Posted by: vmbhonde | जुलै 2, 2011

જો જો હસ્તા નહી

1)હસતાં હસતા
દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી ઉપર તરતું રહ્યું. છેવટે ડૉક્ટરે એમાંના એકને પૂછ્યું :
આ પ્રયોગ જોવાથી, તમને શું શીખ મળી ?’
એ જ કે સાહેબ, દારૂ પિવાથી શરીરમાં રહેલા જંતુ મરી જાય છે !’ દારૂડિયાએ જવાબ આપ્યો.
=========================================
[2]
ઊંઘા પડેલાં માટલામાંથી એક ફિલસૂફે માટલું ખરીદ્યું અને આમાં પાણી ક્યાંથી ભરવાનું એમ પૂછ્યું. અને ધારો કે ઉપરથી કાણું પાડીએ તોય શું ફાયદો ? કારણ કે નીચેથી તો મોટું બાકોરું છે !
=========================================
[3]
એક ગામડા ગામનો માણસ એક બૅન્કમાં લોન લેવા માટે ગયો. એણે જઈને બૅન્કના અધિકારીને વાત કરી. અધિકારીએ પૂછ્યું : ‘બૅન્ક મેં ખાતા હૈ ?’
ના સાહેબ, ખાવાપીવાનું તો ઘરે જ રાખ્યું છે, બૅન્કમાં નહીં.’ ભોળા ગામડિયાએ જવાબ આપ્યો !
=====================================================
[4]
ઝિબ્રા ક્રોસિંગ પર આમથી તેમ ચાલી રહેલા સંતાસિંહને જોઈને બંતાસિંહે પૂછ્યું :
તું આમ થી તેમ ચાલી રહીને અહીં ઝિબ્રા ક્રોસિંગ પર શું કરી રહ્યો છે ?’
યાર, હું એ વિચારું છું કે, આ આવડો મોટો પિયાનો છે તો વાગતો કેમ નથી ?’
========================================
[5]
છગન : ડૉક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય ?
ડૉક્ટર : રૂ. બે લાખ થાય.
છગન : અને સાહેબ, જો પ્લાસ્ટિક હું મારા ઘરેથી લઈ આવું તો….?
======================================
[6]
ગુસ્સામાં આવીને પતિએ પોતાના સસરાને એસ.એમ.એસ. કર્યો :
‘Your product not matching my requirements.’
ચતુર સસરાએ સામે જવાબ આપ્યો :
‘Warranty expired, Manufacturer not responsible.’
======================================
[7]‘છૂટાછેડા લીધા પછી બેન્કનું ખાતું કોણ સંભાળશે ?’
અડધેઅડધું વહેંચી લેશું : બેન્કની પાસબુક વગેરે એ રાખે ને માત્ર ચેકબુક હું રાખીશ, બીજું શું ?’
==========================================
8) સુરેશ કીડા, મકોડા અને પશુપંખી વેચતા દુકાનદારને ત્યાં ગયો.
રમેશ : ‘તમે માંકડ અને ઊંદરડા રાખો છો ?’
દુકાનદાર : ‘હા, કેટલા આપું ?’
રમેશ : ‘સો માંકડ અને પચાસ ઊંદરડા.’
દુકાનદાર : ‘સો માંકડ ! પચાસ ઊંદરડા ! આટલા બધાનું તમારે શું કરવું છે ?’
રમેશ : ‘ઘર ખાલી કરવાનું છે. મકાનમાલિકે કહ્યું છે કે ઘર જેવું હતું એવું પાછું કરી આપજો.’
============================================
નેતાએ ગામડામાં જઈને કહ્યું : ‘હું જો ચૂંટાઈશ તો દરેક ઘરે એકએક સાઈકલ અપાવીશ.’
સાહેબ, સાઈકલની વાત પછી…..’ એક ગ્રામજને કહ્યું, ‘પહેલાં સાઈકલ ચલાવાય એવા રસ્તાનું કંઈક કરો !’
===========================================
સંતાસિંહ 100 વોટના બલ્બ પર પિતાજીનું નામ લખી રહ્યો હતો.
કોઈએ પૂછ્યું : ‘ક્યા કર રહે હો ?’
સંતાસિંહ : ‘બાપ કા નામ રોશન કર રહા હું !’
==========================================
એક વાનર : ‘તું આ ઝાડ પર શા માટે ચઢ્યો ?’
બીજો વાનર : ‘સફરજન ખાવા માટે.’
પહેલો વાનર : ‘પરંતુ આ તો કેરીનું ઝાડ છે.’
બીજો વાનર : ‘હા, મને ખબર છે. હું સફરજન સાથે લઈને આવ્યો
 ++++++++++++
જગો પ્રવચનમાંથી આવ્યો અને આવતાંની સાથે જ પોતાની પત્નીને ઊંચકીને ફરવા લાગ્યો ! એટલે તેમનાં પત્નીને નવાઈ લાગી અને પૂછયું, “શું વાત છે, આજે કેમ ખૂબ ખુશ છો ?”  જગો કહે : પ્રવચનમાં સંત મહાત્મા કહેતા હતા કે, તમારાં દુઃખ અને મુશ્કેલીને હસતા હસતા ઉપાડી લો ! એટલે હું તને આજે ઉપાડીને ફરી રહ્યો છું !!!
*********
સંતા : મેં તને પત્ર લખ્યો હતો તો પણ તું મારા લગ્નમાં કેમ ન આવ્યો?
બંતા : મને પત્ર જ નથી મળ્યો
.
સંતા : મૂર્ખા મેં પત્રમાં લખ્યું તો હતું કે પત્ર મળે કે ન મળે પણ લગ્નમાં જરૂરથી આવજે
.  
********
વનિતા : વનમાળીને કહે છે, સાંભળો છો ! તમને મારી સુંદરતા વધારે ગમે છે કેમારું સુડોળ શરીર
?
વનમાળી : મનેતારીઆ મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે
… !
*********
ટીનુ : કનુ, આ કૂતરાને ક્યાં લઈ જાય છે
?
કનુ : દવાખાને
.
ટીનુ : કેમ ? તારી પત્નીને કરડયો તેથી દાંત કઢાવવા
?
કનુ : ના, દાંત વધુ અણીદાર કઢાવવા
.
*********
ડાકુઓએ ચમનસિંહના ઘરમાં ધાડ પાડી ને ઘરમાં ઘૂસી ગયા

ડાકુઃ સોના કહાં હૈ જલદી બતાઓ વરના માર દેંગે
ચમન સિંહઃ જહાં મરજી પડે સો જાવ પૂરા ઘર ખાલી પડા હૈ!  
*********
ટીચરઃ (બંટીને) બંટી, આ વખતે તારી હાજરી ખૂબ જ ઓછી છે એથી હું તને પરીક્ષામાં નહીં બેસવા દઉં

બંટી : સર કંઈ વાંધો નહીં હું ઊભા ઊભા જ પરીક્ષા આપીશ.
********
શાંતાબેને પોતાના પતિના મરણના તેરમા પર બધાને જમવાનું કીધું. પરંતુ પોતાની પાડોશમાં રહેતા કાંતાબેનને કહેવાનું ભૂલી ગયાં
.
આ જોતાં જ ગુસ્સે થઈ કાંતાબેન બોલ્યાં, કોઈ વાંધો નહીં મારા પતિને પણ મરવા દે, ત્યારે તને પણ હું એમના તેરમામાં નહીં બોલાવું
.
*********
પિતા (રોહનને)- બેટા, બુદ્ધિશાળી લોકો બેવકૂફોની વાતનો જવાબ ન આપે. માત્ર હસી નાખે
.
રોહનએટલે જ તો પપ્પા, પરીક્ષામાં મેં સવાલો વાંચ્યા અને હસીને આવી ગયો
!
********
બબલૂ ગણિતમાં નપાસ થયો
.
તેના પપ્પાએ ખિજાઈને કહ્યું નપાસ કેવી રીતે થયો
?
બબલૂ હું શું કરું? ટિચર પોતે જ ગૂંચવાયેલા હતા અને અમને બધાને પણ ગૂંચવી દીધા
.
પપ્પા એટલે
?
બબલૂ એક દિવસ ટિચર કહી રહ્યા હતા કે પાંચ વત્તા પાંચ બરાબર દસ થાય. બીજા દિવસે એમણે કહ્યું કે સાત વત્તા ત્રણ બરાબર દસ થાય. ત્રીજા દિવસે પાછું કહ્યું કે છ વત્તા ચાર બરાબર દસ થાય, હવે તમે જ કહો, આમાંથી સાચું શું માનવું
?
*********
 જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’

મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !’
*********
 
 
“Jitendra Trivedi” <trivedijv@gmail.com      12-11-2010
Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: