Posted by: vmbhonde | जुलै 2, 2011

એક અદભૂત વાર્તાલાપ

શિષ્ય: ગુરૂજી, આ પુરાણો, ઇતિહાસ અને અવતારો કેટલા સાચા છે?”

 

 

 

ગુરૂજી: તે બધા સાચા છે જો તુ તેનો હેતુ અને મતલબ સમજતા હોવ.

 

 

 

શિષ્ય: કૃપયા,મને સમજાવશો.

 

ગુરૂજી: પુરાણો,તેના નામ પ્રમાણે તેઓ ઘણા જૂના છે. ઇતિહાસનો મતલબ છે ઇતિ કાસમ. ઇતિનો અર્થ છે અને કાસમનો અર્થ છે વાર્તા. આથી ઇતિહાસ એટલે વાર્તાઓ”

શિષ્ય: ઠીક, તમારો કહેવાનો મતલબ કે તે જૂની વાર્તાઓ છે અને તે સત્ય નથી.

ગુરૂજી: હા, હા, હા, હા,……..”

શિષ્ય: આપ હસી કેમ રહ્યા છો?તમેજ કહ્યું કે આ બધી વાર્તાઓ છે અને જ્યારે હું તે જ કહું છુ તો તમે હસો છે.

ગુરૂજી: વત્સ, હું તારી મુંઝવણ સમજી શકું છે. અહીં સમસ્યા તેને સાબિત કરવાની કે નહીં સાબિત કરવાની નથી.પણ તેને સમજવાની છે કે શું સત્ય છે અને શું વાસ્તવિક છે

શિષ્ય: હા, પણ તમે ફરીથી મુઝવી રહ્યા છો.

ગુરૂજી: હું તારી મુઝવણ અને તારી તેનુ મૂળ કારણ સમજુ છું

શિષ્ય: શું છે મૂળ કારણ?”

ગુરૂજી: આ સનાતન ધર્મ સિધ્ધાંતોની આચાર સંહિતા છે અને તે કેમ જીવન જીવવું તે શિખવે છે અને આદર્શ જીંદગી જીવવાને માર્ગદર્શન આપે છે. તે ધર્મ નથી જેમ લોકો તેને સમજે છે અને તેનુ જે રીતે પાલન કરે છે. ચાર વેદો તેના સ્તંભો છે. તેઓ રામ, કૃષ્ણ કે બ્રહ્મા, વિષ્ણુ શીવ વિષે કશું જ કહેતા નથી.

 

શિષ્ય: ગુરૂજી, વચ્ચે અટકાવા માટે માફી માગુ છું, પણ હું ખરેખર મુંઝાઇ ગયો છું…..

ગુરૂજી: વત્સ, તે થશે જ અને સ્વાભાવિક છે. કારણ કે આ માર્ગનો અભ્યાસ બધી જ ઉમરના બધાજ લોકો દ્વારા થઈ શકે છે. તેનો ખુલાસો થઈ શકતો નથી. તેને માત્ર અનુભવી શકાય છે. અને, આથી આ મુંઝવણ થાય તે ચોક્કસ છે.

શિષ્ય: આપ દ્રષ્ટાંત આપીને કેમ સમજાવતા નથી?”

 તેમણે ચાલુ રાખતા કહ્યું, મને તે કહે તું બાળકોને બારાખડી કેવી રીતે શિખવે છે?”

 

શિષ્ય: સૌ પ્રથમ શરૂઆત તેમને મૂળાક્ષરો ,,,શિખવાડીને કરીશું. પછી શબ્દો, વાક્યો અને વ્યાકરણ અને પુનરાવર્તન કૂટ્પ્રશ્નો આપીને તેઓ બરાબર શિખ્યા છે નહીં તેની ચકાસણી કરીશું.

ગુરૂજી: તુ બાળકને કેવી રીતે શિખવીશ?”

શિષ્ય: હું તે લખીશ અને બતાવીશ

ગુરૂજી: પછી…

શિષ્ય: પછી હું દ્રષ્ટાંત આપીશ જેમ કે હું કહીશ કેળાનો , ખડીયાનો , ગધેડાનો , ઘરનો વગેરે.

ગુરૂજી: સરસ, એટલે તું કેળાનો ઉપયોગ સમજાવવા અને ખડીયાનો ઉપયોગ સમજાવવા કરશે બરાબર. 

શિષ્ય: હા, એટલે બાળક મૂળ અક્ષરને દ્રષ્ટાંત સાથે જોડી શકે અને સમજી શકે. 

ગુરૂજી: સરસ, બારાખડી શિખ્યા પછી, અને થોડા વર્ષો બાદ, શિક્ષિત બાળક ,, વગેરેને કેવી રીતે સમજશે?”

શિષ્ય: તેઓને ખબર છે કે ,,ગ…. શું છે.

ગુરૂજી: હવે જો તુ આ બાળકને કેળુ બતાવું તો તે શિક્ષિત બાળક તેને શું કહેશે?”

શિષ્ય: જો હું તેને કેળુ દેખાડીશ તો તે તેને સ્વાભાવિક રીતે તે કેળુ છે તેમ કહેશે

ગુરૂજી: તને ખાતરી છે?”

શિષ્ય: હા

 

ગુરૂજી: બાળક તેને મૂળાક્ષર કેમ નહીં કહે?”

શિષ્ય: તે જાણે છે કે મૂળાક્ષર છે અને કેળુ ફળ છે, એક વસ્તુ છે

 

ગુરૂજી: પણ તેં તો શિખવવા કેળુ બતાવ્યું હતું, બરાબર?”

 

શિષ્ય: મેં તો કેળાને એક દ્રષ્ટાંત તરીકે લીધુ હતું જેથી બાળક મૂળાક્ષર સમજી શકે.

ગુરૂજી: તે રહસ્ય છે. આ પુરાણો, ઇતિહાસ કેળા જેવા દ્રષ્ટાંતો છે. તે મૂળતત્વને સમજવામાં મદદ કરે છે. એક વાર તમે તેમાં છૂપાયેલા રહસ્યને, મૂળતત્વને જાણો પછી તેની જરૂર નથી

શિષ્ય: હું થોડુંધણું સમજી શક્યો છું…..

ગુરૂજી: આપણે પણ શિખવાના અલગ અલગ તબક્કાઓમાં છીએ. તે બારાખડી શિખતા બાળકની જેમ શરૂઆત કરનારાઓ માટે ખુલાસો કરવા આપણને પૂરાણો અને ઇતિહાસની જરૂર પડે છે અને તેઓ કેળાની અવેજીમાં કહે છે.

આમ, આ શાસ્ત્રો, પુરાણો આધ્યાત્મિક શિક્ષણની સીડીના શરૂઆતના પગથીયા છે. તું બાહ્ય દ્રષ્ટિબિંદુઓ એક પછી એક ખંખેરતો જા અને તારી અંદર આત્મનિરિક્ષણ શરૂ કર,તારી જાતનું

આમ આ કર્મકાંડોનો તો સૌ પ્રથમ ત્યાગ કર. તે તો તારી આધ્યત્મિક પ્રગતી કુંઠિત કરશે. કર્મકાંડ સ્વાર્થી હીતોને પરિપૂર્ણ કરવા લોકો કરતા હોય છે. તેમાં પૂરાણોની જેમ કોઇ ગૂઢાર્થી દ્રષ્ટાંતો પણ હોતા નથી જેથી તું કાંઇ તેમાંથી જ્ઞાન મેળવી શકે. આપણો સનાતન ધર્મ નગારા વગાડીને કહે છે કે કર્મ કર્યા વિના કોઇ કર્મફળ મળતુ જ નથી ગીતામાં કહ્યું છે કર્મ જ તારો ધર્મ છે તો પછી કર્મકાંડ કે જેમાં કર્મ નામ જૉડીને ગેરમાર્ગે દોરાય છે. તે ગીતામાં દર્શાવેલી આર્ત અને અર્થાર્થી ભક્તિ છે. તે ઇશ્વર પાસે પ્રેમથી જવાને બદલે લાલચ અને ડરથી જવા પ્રેરે છે.જો કર્મકાંડ કરવાથી જ બધું પ્રાપ્ત થતું હોય તો આ જગતમાં કોઇ કર્મ કરે જ નહીં. અને કદાચ કોઇંને વગર મહેનતે પ્રાપ્ત થયું હોય તો પણ તેના અગાઉના સંચિત કર્મોનું ફળ છે, કર્મકાંડનું નહીં. આમ તે અંધશ્રધ્ધા ફેલાવેછે,આત્મવિકાસ કરતું નથી

શિષ્ય: ગુરૂજી, અવતારો પણ કલ્પના વિષયક છે, તેનો ખુલાસો કરશો?”

ગુરૂજી: બધા અવતારોનું કાંઇક તાત્પર્ય છે. પહેલા તું તેને વાર્તાના રૂપે જો અને પછી તેનો મતલબ કે મૂળભૂત ભાવના સમજવા પ્રયત્ન કર, ચિંતન કર અને ગૂઢાર્થ સમજવા ગુરૂની મદદ લે.

શિષ્ય: ગુરૂજી, દ્રષ્ટાંત રૂપે વામન અવતારની પાછળ શું ગૂઢાર્થ કે શિખ કે ભાવના રહેલી છે તે કૃપયા સમજાવશો?”

ગુરૂજી: હા, હું તેનો ખુલાસો કરીશ. પણ પહેલા મને કહે કે તું વામન અવતારની વાર્તા જાણે છે? પહેલા તેં જે કાંઇ સાંભળ્યુ હોય તે મને કહે.

શિષ્ય: ગુરૂજી,એક મહાબલિ નામનો એક રાજા હતો. તેના ગુરૂ શુક્રાચાર્ય હતા. તે પોતાના જ્ઞાન અને બળ વડે દેવોને માટે ભયજનક અને પડકાર રૂપ બની ગયો. તેની ધમકીઓથી દેવો ડરી ગયા અને તેની દુષ્ટતાથી બચવા ભગવાન નારાયણ પાસે ગયા. દેવોને બચાવવા ભગવાન પૃથ્વી ઉપર માનવ સ્વરૂપે બ્રાહ્મણના રૂપે અવતર્યા. તેમનું કદ એકદમ વામન હતું.જ્યારે મહાબલી મોટો યજ્ઞ કરી રહ્યો હતો ત્યારે તેઓ બ્રાહ્મણ સ્વરૂપે બલિના દરબારમાં ગયા. બ્રાહ્મણે મહાબલિ પાસે ત્રણ એકસરખા પગલા જમીન દાનમાં માગી. ગુરૂ શુક્રાચાર્યની ચેતવણી છતા તેણે પોતાના રાજ્યમાં વામન બ્રાહ્મણ ઇચ્છે ત્યાં તેને ત્રણ પગલા જમીન લઈ લેવા જણાવ્યું. હવે ભગવાન નારાયણે વામનમાંથી વિરાટ વિશ્વસ્વરૂપ ધારણ કર્યું. એક વિરાટ પગલામાં સમસ્ત આકાશ લઈ લીધું, બીજા પગલામાં આખી પૃથ્વી લઈ લીધી અને મહાબલિનેપૂછ્યું, હવે ત્રીજુ પગલું ક્યાં મૂકુ? મહાબલિએ તેનું શિષ ધર્યું અને ભગવાન નારાયણને તેની ઉપર પગલુ ભરવા જણાવ્યું. ભગવાન નારાયણે ત્રીજુ પગલું તેના માથા ઉપર ભર્યું અને તે પાતાળલોકમાં જતો રહ્યો અને મોક્ષ પામ્યો.”

ગુરૂજી: સરસ,જો ભગવાન નારાયણે ત્રણ એકસરખા પગલા જમીનની માગણીમાં એક પગલામાં આકાશને માપ્યું, બીજા પગલામાં પૃથ્વી માપી અને ત્રીજા પગલામાં રાજામહાબલિનું શિષ માપ્યુ હોય તો તેનો મતલબ થયો કે મહાબલિનું શિષ પૃથ્વી અને આકાશ જેટલું હતું.”

શિષ્ય: હા, પણ તે વાસ્તવિક લાગતું નથી, કોઇનું પણ શિષ આટલું મોટુ હોઇ શકે નહીં.

ગુરૂજી: હા, તે ચોક્કસપણે બીનવાસ્તવિક અને કાલ્પનિક છે. મેં તને કહ્યું હતુ તે યાદ કર. આ એક વાર્તા છે પણ તેની પાછળ રહેલા તેનો સાચા હાર્દને સમજવા પ્રયત્ન કર.

શિષ્ય: ગુરૂજી, કૃપયા મને તેની પાછળ રહેલો હાર્દ સમજાવો

ગુરૂજી: ઇશ્વર સર્વોચ્ચ છે. દરેક વસ્તુ તેની છે, પણ ત્રણ વસ્તુઓ એવી છે કે જેની માલિકી ઇશ્વરની નથી. આ ત્રણ વસ્તુઓ છે, આપણું મન,આપણા કર્મો અને આપણો અહમ. . આ ત્રણ વસ્તુઓની માલિકી આપણી છે. અને ધરાવીએ છીએ. આ ત્રણ વસ્તુઓ ઇશ્વરની માલિકીની નથી. મહાબલિએ આ ત્રણ વસ્તુઓને ઇશ્વરને અર્પણ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. તેના ગુરૂ શુક્રાચાર્યે તેને ચેતવ્યો હતો કે આ વામન સ્વરૂપમાં ઇશ્વર છે છતા જ્યારે તેણે નારાયણ વામન સ્વરૂપમાં આવતા જોયા ત્યારે તેણે સૌ પ્રથમ તેનું મન ( મતલબ કે જે આકાશ જેટલું વિશાળ છે તે)  ઇશ્વરને સોંપી દીધું. બીજા પગલાની માગણી સામે તેણે તમામ કર્મો અને તેના કર્મફળો ( મતલબ કે તે બધાને માણવાની જગ્યા પૃથ્વી) નારાયણને અર્પણ કરી દીધા અને ત્રીજા પગલાને શિષ (શરીર) / અહમને ઇશ્વરને અર્પણ કરી દીધું.( આપણો અહમ આકાશ અને પૃથી જેટલો જ મોટો હોય છે). આથી મહાબલિને મોક્ષ પ્રાપ્ત થયો.

આમ આપણે પણ જો આ ત્રણ વસ્તુઓ જેની માલિકી આપણે ધરાવીએ છીએ તે ઇશ્વરને અર્પણ કરી દઈએ તો આપણે પણ આત્મ સાક્ષાત્કાર પામી શકીએ. વેદોમાં એક શ્લોક છે જેની શરૂઆત વાચા, મનસા, ઇંન્દ્રીયેસ્થા….., જે ઇશ્વરને બધું અર્પણ કરવાની જ સમજ આપે છે, તેને શરણાગતી પણ કહે છે,ઇશ્વરને સંપૂર્ણ શરણાગતી.

આમ,મેં અગાઉ જણાવ્યું તે મુજબ પુરાણો અને તેને સંબંધિત વાર્તાઓ ખાંડના આવરણવાળી દવાની ગોળીઓ છે. આપણો હેતુ કડવી દવા લેવાનો છે તેના રંગ ઉપર સંશોધન કરવાનો નહીં.

આથી મહાબલિની વાર્તા લોકોને આત્મ સાક્ષાત્કાર માટે અત્મ સમર્પણ જરૂરી છે તે  સમજવા માટે છે. જેમ આપણી શૈક્ષણિક પધ્ધતિમાં તમે કે.જી થી શરૂ કરીને પીએચડીના અભ્યાસ દરમ્યાન તબક્કાઓમાં શિખો છો તેમ આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અલગ અલગ સ્તરો છે. કેજીમાં  ભણતા બાળકને ક, સમજવા કેળાની જરૂર પડે તેમ આ પુરાણો છે. જો આગળ ભણવું હોય તો તે સમજ્યા પછી તેને વળગી રહેવાની જરૂર નથી. તે જ રીતે જેમ કેજીમાં બાળકોને રમકડા રમવા આપવામાં આવે છે પણ પછી આગળ ઉપરના ધોરણોમાં હોતા નથી. ત્યાં સમજવા માટે પ્રયોગ કરવાપડે છે. તેમ મંદિરો આધ્યાત્મિકતા માટે કેજીના વર્ગ જેવા છે. આગળ ભણવું હોય તો કેજીનો વર્ગ છોડવો પડે.  તેથી જો તું પુરાણો, કર્મકાંડ,મંદિરોને વળગી રહીશ તો તું આધ્યાત્મિકતા માર્ગમાં કેજીમાં જ રહીશ અને ક્યારેય આત્મ સાક્ષાત્કાર થશે નહીં જેને માટે તને માનવ યોનીમાં જન્મ મળ્યો છે..

શિષ્ય: ગુરૂજી, હવે મને જ્ઞાન થયું છે. હવે હું આ રીતે અભ્યાસ શરૂ કરીશ.

 

 

maheshmshah@yahoo.com        4-1-2011

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: