Posted by: vmbhonde | मार्च 3, 2011

બાપા સીતારામ

બાપા સીતારામ

પૂજય શ્રી બાપા સીતારામ તરીકે આપણે બધાં ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. જેઓ ભાવનગર જીલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. મુળથીએ રામાનંદી સાધુ. ૧૯૦૬માં (ચોકકસ તારીખ ખબર નથી) ઝાંઝરી્યા હનુમાન મંદિરમાં ગામ અધેવાડા ભકિતરામ તરીકે માતા શિવકુંવરબા ના ખોળામાં જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ ગામમાં બધાની માન્યતા એવી હતી કે ભકિતરામ એ ભગવાન શેષ નારાયણના પૂર્ણ અવતાર છે. એમને ગામમાંજ બીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ૧૯૧૫ માં પહેલીવાર નાસિક કુંભમેળાના દર્શન કર્યા. જયાં એમનો એમના ગુરૂ પૂજયશ્રી સીતારામદાસ બાપુ (જેમનો આશ્રમ આયોધ્યા ખાતે ઉત્તરપ્રદેશમાં હતો) સાથે મેળાપ થયો. એમના માર્ગદર્શન હેઠળ બાપા એ એમની મુખ્ય સાધના ચિત્રકુટ પર્વત પાસે  (મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના સીમાપર)મંદાકિની નદી પર કરી. ૨૮ વર્ષની ઉમરે એમને યોગસિદ્ધિ પ્રાપ્ત થઇ. એમના ગુરૂએ એમને પોતાનો માર્ગ નક્કી કરવા કહ્યું અને એમનું નામ બજરંગદાસ બાપા રાખ્યું. બાપાએ બધાને પછીથી બાપા સીતારામ તરીકે ઓળખાવા માટે કહ્યું. જેથી એમાં એમના ગુરૂનું તથા શ્રીરામ ભગવાનનું નામસ્મરણ થાય. જયારે એ ૩૦ વર્ષના હતા ત્યારે હિમાલય યાત્રાએ ગયા. પછી ભારત ભ્રમણ કરતાં મુંબઇ, સૂરત લક્ષ્મીમંદિર, ધોલેરા (૧ વર્ષ), ભાવનગર (૫ વર્ષ), પાલીતાણા (૫ વર્ષ),અને પછી ૪૧મા વર્ષે તેઓ શ્રી બગદાણામાં આવ્યા અને ત્યાં સ્થિર થયા.
 એમણે ઘણાં ચમત્કાર બતાવ્યા, પરંતુ એમને એના માટે બહુ પ્રચાર-પ્રસાર ના કર્યો. ચમત્કારો માટે એ ભગવાનનો આભાર માનતા. એકવાર મુંબઇમાં ઘણાં બધા સંતો સાથે એમના ગુરૂ સીતારામજી પધાર્યા. સમુદ્ર કિનારા ઉપર ચોપાટીમાં મુક્કામ હતો. ગરમીના દિવસો, પાણી કયાંથી લાવવું ?  ગુરૂએ એમને આજ્ઞા કરી કે બજરંગદાસ બધા માટે પાણીની વ્યવસ્થા કરો. તેઓને કાંઇજ ખબર ન હતી. પણ એમણે ગુરૂનું નામ લઇ ત્યાંજ રેતીમાં ખોદવાનું ચાલુ કર્યું અને થોડીક વારમાં ગંગાજીનું શુદ્ધ-મીઠું પવિત્ર પાણી પ્રગટયું. બધા આ ચમત્કાર જોઇ આશ્ચર્ય ચકિત થયા. બધાની તરસ મટી એ જોઇ ગુરૂજી ખુશ થયા. એમણે એમને પોતાની રીતે સમાજના ભલા માટે કામ કરવાની પરવાનગી આપી. અને ગામડાનાં લોકોના જીવન ઉદ્ધારનું કાર્ય કરવાનો આદેશ આપ્યો. બગદાણા આવી ત્રિવેણી સંગમ જોતા ત્યાં રહેવાનું મન કર્યું અને ત્યાના સ્થાનિક સ્ત્રોતોનો ઉપયોગ કરી લોકોનું જીવન ધોરણ સુધારવાનું કામ એમણે શરૂ કર્યુ. બગદાણા ગુરૂ આશ્રમમાં તેઓ ૩૦ વર્ષ રહ્યા. અહીં સેવા અને સમાજ સુધારણાની અખંડ ધુણી ધુણાવી. બગદાણામાં રહી આસપાસના તમામ વિસ્તારોમાં સેવા અને લોકોના ઉધ્દારના અનેક કામો કર્યા.

 
 તેઓ ફકત ધાર્મિક અને આધ્યાત્મિક સંતજ નહોતા. પણ પ્રખર દેશ ભકત પણ હતા. પુજય બાપાએ ૧૯૬૨,૬૫,૭૧ માં પાકિસ્તાન અને ચીન સાથેના યુધ્દ વખતે સરકારના સંરક્ષણ ખર્ચાઓમાં મદતરૂપ થવા માટે પોતાની બંડીસાથે આશ્રમની બધીજ વસ્તુઓંની લિલામી કરી અને પૈસા ઉભા કર્યા હતા. આશ્રમ ખાતે ૧૯૫૯ થી અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ. આશ્રમમાં આવનાર બધાજ ભાવિકોને પુરેપુરો ધર્મલાભ મળે એનો એ ખ્યાલ રાખતા. તેઓએ ૯-૧-૭૭ ના રોજ બગદાણામાંજ શાંતિથી દેહ છોડ્યો હતો.
 એમની પ્રેરણાથીજ “જય સિતારામ સેવા” આ નામથી એક ટ્રસ્ટની સ્થાપના થઈ છે, જે પ્રયત્ન કરે છે કે ગામડાના લોકોનાં આર્થિક પ્રશ્નો સારી રિતે ઉકેલાઇ જાય. ટ્રસ્ટના સ્વયંસેવકો જાતે બધે જઇને મદત રૂપ થવાનો પ્રયત્ન કરે છે. પુર, ધરતીકંપ, દુકાળ જેવા સંકટોના સમયમાં ગ્રામજનો માટે તેઓના પ્રશ્નો પોતાના માથે લઈને ઉકેલવામા આવે છે. સંસ્થા તરફથી ભજન મંડળ શુરૂ કરેલ છે, જેથી ભકિત માર્ગનો પ્રચાર પ્રસાર થાય. આરોગ્ય અને સુરક્ષાના ક્ષેત્રમાં પણ કામ થઇ રહેલ છે. અમદાવાદના જાનકી ગોસેવા આશ્રમના ગાયોના ઘાસ ચારા માટે દાન આપવામાં આવેલ. શાવડી પ્રાથમિક શાળામાં પણ બેસવા માટે બાકડા અને ૭૦૦ વિદ્યાર્થીઓના પિવાના પાણીની સુવિધા માટે મદત આપેલ છે. વડોદરામાં રસ્તા ઉપર રખડતા છોકરાઓ માટે ફુડ પઁકેટ વિતરણનો કાર્યક્રમ હાથ ધરેલ છે. શ્રીરામ મંદિર ગૌસારા જુનાગઢ ના ગાયો માટે ખાદ્યસામગ્રી તથા દવાઓ મોકલાયેલ છે. રકતદાન કાર્યક્રમ, ગરીબ ઘરની છોકરીના લગ્નનો ખર્ચ ઉઠાવો વિગેરે અલગઅલગ જાતના સેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવેલ છે.
 બગદાણા મંદિરનો ધ્વજ બહુ દૂરથી પણ જોઇ શકાય છે. મંદિરનો પરિસર ખૂબ સારી રીતે વિકસીત કરવામાં આવેલ છે. ત્યાં એક સમાધિ મંદિર અને તે સીવાય રામ પંચાયતનની મૂર્તિઓ વાળુ મંદિર છે. મંદિરમાં આવનાર બધાજ ભાવિકોને પ્રસાદનો લાભ આપવામાં આવે છે. રોજે લગભગ ૧૦ થી ૧૫ હજાર અને રવિવારે ૨૫ થી ૩૦ હજાર ભકતો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. પૂર્ણિમા અને ગુરૂ પૂર્ણિમા જેવા બીજા ઉત્સવોમાં પ્રસાદ લેનારની સંખ્યા ૨ થી ૨.૫૦ લાખ જેટલી થાય છે. અહિંયા નાતજાતના, ધર્મના કોઇપણ ભેદભાવ વગર પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

 
 બાપા એટલે જાણે મોટી ઉમરનું બાળક – તદ્દન સહજ, સરળ, નિર્દોષ. તેઓ નાના બાળકો જોડે હુતૂતૂ, ગિલ્લી દંડા પણ રમતા. મોટાઓ જોડે તેઓ સીધા સાદ સંત તરીકેની વાતો કરતા. તેમણે કદી સ્નાન, તિલક, માળા, પૂજાપાઠ, ચેલા ચેલીના પ્રદર્શન કર્યા નહી, નથી કોઇ પંથ કે સંપ્રદાય સ્થાપ્યો, ફંડ ફાળો ઉધરાવવાની કોઇ વાત નહી, ખોટા ચમત્કારની વાતો ફેલાવવાની મનાઇ. આવા પરમ પૂજય શ્રી બજરંગદાસજી ઉર્ફે બાપા સીતારામ મહારાજને પૂર્ણ નમ્રતાથી પ્રણામ. ચાલો આપણે બાપાએ ચિંધેલ સેવા અને સદાવ્રતના માર્ગે ચાલતા રહીએ.

          વિલાસ ભોંડે ૧૫.૧૦.૨૦૧૦

Advertisements

Responses

  1. really all post r very very good
    in which site u can find this information of bapa sitaram
    chandan

  2. bapa sita ram


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: