Posted by: vmbhonde | ऑगस्ट 2, 2011

ગૌદાન પૂણ્યકર્મ

ગૌદાન  પૂણ્યકર્મ

મુ.પો. કોઠાવ, તા. કરજણ, જીલ્લા વડોદરા ગુરૂવાર ૨૩ જુન, ૨૦૧૧ ના રોજ અંબામાતાના મંદિરમાં ૫૦-૬૦ ગ્રામજનો ભેગા થયા હતા. બધાના ચહેરા ઉપર એક અલગ કુતૂહલ દેખાતું હતું. આજે એક નવોજ કાર્યક્રમ ત્યાં આયોજીત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીલ્લા કાર્યવાહ મા. શ્રી જયેશભાઇના મંત્રોચ્ચારથી કાર્યક્રમની શરૂઆત થઇ. ગણેશ પૂજન કર્યા પછી ગૌમાતાની પૂજાઅર્ચા થઇ. ભારતીય સંસ્કૃતિમાં ગાયનું આગવું મહત્વ છે. આપણે એને માતા તરીકેનું સન્માન આપીએ છીએ. ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે એવી આપણી અટળ શ્રદ્ધા છે. ભારતના હિન્દુ સમાજે ગાયને તરછોડી ત્યારથી એની અવનતી શરૂ થઇ.
સમાજ જીવનમાં ગાયનું એજ ઉચ્ચ સ્થાન ફરીથી પ્રાપ્ત થાય અને ગ્રામસ્થ લોકોની શહેર તરફની આંધળી દોટ બંધ થાય અને શહેરવાસીઓમા ગ્રામ વિકાસ માટેની ઇચ્છાશકિત જાગૃત થાય આ હેતુથી ૧૭ થી ૨૨ ડીસેમ્બર, ૨૦૦૯ દરમિયાન ગુજરાતમાં સંઘપરિવાર તરફથી વિશ્વ્વ મંગલ ગો ગ્રામ યાત્રાનું આયોજન થયું હતું. સમાજમાં આ મુદ્દા ઉપર સારી એવી જાગૃતી આવી હતી. યાત્રા પુરી થઇ પણ પછી શું ? આ સવાલ ઘણાં લોકોના મનમાં  આવતો હતો. યાત્રાના અનુવર્તી કાર્યક્રમ તરીકે એ વિચારવામાં આવ્યું કે શહેરમાં રહેતા પરિવારો ગ્રામ્ય વિસ્તારના પરિવારો સાથે કોઇક સૂત્રથી જોડાય એ દ્રષ્ટિથી ગો દાનના કાર્યક્રમનું આયોજન કરવું. માનનીય જીવનભાઇ ગોલેના અથક પ્રયત્નોથી ગુજરાત ભરમાં આવા કેટલાય શહેરી પરિવારો આ પૂણ્યકર્મ માટે તૈયાર થયા. બરોડા ડેરીના ઇટોલા ગો સંગોપન શાળામાંથી ગાભણ ગાયો વેચાતી લઇ કોઠાવ ગામના ગરીબી રેખા નીચે જીવતા દસ પરિવારોને એ દાન પેટે આપવી જેથી એમના માટે એ એક ઉપજીવિકાનું સાધન બની રહે. અત્યારે આપણને ફકત આવી ત્રણ ગાયો મળી શકી જેની સોંપણી આ કાર્યક્રમમાં કરવામાં આવી. વડોદરાના સર્વશ્રી પ્રદિપભાઇ અગ્રવાલ, નિતીનભાઇ દેવધર તથા વિલાસભાઇ ભોંડે તરફથી ગામના સર્વશ્રી અરવિંદભાઇ રાવજીભાઇ પાટણવાડીયા, સુરેશભાઇ ગોવિંદભાઇ વસાવા અને રમણભાઇ બેચરભાઇ પાટણવાડીયા ના પરિવારોને એક-એક ગાય સોંપવામાં આવી. કાર્યક્રમ ખુબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં થયો. આ ત્રણ શહેરી પરિવારો સાથે આ ત્રણ ગ્રામ્ય પરિવારો હંમેશ માટે જોડાય આ હેતુથી કાર્યક્રમ સંપન્ન થયો. ત્રણે ગાયોના સીયા, કપિલા અને ગંગા આવા નામો રાખવામાં આવ્યા. ગાયો સોપતી વખતે ખરેખર ભાવદર્શી દ્રષ્યો ઉભા થયા. વડોદરાવાસીઓના મનોભાવમાં એવું હતું કે અમારી આ ગાય તમને સોંપીએ છીએ જેનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન આપ કરો એવી વિનંતી.
ગ્રામસ્થોને સંબોધતા મા. જીવનભાઇએ કહ્યું હતું કે આપણા જીવનમાંથી ગાયનું અદ્રશ્ય થવું એજ આપણી ગરીબીનું સાચુ કારણ છે. આપણે ગાયનું સંરક્ષણ કરશું તો ગાય આપણું પાલનપોષણ કરશે. પ્રત્યેક પરિવારમાં ઓછામાં ઓછી એક ગાય હોય તો એ પરિવારની આર્થિક અને માનસીક શાંતી જળવાઇ રહે છે. ગાય આપણને ફકત દૂધજ નથી આપતી પણ ગોમૂત્ર અને ગોબરના વિવિધ ઉપયોગોથી આપણને આર્થિક સદ્ધરતા બક્ષે છે. વિશ્વ્વમંગલ ગો ગ્રામ યાત્રા અંતર્ગત જુદા જુદા ઠેકાણે એ માટેના પ્રશિક્ષણ કાર્યક્રમો પણ હાથ ઘરાઇ રહ્યા છે. એમાથી થતુ ઉત્પાદન અને એનું વેચાણ વિશેની માહિતી આપવામાં આવે છે. ઘરના આંગણામાં ગાય બાંધવાથી પયાર્ંવરણ શુદ્ધી પણ થાય છે એ તો ભોપાળ ગેસ દૂર્ઘટના વખતે બધાએ જાણ્યું જ છે. તેઓએ આગળ કહ્યું કે વશિષ્ટ ૠષિ અને જામદગ્નિ મુની ની કામધેનુ સાંભાળ રાખતી હતી. રધુવંશમાં દિલીપરાજાએ ગાયની સેવા કરી એના પુણ્ય પ્રતાપે એના કુળમાં શ્રીરામચંદ્ર ભગવાનનો જન્મ થયો હતો. ગાયના શરીરમાંથી સૂર્યકેતુ નાડીના લીધે વહેતી ઉર્જા સંપૂર્ણ પરિવારને સૌખ્ય અર્પણ કરે છે. આ કાર્યક્રમથી કાયમ માટે બે પરિવારો જોડાય એવી અપેક્ષા રાખવામાં આવે છે. વિલાસભાઇ એ પોતાની ભાવવિભોર સ્થિતિ વર્ણવતા કહ્યું કે “હું મારી દિકરીને તમારી ત્યાં વળાવી રહ્યો છું. જે તમારા કુળનો ઉદ્ધાર કરે એજ અભ્યર્થના”.
સંપૂર્ણ કાર્યક્રમ મા.શ્રી સંજયભાઇએ (સહજીલ્લા કાર્યવાહ) ખૂબજ ઉમળકાભેર રીતે આયોજીત કર્યો. આ કાર્યક્રમનો સંદેશ બધે ઝડપભેર પ્રસરે અને શહેરોમાંથી અસંખ્ય દાતાઓનો દાનપ્રવાહ ગામડાઓ તરફ વહે એજ ઇશ્વ્વર ચરણે પ્રાર્થના.
વિલાસ ભોંડે  ૦૬-૦૭-૨૦૧૧

Advertisements

Responses

  1. વાહ..સત્કાર્ય માટે અભિનંદન…


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: