Posted by: vmbhonde | नोव्हेंबर 13, 2011

આંધળી માનો કાગળ

 

 

 

We all know the letter about Andhdi Maa No Kagad આંધળી માનો કાગળ.
This has a reply from her son settled in Canada….

 

 

 

આંધળી માનો કાગળ:

 

 

 

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,

 

ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

 

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ!

 

સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

 

 

 

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,

 

નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.

 

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ!

 

કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.

 

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,

 

તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

 

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામે ઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,

 

તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

 

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.

 

હવે નથી જીવવા આરો,

 

આવ્યો ભીખ માગવા વારો.

 

**************************************************

 

કેનેડીયન દિકરાનો જવાબઃ

 

માડી તારો દિકરો, ગ્યો કેનેડા, કમાવા કાજે….
શું લખું તને, કશું ય કહેવા જેવું નથી આજે….

 

પાંચ વરસ પાણીમાં ગ્યા….
હજુ શે’રીંગમાં જ રહેતો સાંજે….

 

તું નિત નવા લૂગડાંની કરે છે વાત, પણ જીન્સનું એક પેન્ટ રાખ્યું છે પાસ.
રોજની તો ક્યાં વાત કરૂં, મહિને એક્વાર ધોવાય તો યે ખાસ….

બાધ્યું-ટિફીનનું જ ખાવું પડે છે, મળે છે માપો-માપ…
દવાદારૂની ચિંતા નથી, સરકાર જ છે માઇ ને બાપ…!

માં, તારો કુબો તો કંઇકે ય સારો…અહીં બેઝ્મેન્ટ્માં આવે છે વાસ…
ભલે પી યે ટિમ-હોર્ટનની કાળી કોફી, તો યે નથી બુઝ્તી પ્યાસ…

તન તોડીને,ડિગ્રી ભૂલીને,જે મળે તે કરીએ છે કામ,
આખો દા’ડો રોતા રહીને, રાતે ભજીયે રામ…

ત્યાં લોકોને એમ છે કે, અહીં પૈસાના ઝાડ..!
ઊંચી ઊંચી બિલ્ડીંગોના ઊંચા ઊંચા પહાડ…

એ બિલ્ડીંગોની બારીએ બારીએ દિવા,
પણ પૈસા નથી મારે ઝેરે ય પીવા….

તારે ખૂટી છે જાર, પણ મારે ય અહીં બિલોની વણઝાર,
ખૂટે બીજું બધું, નથી ખૂટતી ઉઘરાણીની ભરમાર….

દેખતો થઇને કુવામાં પડ્યો,
સ્વર્ગની સીડી સમજીને પ્લેનમાં ચઢ્યો….

સાપે છછુંદર ગળ્યાનો વારો,
મારે નથી અહીં કોઇ આરો-ઓવારો…

વાંક આમાં દેખું છું મારો,
ભુલી જજે તું દિકરો તારો…

 

 
 
Jay Raval” <jayraval43@hotmail.com

12-11-2011 

तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: