Posted by: vmbhonde | ऑक्टोबर 29, 2010

હસતાં હસતાં…! !

જગો પ્રવચનમાંથી આવ્યો અને આવતાંની સાથે જ પોતાની પત્નીને ઊંચકીને ફરવા લાગ્યો ! એટલે તેમનાં પત્નીને નવાઈ લાગી અને પૂછયું, “શું વાત છે, આજે કેમ ખૂબ ખુશ છો ?”

જગો કહે : પ્રવચનમાં સંત મહાત્મા કહેતા હતા કે, તમારાં દુઃખ અને મુશ્કેલીને હસતા હસતા ઉપાડી લો ! એટલે હું તને આજે ઉપાડીને ફરી રહ્યો છું !!!

*********
સંતા : મેં તને પત્ર લખ્યો હતો તો પણ તું મારા લગ્નમાં કેમ ન આવ્યો?
બંતા : મને પત્ર જ નથી મળ્યો.
સંતા : મૂર્ખા મેં પત્રમાં લખ્યું તો હતું કે પત્ર મળે કે ન મળે પણ લગ્નમાં જરૂરથી આવજે.  
********
વનિતા : વનમાળીને કહે છે, સાંભળો છો ! તમને મારી સુંદરતા વધારે ગમે છે કે… મારું સુડોળ શરીર ?
વનમાળી : મને… તારી… આ મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે… !
*********
ટીનુ : કનુ, આ કૂતરાને ક્યાં લઈ જાય છે ?
કનુ : દવાખાને.
ટીનુ : કેમ ? તારી પત્નીને કરડયો તેથી દાંત કઢાવવા ?
કનુ : ના, દાંત વધુ અણીદાર કઢાવવા.
*********
ડાકુઓએ ચમનસિંહના ઘરમાં ધાડ પાડી ને ઘરમાં ઘૂસી ગયા
ડાકુઃ સોના કહાં હૈ જલદી બતાઓ વરના માર દેંગે
ચમન સિંહઃ જહાં મરજી પડે સો જાવ પૂરા ઘર ખાલી પડા હૈ!  
*********
ટીચરઃ (બંટીને) બંટી, આ વખતે તારી હાજરી ખૂબ જ ઓછી છે એથી હું તને પરીક્ષામાં નહીં બેસવા દઉં
બંટી : સર કંઈ વાંધો નહીં હું ઊભા ઊભા જ પરીક્ષા આપીશ.
********
શાંતાબેને પોતાના પતિના મરણના તેરમા પર બધાને જમવાનું કીધું. પરંતુ પોતાની પાડોશમાં રહેતા કાંતાબેનને કહેવાનું ભૂલી ગયાં.
આ જોતાં જ ગુસ્સે થઈ કાંતાબેન બોલ્યાં, કોઈ વાંધો નહીં મારા પતિને પણ મરવા દે, ત્યારે તને પણ હું એમના તેરમામાં નહીં બોલાવું.
*********
પિતા (રોહનને)- બેટા, બુદ્ધિશાળી લોકો બેવકૂફોની વાતનો જવાબ ન આપે. માત્ર હસી નાખે.
રોહન- એટલે જ તો પપ્પા, પરીક્ષામાં મેં સવાલો વાંચ્યા અને હસીને આવી ગયો!
********
બબલૂ ગણિતમાં નપાસ થયો.
તેના પપ્પાએ ખિજાઈને કહ્યું – નપાસ કેવી રીતે થયો?
બબલૂ – હું શું કરું? ટિચર પોતે જ ગૂંચવાયેલા હતા અને અમને બધાને પણ ગૂંચવી દીધા.
પપ્પા – એટલે?
બબલૂ – એક દિવસ ટિચર કહી રહ્યા હતા કે પાંચ વત્તા પાંચ બરાબર દસ થાય. બીજા દિવસે એમણે કહ્યું કે સાત વત્તા ત્રણ બરાબર દસ થાય. ત્રીજા દિવસે પાછું કહ્યું કે છ વત્તા ચાર બરાબર દસ થાય, હવે તમે જ કહો, આમાંથી સાચું શું માનવું?
**********
મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.

‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’

મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !’

GAEKWADMV@iocl.co.in                              28-10-2010


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: