Posted by: vmbhonde | मे 12, 2011

શ્રી મહર્ષિ અરવિંદ

 શ્રી મહર્ષિ અરવિંદ

 આધુનિક ભારતના ઘડવૈયા તરીકે અધ્યાત્મિક દ્રષ્ટિથી શ્રી મહર્ષિ અરવિંદનું મહત્વ ઘણું છે. એમનો જન્મ ૧૫ ઓગસ્ટ, ૧૮૭૨ના રોજ કોલકતા ખાતે થયો હતો. ઘરની આર્થીક પરિસ્થિતી સારી હોવાથી અને એમના મોટા ભાઇ લંડનમાં હોવાથી ૭ વર્ષની ઉંમરે એમને શિક્ષણ માટે ઇગ્લેંડ મોકલવામાં આવ્યા. જયાં તેમને સેંટ પાઁલ સ્કુલ લંડન અને કિંગ્સ કાઁલેજ, કેમ્બ્રીજમાં શિક્ષણ લીધું. ઘુડસવારીમાં ઉત્તિર્ણ ન થવાથી તેઓ આય.સી.એસ. ન થઇ શકયા. બાકી બધાજ વિષયોમાં પાસ હતાંજ. ત્યાં એમનો શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, વડોદરાના મહારાજાનો પરિચય થયો. મહારાજાની પારખી નજરે આ હીરાને તરત ઓળખી કાઢયો. અને જયારે પણ ભારત પાછા ફરો ત્યારે વડોદરા સંસ્થાનમાં આવવા માટેનું ભાવભીનું આમંત્રણ આપ્યું. અરવિંદ ૧૮૯૩માં ભારત પાછા ફર્યા અને ૧૩ વર્ષ સુધી વડોદરામાં મહારાજા સયાજીરાવ ના રાજયમાં નોકરી કરી. શરૂઆતમાં રેવન્યુ ખાતું પછી સેક્રેટરીયેટમાં. તે પછી બરોડા કોલેજમાં પ્રાધ્યાપક અને છેલ્લે ત્યાંજ પ્રિન્સીપાલ તરીકે જવાબદારી નિભાવી. વડોદરામાંજ એમણે ક્રાંતિકારી આંદોલનમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને ગુપ્ત કાર્યોમાં નેતાગીરી લીધી.
૧૯૦૬માં વડોદરાની નોકરી છોડી બંગાલ રાષ્ટ્રીય કોલેજમાં આચાર્ય તરીકે કોલકતામાં જોડાયા. સાથે-સાથે બંગભંગ આંદોલનમાં પણ ભાગ લઇ રાષ્ટ્રીય આંદોલનમાં મુખ્ય નેતા બન્યા. રાષ્ટ્રીય સ્તરે તેઓએ ટીળકને અનુસર્યા. તેઓ મવાળ નહી પણ જહાલ પક્ષમાં માનતા હતા. લાલ-બાલ અને પાલ આ ત્રિપુટી (લાલા લજપતરાય, બાળગંગાધર ટીળક અને બીપીનચંદ્ર પાલ ) ની કાર્યપદ્ધતિ સાથે તેઓ સહમત થતા હતા. એમણે કર્મયોગીન અને ધર્મ જેવા સામયિકો પણ ચલાવ્યા. તેઓ પહેલા નેતા હતા જેમણે પોતાના વંદેમાતરમ્ પેપરમાં સંપૂર્ણ સ્વાતંત્ર્યની માંગણી મુકી હતી. બેવાર કેસ થયા પરંતુ પુરાવા અભાવે તેઓ છુટી ગયા. આ કેસીસના લીધે તેઓને અલીપોર જેલમાં મુકવામાં આવ્યા હતા. ત્યારે એકાંતમાં તેઓ અધ્યાત્મિક ઉન્નતિના દ્રષ્ટિથી પ્રયત્નો કરતા હતા. એમ તો ૧૯૦૫માં જ વડોદરા ખાતે યોગ સાધનાની તેઓએ શરૂઆત કરી હતી. ૧૯૦૮માં પહેલીવાર તેમણે મુલતઃ અધ્યાત્મિક સાક્ષાત્કારનો અનુભવ કર્યો.
૧૯૧૦માં રાજનીતિથી નિવૃત્ત થઇ બ્રિટીશરાજ છોડી તેઓ પોંડીચેરી કે જે ફ્રેંચ શાસકોના હસ્તક હતું ત્યાં ગયા. ૪ વર્ષ માટે મૌન પાળી એકાંતવાસ કરી અધ્યાત્મિક અનુભૂતિ માટેના માર્ગ પર અગ્રેસર થયા. પોંડીચેરીમાં તેઓએ આર્ય નામનું માસિક શરૂ કર્યું જેમાં તત્વજ્ઞાન આધારીત ઘણાંબધા લેખો તેઓ લખતા હતા. પાછળથી પ્રકાશિત થયેલ દિવ્યજીવન, ગીતા ઉપરના નિબંધો, ઇશોપનિષદ વિગેરે પુસ્તકોના લેખો આ આર્ય માસિકમાં લખાયા હતા. ધીરે-ધીરે ત્યાં એમની સાથે સાધકો વધવા માંડયા જેથી રહેવા માટે તેમજ પોતાનું કાર્ય સુગ્રથીત રીતે ચાલે તે માટે ૧૯૨૬માં તેઓએ અરવિંદ આશ્રમ, પોંડીચેરીની સ્થાપના કરી. જેમાં ૨૦-૨૫ શિષ્યો હતાં. આજે એજ આશ્રમમાં ૪૦૦ વિદ્યાર્થીઓ સાથે ૧૨૦૦ સાધકો રહે છે. બીજા ઘણાં બધા ભકતો નજીકમાં જ રહે છે. ત્યાંના સાધકો સ્વતંત્ર રીતે પોતાની અધ્યાત્મિક પ્રગતિ માટે ચિંતન મનન કરી શકે છે. ત્યાંકોઇ કર્મકાંડ, ધ્યાન, યોગ ફરજીયાત નથી. મહર્ષિ અરવિંદ અને માતાજી છેલ્લે સુધી અહિંજ રહ્યા હતા. માટે ત્યાં બંને ની સમાધી છે. ૪૦ વર્ષના રહેઠાણમાં એમણે “ઇન્ટ્રીગ્રલ યોગ” નામની પોતાની નવી અધ્યાત્મિક સાધના પદ્ધતિ વિકસિત કરી. જેમાં તેઓ કહેતાં કે ફકત સાક્ષાત્કાર નહી પણ પૂર્ણ પરિવર્તન એજ માનવજીવનનું લક્ષ હોવું જોઇએ. અરવિંદો એ લખેલ પુસ્તકમાં સાવિત્રી એ મહાકાવ્ય પણ મહત્વનું છે. તેઓએ અતિન્દ્રિય દિવ્ય શકિતનું પૃથ્વીપર અવતરણ કરવાના પ્રયાસો છેલ્લે સુધી ચાલુ રાખ્યા હતા. ૦૫-૧૨-૧૯૫૦ રોજ તેઓએ મહાસમાધી લીધી.
 મીરા અલ્ફાસા આ નામથી જન્મેલ “માતાજી” નો જન્મ ૨૧-૨-૧૮૭૮ના રોજ પેરીસ ખાતે (ફ્રાન્સ)થયો. ત્યાંજ એમણે અધ્યાત્મિક સાધકોનું ગૃપ બનાવ્યું. અને ૧૯૧૪માં તેઓ શ્રી અરવિંદને મળવા પોંડિચેરી આવ્યા. ૧૯૨૦માં એ પાછા કાયમી વસવાટ માટે આવ્યા ત્યારપછી શ્રી અરવિંદે એમને આશ્રમની બધી જવાબદારી સોંપી. લગભગ ૫૦ વર્ષ સુધી માતાજીએ શ્રી અરવિંદ સાથે અને તેઓના સમાધી પછી પણ ૧૯૭૩ સુધી મહર્ષિ અરવિંદના કાર્યનું વહન કર્યું. અરવિંદ આશ્રમને બહુઉદ્દેશીય અધ્યાત્મિક સંઘટન બનાવનાર માતાજી જ હતા. ૧૯૬૮માં ઓરોવીલે આ આંતરરાષ્ટ્રીય ટાઉનશીપ બનાવનાર તેઓજ હતા. જેના ઉદ્ધાટન સમારોહમાં ભારતના બધાજ રાજયોના તથા વિશ્વ્વના ૧૨૪ દેશોના પ્રતિનિધીઓએ ભાગ લીધો હતો.
 અરવિંદ આશ્રમમાં આજે લગભગ ૮૦ જેટલા વિભાગો છે જેમાં ખેતી, બગીચા, આરોગ્ય, અતિથી ભવન વિગેરે આવે છે. પણ મુખ્ય તો આર્ટગેલરી છે જેમાં ૨૫ હજારથી વધારે પેન્ટિંગનો સંગ્રહ કરવામાં આવેલ છે. ૧૯૫૪માં સ્થપાયેલ વાંચનાલયમાં આજે ૨૫ ભાષાઓમાં ૮૦૦૦૦થી વધુ પુસ્તકોનો અલભ્ય સંગ્રહ કરવામાં આવ્યો છે. માતાજીએ ડીસેમ્બર ૧૯૪૩માં જે શાળા સ્થાપન કરી હતી તે ૧૯૫૯થી શ્રી અરવિંદો ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એજયુકેશન તરીકે કામ કરે છે. જેમાં બાલમંદિરથી મહાવિદ્યાલયીન શિક્ષણ સુધીની વ્યવસ્થા છે. ભારતના બધાજ રાજયો તેમજ વિદેશથી પણ વિદ્યાર્થીઓ આવે છે. ત્યાં ભાષાઓ જેવીકે અંગ્રેજી, ફેન્ચ, સંસ્કૃત તેમજ ગણિત, વિજ્ઞાન, તંત્રજ્ઞાન સાથે શારીરિક શિક્ષણ (સ્નાનાગાર, જુડો, વ્યાયામશાળા, ફૂટબોલ, ક્રિકેટ, હોકી વિગેરે) અને ચિત્રકામ, રંગકામ, હસ્તકલા, સંગીત, નૃત્ય, નાટય વિગેરે કલાઓનું પણ શિક્ષણ આપવામાં આવે છે. શ્રી અરવિંદો પોતે કહેતા કે સરળ, સહજ, સ્વાભિમાની માનવ તરીકે આગળ વધવું એ જ પોતાનું જીવનકાર્ય હોવું જોઇએ. તે પ્રમાણે અહીંના વિદ્યાર્થીઓને તાલીમ સાથે માનવતા પણ શીખવાડમાં આવે છે. આશ્રમની પ્રવૃત્તિઓમાં હાથ બનાવટનો પેપર, વણાંટ ઉદ્યોગ, ભરતકામ, અગરબત્તી, અત્તર, ફર્નિચર, આયુર્વેદિક દવાઓ, ઓટોકેર સેવાઓ વિગેરેનો પણ સમાવેશ થાય છે.
 હૈદરાબાદ ખાતે ૧૯૬૫ થી શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય શાળા ખોલવામાં આવેલ છે. જેમાં ૧૨૦૦ વિદ્યાર્થીઓ બાલમંદિરથી ૧૦માં ઘોરણ સુધીનો અભ્યાસ કરે છે. મદર્સ ઇન્ટરનેશનલ સ્કુલ ન્યુ દિલ્લીમાં ૨૧૦૦ વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. અમેરીકા, કેનડા જેવા ઘણાં બધા દેશોમાં ઇન્ટીગ્રલ યોગના શિબીરો થાય છે. ભારતભરમાં ઘણે બધે ઠેકાંણે અલગઅલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે. દાંડીયા બજાર, વડોદરા ખાતેના અરવિંદ આશ્રમમાં પણ યોગ શિબીરો, આરોગ્ય શિબીરો, સંગીત સાધના વિગેરે કાર્યક્રમો થતાંજ હોય છે જેના અમે સાક્ષી છીએ.
 દિવ્ય સજાગતા, આત્મસાક્ષાત્કાર, દિવ્યની સાથે સતત રહેવું અને અતિન્દ્રિય શકિતનું અવતરણ માનવ જીવનના પરીવર્તન માટે  આ હતુ મહર્ષિ શ્રી અરવિંદનું તત્વજ્ઞાન. ૧૯૪૭માં આપણને મળેલ ખંડીત  સ્વાતંત્ર્ય પછી તેઓએ કહ્યું હતું કે ” હું ભારત અખંડ થતું જોઇ રહ્યો છું. આ એજ ભારત હશે કે જે અધ્યાત્મિકતા થી પુરા વિશ્વ્વને દોરશે.” એમનું આ સ્વપ્ન સાકાર કરવા માટે આપણે બધાંજ પોતાનું યથાશકિત યોગદાન આપીએ એજ અભ્યર્થના.

વિલાસ ભોંડે  ૧૦-૦૧-૨૦૧૧
૧૦૯/૧૧૦  બી, શ્રેણિક પાર્ક, અકોટા સ્ટેડીયમ સામે,
પ્રોડકટીવીટી રોડ, વડોદરા  ૩૯૦૦૨૦.
ફોન ઃ ૦૨૬૫  ૨૩૫૬૫૩૮.
ઇમેલ ઃ વ્મ્બ્હોંન્દ્રુેંશ્ચય્ઙહોંોં.ચેં.ન્િં

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: