Posted by: vmbhonde | मे 12, 2011

શ્રી ગાડગે મહારાજ

શ્રી ગાડગે મહારાજ

 ૧૮૭૬મા શેડગાવ, જી. અમરાવતી (મહારાષ્ટ્ર) ખાતે જન્મેલ સંતશ્રી ગાડગે મહારાજનું સાચુ નામ દેબુજી જીગરાજી જાનોરકર હતું. એમના પિતાજી જાતે ધોબી હતા અને નાના ખેડૂત પણ હતાં. પણ તેઓને દારૂનું વ્યસન હોવાથી ગાડગે મહારાજ એમના કાકાની ત્યાં મોટા થયા. ઘણા ગરીબ હોવાથી અને પિતાજીના દારૂના વ્યસનને કારણે એમનું ખેતર ગામના સાવકારે ઝડપી લીધુ અને કુટુંબને ગામમાંથી ભગાડી મુકયા. નાનપણથીજ તેઓ મજુર તરીકે કામ કરવા માંડયા. એકવાર ખેતરમાં પક્ષીઓથી અનાજના દાણા બચાવતી વખતે બાજુમાંથી જતા એક સાધુએ હસીને કીધુ ” તને લાગે છે કે આ તારૂ અનાજ છે” આ પ્રશ્વ્નથી એમના મનમા ઝબકારો થયો. કોઇકે સાચેજ કીધુ છે આધ્યાત્મીક સાક્ષાત્કાર માટે એક ક્ષણ અને એક ટકોર પુરતી હોય છે. ગાડગેજી મહારાજને વિચાર આવ્યો કે આમા મારૂ શું છે. બધુતો ઉપરવાળાએ બનાવેલ છે. તો આપણે બધા મારૂ-તારૂ કરીને કેમ સંગ્રહ કરીએ છીએ અને ઝઘડા કરીએ છીએ. બસ ત્યારથી તેઓએ નવો મંત્ર લોકોમાં પ્રસારીત કર્યો “આપો”. ભૂખ્યાને ખાવાનું આપો, જરૂરીયાતમંદને મકાન આપો, ઉધાડાને કપડા આપો, જાનવર તથા ઝાડને સંરક્ષણ આપો, ગામડાઓમાં છોકરીઓના લગ્ન માટે મદદ આપો, તેઓ કહેતા સ્વચ્છ અને સાદા રહો, વ્યસનોથી દૂર ભાગો, પર્યાવરણની ચિંતા કરો, પોતાના મૃત્યુસુધી ગાડગે બાબા સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ગામે ગામ ફર્યા. તે વખતના મુંબઈપ્રાંતના મુખ્યમંત્રી શ્રી બી.જી. ખેર સાહેબે તેમણે બધે ફરવા માટે મોટરગાડી આપી. આપણાં જેવા સાદા કેટલાય કાર્યકરોને તેઓ પોતાની સાથે કારમાં લઇ ગામડાઓમાં જતા. રોજ સવારે ઓછામાં ઓછા બે કલાક સાફસફાઇ અને સ્વચ્છતા કરવાનું નક્કીજ હતું. તે પછીજ બધાને પીવા માટે પાણી મળતું. એના લીધે ગામડાઓના લોકો એમને ખૂબ પ્રેમ કરતા. એમના પોતાના પ્રકલ્પો માટે બધેથી પૈસા મળી રહેતા. એમણે બંધાવેલ કેટલીબધી ધર્મશાળાઓ, વિદ્યાર્થીઓની શાળાઓ, પાંજરાપોળ અને ગામડાઓના આરોગ્યધામ આજે પણ કામ કરી રહ્યા છે. કોઇકે સાચેજ કીધુ છે કે ગાડગે મહારાજ અમારા માટે ગાંધીજી જેવા કે તેમનાથી પણ મોટા હતા. તેઓ કાયમ પોતાના માથે થાળી રાખતા. કોઇપણ ગામમાં જઇને તરત રસ્તાની સાફસફાઇમાં લાગી જતા. એમના સત્સંગમાં ભગવાનની પ્રાર્થનાની સાથેસાથે દરીદ્રી નારાયણની સેવા એ મુખ્ય મંત્ર રહેતો. ગાડગે મહારાજ કોઇપણ ઠેકાણે બે-ચાર દિવસથી વધારે રહેતા નહી. તેઓ હમેશા જલ્દીમાં અને પોતાના ધ્યેય માટે દોડતાજ રહેતા.
 મહારાષ્ટ્ર સરકાર તરફથી સપ્ટેમ્બર ૨૦૦૦માં ગાડગે મહારાજ સ્વચ્છતા અભિયાન ઉજવાયું જેમાં મહારાષ્ટ્રના ૪૨ હજાર ગામડાઓમાંથી ૩૩ હજાર ગામડાઓએ ભાગ લીધો. હવે એ કાર્યક્રમ દરવર્ષે ઉજવાય છે. ગામડાઓના વિદ્યાર્થીઓને શાલેય શિક્ષણ નથી મળતુ એ જોઇ ૪૨ શાળા તથા હોસ્ટેલ્સનું નિર્માણ કર્યું. ૧૯૫૨માં ગાડગે મહારાજ મિશન આ નામે ટ્રસ્ટ કરી બધાનું સંચાલન ટ્રસ્ટને સોપ્યું. પુનાની મોટી ધર્મશાળા (ઘણી બધી ધર્મશાળાઓમાંથી એક) આજે પણ પ્રવાસીઓને સેવા આપી રહેલ છે. પુના પાસે ઓતુર ગામમાં વિદ્યાલય, માધ્યમીક આશ્રમશાળા, આદિવાસી છાત્રાલય, વિદ્યાર્થીની છાત્રાલય, અનાથાલય, પાળણાઘર, બાલકમંદિર એવી ઘણી બધી પ્રવૃત્તિઓ આજે પણ કાર્યરત છે. ૧૯૪૦માં તેઓએ વાળગાવ ખાતે વૃદ્ધાશ્રમ પણ સ્થાપન કર્યો હતો. મુંબઇનું એક કોલેજ સંત ગાડગે મહારાજ કોલેજના નામથી ચાલી રહ્યું છે. અમરાવતી યુનિવર્સિટીને મહારાષ્ટ્ર સરકારે સંત ગાડગેબાબા યુનિવર્સિટી આ નવું નામાભિધાન કર્યું છે.
 તેઓને સંત કહેવા કે સામાજીક કાર્યકર કહેવા એ પણ એક પ્રશ્વ્ન છે. “ગોપાળા ગોપાળા દેવકીનંદન ગોપાળા” આ ભજનથી તેઓ ગામેગામ કિર્તન કરતા. કિર્તનમાં માનવતા તથા કરૂણાનો સંદેશ આપતા. જે માટે કબીરના દોહાનો ઉપયોગ કરતા. અંધશ્રદ્ધા તથા ખરાબ પ્રથાઓનો વિરોધ, જાનવરોનું બલિદાન આપવાની ધાર્મિક રૂઢીનો વિરોધ અને શરાબના વ્યસનની મુકિત માટે કિર્તનનો ઉપયોગ થતો. બધામાં સાચા સંસ્કારોનું જાગરણ થાય એ માટે એમણે પોતે સતત કામ કર્યું, સાદુ જીવન વ્યતિત કર્યું અને ગરીબોની નિસ્વાર્થ સેવા કરી. એ માટે એમણે પોતાના કુટુંબનો પણ ત્યાગ કર્યો.
 તેઓ૧૯૫૬માં મુંબઇમાં બહુ બિમાર થયા.તે વખતે પણ એમણે રસ્તા પર સાફસફાઇનું કામ કરવું હતુ. જયારે દવાખાને લઇ ગયા ત્યારે દવા લેવાની મનાઇ કરી અને કહ્યું કે અમરાવતીમાં આપણે બનાવેલ પાંજરાપોળમાં લઇ જાવ. રસ્તામાં જતાજતા જ પેઠી નદીના કિનારે વાનગાવ પાસે તેઓએ દેહત્યાગ કર્યો. એ દિવસ હતો  ૨૦ ડિસેમ્બર ૧૯૫૬. એમની અંતિમયાત્રામાં દૂરદુરથી લોકો પોતાની સાથે ચંદનના લાકડા તથા ધીના ડબ્બા લઇ આવ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના ખૂબ મોટા સામાજીક સુધારાવાદી સંત પુરૂષ હતા. બીજાબધા સંતોથી એમનો દેખાવ પૂર્ણતઃ વિરૂદ્ધ હતો. તેઓ એવા સાચા સંત હતા કે જે લોકોના પ્રશ્વ્નો સમજે અને ગરીબ તથા જરૂરતમંદોના ઉત્થાન માટે અથગ પ્રયાસ કરે. ભારતમાતાના ખોળામાં આવા કેટલાય સંત મહાત્માઓએ જન્મ લીધો અને જન સામાન્યના ઉદ્ધાર માટે કામ કર્યું. આપણે પણ એ જ કડી માં આગળ વધવા માટે પ્રયાસ કરીએ તો આવા સંતોના સપના સાકાર થશે.

વિલાસ ભોંડે  ૦૨-૦૩-૨૦૧૧
૧૦૯/૧૧૦  બી, શ્રેણિક પાર્ક, અકોટા સ્ટેડીયમ સામે,
પ્રોડકટીવીટી રોડ, વડોદરા  ૩૯૦૦૨૦.
ફોન ઃ ૦૨૬૫  ૨૩૫૬૫૩૮.

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: