Posted by: vmbhonde | जानेवारी 9, 2011

આંધળી માનો કાગળ:

આંધળી માનો કાગળ:

 અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;  ગીગુભાઇ નાગજી નામે.
 

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારારોવું મારે કેટલા દ્હાડા ?
 
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે પાણી જેમ પઇસા વેરે.
 
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડીગરીબની છે મૂડી.
 
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,

તારે પકવાનનું ભાણુંમારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાંપાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ આપે કામ,
તારે ગામ વીજળીદીવામારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરોઆવ્યો ભીખ માગવા વારો.

 
 
The Reply from her son from Canada

કેનેડીયન દિકરાનો જવાબઃ

 
માડી તારો દિકરો, ગ્યો કેનેડા, કમાવા કાજે….
શું લખું તને, કશું  કહેવા જેવું નથી આજે….
પાંચ વરસ પાણીમાં ગ્યા….હજુ શેરીંગમાં રહેતો સાંજે….
તું નિત નવા લૂગડાંની કરે છે વાતપણ જીન્સનું એક પેન્ટ રાખ્યું છે પાસ.
 
રોજની તો ક્યાં વાત કરૂંમહિને એક્વાર ધોવાય તો યે ખાસ….      
       
બાધ્યુંટિફીનનું ખાવું પડે છે, મળે છે માપોમાપ
દવાદારૂની ચિંતા નથી, સરકાર છે માઇ ને બાપ…!

માં, તારો કુબો તો કંઇકે સારોઅહીં બેઝ્મેન્ટ્માં આવે છે વાસ
ભલે પી યે ટિમહોર્ટનની કાળી કોફી, તો યે નથી બુઝ્તી પ્યાસ

તન તોડીને,ડિગ્રી ભૂલીને,જે મળે તે કરીએ છે કામ,
આખો દાડો રોતા રહીને, રાતે ભજીયે રામ

 ત્યાં લોકોને એમ છે કે, અહીં પૈસાના ઝાડ..!
ઊંચી ઊંચી બિલ્ડીંગોના ઊંચા ઊંચા પહાડ

બિલ્ડીંગોની બારીએ બારીએ દિવા,
પણ પૈસા નથી મારે ઝેરે પીવા….

તારે ખૂટી છે જાર, પણ મારે અહીં બિલોની વણઝાર,
ખૂટે બીજું બધું, નથી ખૂટતી ઉઘરાણીની ભરમાર….

દેખતો થઇને કુવામાં પડ્યો,
સ્વર્ગની સીડી સમજીને પ્લેનમાં ચઢ્યો….

સાપે છછુંદર ગળ્યાનો વારો,
મારે નથી અહીં કોઇ આરોઓવારો

વાંક આમાં દેખું છું મારો,
ભુલી જજે તું દિકરો તારોRight-click here to download pictures. To help protect your privacy, Outlook prevented automatic download of this picture from the Internet.

“dhruv shah” <dcs4257@yahoo.com                                15-11-10
Advertisements

Responses

 1. It is really good and fact.
  Is it possible to mail me original version of reply by son to blind mother.

 2. Reality as well as FACTS of LIFE put on a paper,it is very much touching heart & eye opening.

 3. Well said TRUTH & REALITY. Tese are facts that everyone has to face but only few brave hearts can put them in words.
  BEST PLACE IN WORLD IS HOME SWEET HOME
  Thanks
  Hitesh Bhonde

 4. Well said TRUTH & REALITY. These are facts that everyone has to face but only few brave hearts can put them in words.
  BEST PLACE IN WORLD IS HOME SWEET HOME
  Thanks
  Hitesh Bhonde


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: