જ્યારે તમે ઓછા લેશો એટલે વજન વધશે નહીં. તમારું શરીર સુડોળ અને સ્વસ્થ રહેશે. તમારા ઓછો ખોરાક લેવાની ટેવથી પૈસા બચશે. તમે બુદ્ધિશાળી બનશો. તમે તમારા પોતાના કામ સિવાય સોશીયલ (સેવાના કાર્યો) કામ પણ કરી શકશો. તમારો દેખાવ-વાણી વર્તન અને વ્યવહાર સુધરી જશે. તમારા કુટુંબ અને સમાજમાં તમે પ્રિય થઈ પડશો. વજન ઓછું રહેવાથી રોજીંદા કાર્યો સિવાય બીજાનાં કામ કરી શકશો. તમારી એટીટયુડ પોઝીટીવ બનશે.
F. ઓછું ખાવાથી જીવન શૈલીના રોગ નહીં થાય
આગળ જણાવ્યા પ્રમાણે પુરૃષની ૨૦૦૦ અને સ્ત્રીઓની ૧૮૦૦ કેલરીની જરૃરત કરતાં ૩૦૦ થી ૫૦૦ કેલરી જેટલો ખોરાક ઓછો લેવાથી ખોરાકનું પાચન કરવામાં તમારી હોજરી જે શક્તિ વાપરી નાખતી હતી તે શક્તિનો વપરાશ ઓછો થશે. આ વધારાની શક્તિ તમારા શરીરના અગત્યના અંગો પેન્ક્રીઆસ-લીવર-કિડની ફેફસા-આંતરડાને મળશે જેથી તેમની કાર્યશક્તિ વધશે. પેન્ક્રીઆસમાંથી ઈન્સ્યુલીન બરોબર નીકળશે એટલે ડાયાબીટીસ થવાની શક્યતા નહીં રહે. હૃદય સારી રીતે લોહી અંગોને ઝડપથી પહોંચાડી શકશે એટલે બી.પી. હાર્ટ એટેકનો ચાન્સ નહીં રહે. કિડની અને આંતરડા બરોબર કામ કરશે એટલે શરીરમાંથી ટોક્સીક પદાર્થો પ્રવાહી મારફતે કિડની કાઢી નાખશે અને ઘન સ્વરૃપે આંતરડા કાઢી નાખશે. બધા જ રોગો સામે રક્ષણ મળે તેવી રોગ પ્રતિકારક શક્તિ વધશે.
yogesh.chaudhary@stergel.com>       17-7-2012
Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: