Posted by: vmbhonde | जुलै 2, 2011

સાચા ‘પ્રજાસત્તાક’ ફ્લોટ્સ!

૨૬ જાન્યુઆરીની પરેડમાં આપણને વિવિધ રાજ્યો અને વિવિધ ખાતાંઓના ફ્લોટ્સ જોવા મળે છે. પણ ‘પ્રજાસત્તાક’ દિને ‘પ્રજા’ની ‘સત્તા’ સાબિત થતા હોય એવા ફ્લોટ્સ કેમ નથી હોતા?
અમારું નમ્ર સૂચન છે કે એવા ફ્લોટ્સ રાખો, જેમાં…
* * *
પાન-પિકચારી ફ્લોટ
આપણા આ આઝાદ દેશમાં ગમે તે માણસને ગમે ત્યાં થૂંકવાની આઝાદી છે! આ ‘પ્રજા-સત્તા’નું નીરુપણ કરતો એક ફ્લોટ એવો હોવો જોઇએ જેમાં ગોઠવેલાં સેંકડો પૂતળાંઓ ચારે બાજુ ૫૦-૫૦ ફૂટ દૂર ઊડતી હોય એવી પિચકારીઓ મારે!
ફ્લોટ પસાર થયા પછી હેલિકોપ્ટરમાં ગોઠવેલા કેમેરાનો ‘એરિયલ વ્યુ’ ટીવીમાં દેખાડે તો કાળા ડામરનો આખો રસ્તો પિચકારીના રંગે રંગાઇ ગયેલો હોવો જોઇએ!
* * *
લધુશંકા-વિસ્ફોટ ફ્લોટ
આપણા મહાન પ્રજાસત્તાક દેશમાં બીજી સૌથી મોટી ‘પ્રજા-સત્તા’ એ છે કે માણસ ગમે ત્યાં ગમે ત્યારે પેશાબ કરી શકે છે! આ મહાન ફ્રીડમનું નીરુપણ કરતા ફ્લોટમાં ઊભેલાં સેંકડો પૂતળાંઓ ચારે બાજુ ‘યુરિન ફ્લેવર્ડ’ પાણીના ધઘૂડા છોડતા હશે!
સ્વાભાવિક છે, એ ફ્લોટ પસાર થયા પછી જે ‘એરિયલ વ્યુ’ દેખાય એમાં આખા રાજમાર્ગનું પીળું ‘પ્રક્ષાલન’ થઇ ગયેલું દેખાશે…
* * *
કાનફાડ ઘોંઘાટ ફ્લોટ
મંદિરો, મસ્જિદો, રેસ્ટોરન્ટો, રીક્ષાઓ, વરઘોડાઓ, શોભાયાત્રાઓ, લગ્નો, ગરબા, કથા-પારાયણો હોય કે ચૂંટણીઓ… આપણને બેફામ ઘોંઘાટ કરવાની વણલિખિત સત્તા બંધારણ લખાયું એ પહેલાંથી મળી ચૂકી છે.
આ ફ્લોટ દેશભરમાં વપરાતાં ૧૦૦૮ જાતનાં લાઉડસ્પીકરોમાંથી એક સાથે અલગ અલગ જાતનો ઘોંઘાટ ફેલાવતો નીકળશે! માનનીય પ્રતિભા પાટિલજી તથા અન્ય મહાનુભાવોને ‘સુરક્ષાના કારણોસર’ કાનમાં પુમડાં ખોસી રાખવાની સૂચના આપવામાં આવે છે!
* * *
ધૂસણિયો ટ્રાફિક ફ્લોટ
દેશના માર્ગો પર ગમે ત્યાં, ગમે તે રીતે પોતાનું વાહન ધૂસાડી દેવાની ભવ્ય આઝાદીને વર્ણવતો ફ્લોટ અલગથી નહિ આવે! બલ્કે, અચાનક ૧૦૦૦ વાહનો ૨૬ જાન્યુઆરીની પરેડમાં ક્યાંકથી ધૂસી આવશે અને બઘું ચક્કા-જામ કરી નાંખશે! લેતા જાવ…
* * *
તોડફોડ ફ્લોટ
હાથમાં ડંડા, પથ્થર, ડામર, ચૂનો… જે આવ્યું તે લઇને નીકળી પડેલાં ટોળાં પરેડમાં સૌથી છેલ્લે આવશે અને બઘું તોડીફોડીને રમણભમણ કરી નાંખશે!
એમની માગણી એટલી જ હશે કે અમારો ફ્લોટ અગાઉથી ‘અનામત’ કેમ નહોતો રાખ્યો!

maheshmshah@yahoo.com        28-1-2011


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: