Posted by: vmbhonde | जानेवारी 9, 2011

ધર્મ અને વીજ્ઞાન

  ધર્મ   અને   વીજ્ઞાન

અંધશ્રદ્ધા   છે   આંધળી,   વહેમને   વંટોળે   વહે;
અતીશ્રદ્ધા   છે   અવળચંડી,   વેવલાપણાંનાં   વાવેતર   કરે.
યુરોપે   અટપટાં   યંત્રો   શોધી   ફીટ   કર્યાં   ફૅક્ટરીમાં;
આપણે   સીદ્ધીયંત્રો   બનાવી ,   ફીટ   કર્યાં   ફોટામાં.
પશ્ચીમે   ઉપગ્રહ   બનાવી,   ગોઠવી   દીધા   અંતરીક્ષમાં;
આપણે   ગ્રહોના   નંગ   બનાવી,   મઢી   દીધા   અંગુઠીમાં.
જાપાન   વીજાણુ   યંત્રો   થકી,   સમૃદ્ધ   બન્યું   જગમાં;
આપણે   વૈભવલક્ષ્મીનાં   વ્રતો   કરી,   ગરીબી   રાખી   ઘરમાં.
અમેરીકા   વૈજ્ઞાનીક   અભીગમથી   બળવાન   બન્યો   વીશ્વમાં;
આપણે   ધાર્મીક   કર્મકાંડો   થકી,   કંગાળ   બન્યા   દેશમાં.
પશ્ચીમે   પરીશ્રમ   થકી,   સ્વર્ગ   ઉતાર્યું     લોકમાં;
આપણે   પુજાપાઠભક્તી   કરી,   સ્વર્ગ   રાખ્યું   પરલોકમાં.
ઍડવર્ડ   જેનરે   રસી   શોધી,   શીતળા   નાબુદ   કર્યા   જગમાં;
આપણે   શીતળાનાં   મંદીર   બાંધી,   મુર્ખ   ઠર્યા   આખા   જગમાં.
પર્યાવરણપ્રદુષણથી   જયારે   જગત   આખું   છે   ચીંતામાં;
આપણે   વૃક્ષો   જંગલો   કાપી,   લાકડાં   ખડક્યાં   ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો   દંભ   ને   વળગાડ,   લોકોને   પીડે     દેશમાં;
ફાલતુશાસ્ત્ર   છે   ,   છેતરાશો   નહીં,   ઠગનારા   ઘણા   છે     દેશમાં.
સાયંટીફીકલી   બ્લડ   ચૅક   કરી,   ઍંગેજમેન્ટ   કરે   પશ્ચીમમાં,
સંતાનોને   ફસાવી   જન્મકુંડળીમાં,   લગ્નકુંડાળાં   થાય     દેશમાં.
લસણડુંગળીબટાકા   ખાવાથી   પાપ   લાગે     દેશમાં,
આખી   ને   આખી   બેન્ક   ખાવા   છતાં   પાપ     લાગે     દેશમાં.  

yogesh.chaudhary@stergel.com                                                        31-12-10


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: