Posted by: vmbhonde | ऑगस्ट 2, 2011

પુ. પા. ગોસ્વામી ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી

 

પુ. પા. ગોસ્વામી ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી

 કર્મ શકિત, જ્ઞાન શકિત અને ભાવ શકિતનો એક અભૂતપૂર્વ સમન્વય જેમના વિરલ વ્યકિતત્વમાં મૂર્તિમંત થયો છે એવા પુષ્ટિભકિત માર્ગના સ્થાપક જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના સાચા વારસદાર વિશ્વ્વવિભૂતિ પૂજયપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા (જીજી)નો કર્મયોગ એટલે એમની નિસ્વાર્થ જનસેવા, સમાજસેવા અને માનવીને માનવ બનાવવાની એમની અવિરત મથામણ. પૂજય જીજીનો જ્ઞાનયોગ એટલે અમેની વિદ્વત્તા અને દેશ વિદેશના ભાવિકજનોને પુષ્ટિભકિત – કૃષ્ણ ભકિત સરળતાથી, સહજતાથી સમજાવવાની એમની લગન, એમનો ભકિતયોગ એટલે એમની નિઃસાધન પ્રભુભકિત અને નિષ્કામ પ્રેમભકિત.
શ્રી વલ્લભની ૧૬મી પેઢીના વારસદાર પૂજય જીજીનું પ્રાગટય સંવત ૧૯૯૫ના શ્રાવણ વદ ચોથના શુભ દિને થયું હતું. તેઓ વિદ્યાર્થી કાળથીજ તેજસ્વી રહ્યા છે. સંસ્કૃત શાસ્ત્રો અને આધુનિક સાહિત્યના અધ્યેતા છે. શ્રી ભાગવત્જીના કથાકાર તરીકે લોકાદર પામ્યા છે. સંસ્કૃતમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા બાદ તેમણે વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ ગીતા, શ્રીમદ્ ભાગવત આદીનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને આચાર્યની પદવી પ્રાપ્ત કરી હતી. પૂજય જીજી એમની અવિરત ચાલતી ધાર્મિક-આધ્યાત્મિક યાત્રાઓ દરમ્યાન હજારો-લાખો ભાવિક જનોને શ્રીમદ્ ભાગવત, ભગવદ ગીતા અને પુષ્ટિભકિત માર્ગના વિવિધ ગ્રંથોનું શ્રવણ કરાવવાની કૃપા કરે છે. પૂજય જીજીએ હિન્દુ ધર્મ અને પુષ્ટિભકિત માર્ગ વિષયક અનેક પુસ્તકોનું સર્જન કર્યુર્ં છે. તેઓ વિશ્વ્વભરના મંદિર અને સત્સંગ મંડળોના આધ્યાત્મિક આશ્રયદાતા છે. એમના વૈવિધ્યસભર વ્યકિતત્વનું ઝળહળતું પાસું છે એમનું કવિત્વ. પૂજય જીજી એક ઉચ્ચકક્ષાના કવિયીત્રી છે. શ્રાવણીના ઉપનામ થકી સર્જાયેલ કાવ્ય રચનાઓમાં એમની વાત્સલ્ય સભર વિદ્વત્તા, ભકત હૃદયની મધુરતા અને કવિ હૃદયની કોમળતાના પવિત્ર સંગમની ઝલક મળે છે. એમના ત્રણ કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે અને ઘણી રચનાઓ લોકપ્રિય ગાયકોના હલકભર્યા કંઠે મુદ્રિત થઇ છે.
 માનવતાના પાયા ઉપર આપણે વૈષ્ણવતાનું મંદિર બાંધીએ તો એ ભવનમાં ભગવાન જરૂરથી બિરાજે- આ આદર્શને આત્મસાત કરી, સેવા, સ્નેહ, સમર્પણની આહુતિ આપીને પોતાના પાવક જીવની એકએક પળને પૂજય જીજીએ સમાજસેવા -જનસેવાની એક અવિરત યજ્ઞ બનાવી છે. કલ્યાણમૂર્તિ પૂજય જીજી સ્થાપિત અનેક લોક કલ્યાણ  ટ્રસ્ટ થકી હોસ્પિટલ, નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, રકતદાન શિબિરોનું આયોજન જેવી વિવિધપ્રકારની સમાજાભિમુખ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન સાંપડયું છે. તેઓએ કરેલ સમાજ સેવાના કાર્યક્રમો નીચે મુજબ છે ઃ
વડોદરાના માંજલપુરમાં નૂતન નંદાલય, શ્રી નરહરી સત્સંગ ભવન, વ્રજધામ અતિથિ ભવન, પ્રભૂ પ્રસાદિ ભવન આદિ સ્થાપેલ છે. શ્રી વલ્લભાચાર્ય સંશોધન એકેડમી થકી ગ્રંથાલય, પાઠશાળા, છાત્રાલય, વેદશાળા વિગેરે પ્રકલ્પો હાથમાં લેવાનું વિચાયર્ંુ છે. એપ્રિલ ૯૭ થી વડોદરાથી ૨૧ કિ.મી. દૂર ડભાસા મુકકામે શ્રી વલ્લભ ગૌશાળાનો પ્રારંભ થયો. ગાય આપણી માં છે-આ સુત્ર આચરણમાં મુકી અહી ગાયોની સેવા થાય છે. શ્રી નરહરી અન્ન સહાય્ય યોજના થકી જેનો પ્રારંભ ૧૯૯૨ માં થયો હતો, મધ્યમ વર્ગના કુટુંબોને દર બે મહિને આઠ કિલો ઘઉં, ચાર કિલો ચોખા, અઢી કિલો દાળ આપવામાં આવે છે. વ્રજધામ આરોગ્ય મંદિર કેન્દ્રમાં ફિઝીઓ થેરાપી, એકયુપ્રેશર મેગ્નેટ થેરાપી, હોમીયોપેથી સારવાર, વિકલાંગ પુનર્વસન કેન્દ્ર અને વ્યસન મુકિત કેન્દ્ર ચાલે છે. એમાં દર મહિને ચશ્મા વિતરણ, ઓર્થોપેડીક, ફીઝીઓથેરાપી, હોમીયોપેથીક, કાનની બુટ સાંધવાની, બ્લડ ડોનેશન, બ્લડ ચેકઅપ વિગેરે શિબિરો નિયમિત રૂપે થાય છે. માંજલપુર વિસ્તારમાં વડોદરા મહા. સેવાસદન ના સહયોગથી બાળકો અને વડીલો માટે એક સુંદર મજાનું શ્રી વલ્લભ ઉદ્યાન તૈયાર થયું છે. પૂજય જીજીના મંગલ જન્મ દિવસે ૧-૯-૧૯૯૯ ના રોજ વ્રજધામ વડિલ પરીવારની સ્થાપના થઇ. જેમાં ૧૧૦૦ કરતાં પણ વધુ સભ્ય સંખ્યા હોઇ એ અન્ય સીનીયર સિટીઝન સંસ્થાઓ કરતા ક્રિયાત્મક અને ભાવાત્મક રૂપે નોખી પડે છે.
પુષ્ટિમાર્ગના આ શ્રેષ્ઠ તીર્થધામમાં ભકિતની સાથે સેવા પ્રવૃત્તિનો પણ ચેપ ધણાં વર્ષોથી લાગેલો છે. આરંભમાં નાના પાયે દર્દી સહાયક મંડળની રચના થઇ હતી. જાહેર હોસ્પિટલો, અનાથાલયો, વૃદ્ધાશ્રમો, બાળ સરંક્ષણ ગૃહો, રકતપિત્તના દર્દીઓના આશ્રમો, પ્રજ્ઞાચક્ષુઓના સંકુલો વિગેરે સ્થળે નિયમિત પણે મહિનામાં બેવખત મુલાકાત લઇ ફળફળાદી, બિસ્કીટ જીવન જરૂરીયાતની વસ્તુઓ, તહેવારે ભોજન વિગેરેનું યથાશકિત વિતરણ થાય છે. મોરબીનો મચ્છુ બંધ તુટયો ત્યારે તેમજ ૧૯૯૩ ના મહારાષ્ટ્રના લાતુરમાં થયેલ ધરતીકંપ વખતે, રાધનપુર ગામમાં દુષ્કાળ વખતે, ઓરીસ્સાના ટોયલો ગામમાં અતિવૃષ્ટિ વખતે, ૨૦૦૧ ના કચ્છ ભૂકંપ વખતે, તામીલનાડુમાં ઓલાઇકોટ્ટાઇમેડુ ગામમાં સુનામી વખતે પૂ.પા. જીજીની પ્રેરણાથી લાખો રૂપિયાની મદદ કરવામાં આવી છે. લાતુરમાં નવી પ્રાથમિક શાળા બનાવી , મોરબીમાં રોહીદાસ પરામાં લગભગ ૨૦૦ થી વધારે મકાનોનું નવનિર્માણ કાર્ય કર્યું.રાધનપુરમાં હજાર ગાયો દત્તક લીધી. ઓરીસ્સાના ટોયલો ગામનું નવનિર્માણ કર્યું. કચ્છમાં કબરાઉ અને ભવાનીપુર ગામોનું પુનર્વસન કર્યું. ઓલાઇકોટ્ટાઇમેડુ આખુ ગામ નવુ બનાવી ૨૦૦૬માં તામીલનાડુ સરકારને સોંપવામાં આવ્યું. ૨૦૦૭માં રેલ સંકટમાં મહી નદીને કાંઠે વસેલા ગામ કોટણાનું નવનિર્માણ કર્યું. આવા તો કેટલાંય સમાજ સેવાના કાર્યો પૂ.જીજીની પ્રેરણાથી થતાજ હોય છે.
 ભગવદ્ ભકિત સાથે જનસેવા આ ધ્યેય સાથે સમાજમાં ઇશ્વ્વરકાર્ય કરતા પૂ.પા.જીજીને શત્ શત્ પ્રણામ. એમના ભકિત આંદોલન અને સમાજસેવા ના કાર્યોમાં આપણું યોગદાન આપી જીવનને સાર્થક બનાવીએ એજ પ્રાર્થના.
વિલાસ ભોંડે  ૧૦-૦૬-૨૦૧૧

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: