Posted by: vmbhonde | जुलै 1, 2011

હું હવે થાકી ગયો છું માણસોથી…!

રાતને દીવસ સતત કંઈને કંઈ માગ્યા કરે *

બંઘ આંખે, હાથ જોડે, શીશ ઝુકાવે, ઘુંટણીયાભેર થઈ જઈને પગે લાગ્યા કરે… *

ધુપને દીવા કરે, પુજન કરે, અર્ચન કરે છે ને કથાકીર્તન, હવનહોળી કરે, મારી સર્જેલી બઘી વસ્તુઓથી લલચાવે

મને ફળફુલ, નૈવેદ ને શ્રીફળ ધરેમાગણીની રોજ માળા ફેરવે, મણકા ગણે ને કોથળીમાં હાથ સંતાડ્યા કરે

હું હવે થાકી ગયો છું માણસોથી*

સકળ બ્રહ્માંડ ચૌદે લોકમાં નીવાસ મારો છે ધરા, પાતાળ ને આકાશમાં… * તો પણ મને પુરે છે મંદીરમસ્જીદોની જેલમાં, છું હું ઘણાં યુગોથી કારાવાસમાં, *

 

હું એક ઉર્જારુપ છું પણ સૌ અલગ નામે, અલગ રુપે હજારો ઘર્મને સ્થાપ્યા કરેહું હવે થાકી ગયો છું માણસોથી*માણસો સર્જીને કીઘી ભુલ મેં, આજે જુઓ મુર્તીઓ મારી સર્જે છે * હવે ડુબાડે છે, વીસર્જન પણ કરે છે, ઉત્સવો નામે સતત ઘોંઘાટ ગર્જે છે હવે… * રોડ પર કાઢીને શોભાયાત્રા, ડીસ્કોને ડીજે. તાલમાં જાહેરમાં નાચ્યા કરેહું હવે થાકી ગયો છું માણસોથી*માંગણી છે એડમીશન ને પરીક્ષામાં ટકા ને નોકરીઘંઘોસગાઈને સીમંત… * બંગલોને કાર, સીદ્ઘીસંપત્તી ને રોગમુક્તીએવી અઢળક માંગણોઓ છે અનંત મંત્રેલા દોરાઘાગાઓ અને તાવીજ બાંઘી મારી કાયમ માનતા માન્યતા કરે… *હું હવે થાકી ગયો છું માણસોથી…!

 

“dhruv shah” <dcs4257@yahoo.com       27-4-2011
Advertisements

Responses

 1. આ જ કવી મનસુખ નારીયાની બીજી રચના માણો..

  આંખ ખુલે તો સારું ! – મનસુખ નારીયા
  વહેલી મોડી આપણ સૌની આંખ ખુલે તો સારું !
  નહીંતર સુરજ સામે જુઓ; તોય હશે અંધારું !
  હોમ–હવનનાં કુંડાળાંનો રહ્યો છે ઘેરાવો,
  વીચારોનાં માંદળીયાંઓ માણસને પે’રાવો
  ક્યાં સુધી સૌ પીધા કરશે ચરણામૃતનો દારુ ?… વહેલી મોડી આપણ સૌની…

  ચમત્કારને નામે પોલંપોલ બધાયે ખેલ,
  સમજી લે વીજ્ઞાન, બધાયે સામે છે ઉકેલ,
  પુરાવા આધાર વગર કાં સ્વીકારે પરબારું ?… વહેલી મોડી આપણ સૌની…

  તું સદીઓએ બાંધેલા દોરા–ધાગાઓને છોડ,
  તું વહેમો પાછળ ઉંધે માથે કર મા દોડંદોડ,
  જે ઘેટાંઓની જેમ જીવે છે એને કેમ સુધારું ?… વહેલી મોડી આપણ સૌની…

  દુર દુરના ગ્રહો અમસ્તા તને જ શાથી નડે ?
  જ્યોતીષ, વાસ્તુ, જંતરમંતર, ચક્કરમાં કાં પડે ?
  અંધ બનેલી શ્રદ્ધાઓમાં કર મા જીવન ખારું. … વહેલી મોડી આપણ સૌની…

  – મનસુખ નારીયા, આચાર્ય, એ.વી.પટેલ હાઈ સ્કુલ, વર્ષા સોસાયટી, માતાવાડી, વરાછા રોડ, સુરત – 395 006 – (સભ્યઃ ‘સત્યશોધક સભા’)
  ફોનઃ (0261) 254 5772 મોબાઈલ–94268 12273 ઈ–મેઈલઃ vu2mnariya@gmail.com

  આવી વધારે સામગ્રી જોઈતી હોય તો મને લખજો..
  અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
  March 7, 2010


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: