Posted by: vmbhonde | जुलै 1, 2011

ખરાં છો તમે,

ખરાં છો તમે.

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

 

 

 

સગાં સગાં સૌ શું કરો છો ?

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,

સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.

છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,

દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.

ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,

બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.

મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,

કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.

જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી,

અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.

પંખી સમજે છે કે ચમન બદલાયું છે,

સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,

પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે છે

લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.


વનના સાત પગલા

(1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.

(2) બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.

(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.

(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,

કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે .

(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે,

કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.

(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે, મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.

(7) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે,

પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે…


 

૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.

૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં

૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?

૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય

તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો.

૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ.

દરેક માણસનો અંત તો એક સરખો જ છે.
‘મૃત્યુ’

મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.

૬. આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે, બે વર્ષે કે પાંચ વર્ષે મળે.
કદાચ આ જન્મે નહી તો આવતા જન્મે મળે. કર્મની ગતિ અતિ ગહન છે.

 

૭. એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે.

આ વાત જો સાચી હોય તો જરૂર કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે?


શું સુંદર વાત છે .

 

આપણા બધિર કાન તેં કેમ સાંભળતા નથી.

હવે વિચાર કરી અમલ કરવાની ઘડી આવી ગઈ છે.

૬૦ વર્ષની ઉમર વટાવી ચૂકેલા સર્વે માટે ખાસ.

” હવે કાઢ્યા એટલા નથી કાઢવાના.”

અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ,

પણ ઉપર જવા માટે કોઈ લાગવગ ચાલતી નથ એ સનાતન સત્ય છે.

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

અમૃત ઘાયલ


કમપ્યુટર શીખો,

ચાલો ત્યારે થાવ તૈયાર.

સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે.

તૈયાર ?

જો જીવનમાં હોય

ખુશી SAVE

ગમ DELETE

સંબંધ DOWNLAD

દોસ્તી FAVORITE

દુશ્મની ERASE

સત્ય KEY BOARD

જૂઠ SWITCH OFF

ચીંતા BACK SPACE

પ્યાર INCOMING ON

નફરત OUTGOING OFF

વાણી CONTROL

હંસી HOME PAGE

ગુસ્સો HOLD

મુસ્કાન SEND

દિલ WEB-SITE

આંસુ ALT

ધિક્કાર SPAM

સવારથી સાંજ ચીટકી રહો NET WORK

ઘરનાને ઘેલુ લગાવો VIRUS

શરૂઆત માં આટલું પૂરતું છે. જો આમાં તમે પાકા
થઈ જાવ તો બીજો અંક ફરી મળીએ ત્યારે.


ચાલો ત્યારે યાદ રાખવા બેસી જાવ.
વિદ્યાર્થિની ભાષામાં કહું તો ‘ગોખવા’ માંડો.

સુવિચાર-

30 દિવસમાં તંદુરસ્તી

30 દિવસમાં તંદુરસ્તી, 30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે

* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.

* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.

* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.

* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.

* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.

* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.

* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.

* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.

* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.

* સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.

* સમય ન વેડફો – મહામૂલી જણસ છે.

* અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

* દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.

* શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.

* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.

* વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.

* ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.

* મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.

* ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.

* અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.

* સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે.

* હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.

* તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

* ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.

* રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

 

“Rajendra Shukla” <surajendra001@gmail.com    11-6-2011

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: