Posted by: vmbhonde | ऑक्टोबर 27, 2010

ઠંડા આઇસક્રીમનો મીઠો ઈતિહાસ

કોનો લેખ છે તે ખબર નથી કદાચ કાંતિ ભટ હોય તેમ લાગે છે

ઠંડા આઇસક્રીમનો મીઠો ઈતિહાસ

અમારે ગામડેથી ભાવનગર કે રાજકોટ જવાના રસ્તા પર અમને સૌથી મોટું આકર્ષણ ૭૦
વર્ષ પહેલાં આઇસક્રીમનું હતું. આઇસક્રીમની વાત આવે ત્યારે ઘણાના મોઢામાં પાણી
છુટી જાય છે. પણ એમાં કોઈએ પણ શરમાવા જેવું નથી.

ભાવનગરના ખાર ઝાંપે મોહમ્મદભાઈ ઇટાલિયન આઇસક્રીમનો હાથથી ચલાવવાનો સંચો લઈ
બેસતા. ભેંશનું દૂધ ઉકાળી તેમાં ખાંડ-સાકર કેસર અને બદામ નાખીને આઇસક્રીમનો
સંચો જાતે હલાવીને આઇસક્રીમ તૈયાર કરતા. તે આઇસક્રીમ એક ખાખરાના ઝાડના લીલા
પાંદડામાં એક આનામાં(છ પૈસા) અમને મળતો. તમને આઇસક્રીમનો શોખ હોય તો શરમાશો નહીં, 

ઇન્દિરા ગાંધી, પંડિત નેહરુ પણ આઇસક્રીમના શોખીન હતાં. 
કાઠિયાવાડમાં એક  છાપ હતી કે ઉનાળામાં જ આઇસક્રીમ ખવાય. અમુક રીતે વાત સાચી છે. 
૩૦૦૦ વર્ષ પૂર્વે ચીનમાં આઇસક્રીમ શોધાયો. આ બાબતમાં અમેરિકા કે ઇંગ્લેંડ કોઈ બડાઈ મારી
શકે નહીં.

ઇંગ્લેંડના રાજા ચાર્લ્સ ૧લાની રસોડાની નોકરી ચાલુ રાખવા તેના ફ્રેંચ રસોઇયા
 જિરાલ્ડ ટેસેને ઇટાલીમાંથી શીખેલી આઇસક્રીમની રીતથી આઇસક્રીમ ખવરાવ્યો પછી
ચાર્લ્સને આઇસક્રીમનું વ્યસન થઈ ગયું અને ફ્રેંચ રસોઇયો બુઢ્ઢો થયો ત્યારે તેને
 ‘આઇસક્રીમ પેન્શન’ (મહિને ૨૦ પાઉન્ડ-તે સમયના રૂ.૧૬૦૦) બંધાવી આપેલું!

 ‘પરીક્ષામાં પાસ થયા?’ આઇસક્રીમ ખવરાવો. બાબો જન્મ્યો? આઇસક્રીમ ખવરાવો.
એમ સારા પ્રસંગે આઇસક્રીમ તો મીઠો સૌને લાગે છે. આઇસક્રીમના જુદા જુદા ઈતિહાસ
લખાયા છે પણ ૧૯૯૪માં રોબર્ટ વેર નામના લેખક જે પોતે આઇસક્રીમ ખાઈ ખાઈને દાંત
 બગાડી ચૂકેલા તેમણે ‘આઇસક્રીમ-ધ ડેફિનિટિવ ગાઇડ’ નામનું પુસ્તક લખ્યું તે
આધારભૂત લાગે છે. 
તે કહે છે કે આઇસક્રીમનો જન્મ ચીનમાં થયો એ પછી છેક ૧૬૫૪માં
ઇંગ્લેંડના શાહી નિવાસસ્થાન વન્ડિસર પેલેસમાં પ્રથમ આઇસક્રીમ પીરસાયો. 
તેજમાનામાં માત્ર ધનિકો અને રાજાઓ જ આઇસક્રીમ ખાતા.

આઇસક્રીમથી આજે બાળકોને ‘લાંચ’ આપી શકાય છે પણ બીજા વિશ્વ યુદ્ધમાં જે ફાઇટર
વિમાનો જતાં હતાં તેમાં પાઇલટને એવું આકર્ષણ અપાતું કે તેમને કેબિનમાં બોમ્બ
 સાથે આઇસક્રીમ ભરેલા થર્મોસ પણ અપાશે. આનો અર્થ એમ થયો કે ઘણા પાઇલટને
આઇસક્રીમનું વ્યસન થયું હતું. આઇસક્રીમ બનાવવાની મૂળભૂત રીતમાં ખાસ ફેરફાર થયો
નથી. કઠણાઈ માત્ર એટલી છે કે તેને લાંબો ટકાવવા માટે તેમાં
પઝિર્વેટિવ્ઝ-કેમિકલ્સ નખાય છે.

વડોદરામાં ધનિકોને ઘરે આઇસક્રીમ બનાવવાના સંચા રહેતા. બીકોમની પરીક્ષા આપીને
પછી તરત ૧૯૫૨માં હોસ્ટેલના મિત્રોએ પરીક્ષાના પરિણામ પહેલાં આઇસક્રીમની પાર્ટી
માગી. 

વડોદરાની હોસ્ટેલ નજીકના તબેલામાંથી ચાર લિટર દૂધ લાવીને પ્રાઇમસ ઉપર
ઉકાળીને તેમાં શુદ્ધ કેસર- બદામ નાખીને અને કોઈ પણ બીજા કસ્ટર્ડ પાઉડર કે
આરોગ્યને હાનિકારક ઉમેરણો વગર આઇસક્રીમ બનાવેલો. એ પછી ૧૦ વર્ષ
મલેશિયા રહ્યો ત્યારે સ્ટીમરમાં આવું તો મિત્રો આઇસક્રીમ બનાવવાનો લાકડાનો ફકત
 રૂ.૧૨૦માં મળતો સંચો મંગાવતા તે હું ખુશીથી લાવતો. 
આજે છ છ મહિના ‘વાસી’ આઇસક્રીમ આપણે ધાબડીએ છીએ.

સિકંદરના આરોગ્ય પ્રધાનની આહાર લેવાની વાત યાદ આવે છે. ૨૪૧૦ વર્ષ પહેલાં
સિકંદરને આઇસક્રીમનો શોખ લાગ્યો ત્યારે તે દૂધને ઉકાળીને તેમાં કેટલાંક મીઠાં
ફળો તેમજ મધ નાખતો. સિકંદરના નિવાસના શહેરમાં ત્યારે આઇસ-બરફ નહતો મળતો. તેના
રાજ્યમાં જે બરફના પર્વતો હતા ત્યાંથી બરફને ચામડાની થેલીમાં નખાવીને ગુલામોને
૫૦-૫૦ મીટરને અંતરે ઊભા રાખી રીલે રેસથી તે આઇસ (બરફ) સિકંદરના મહેલમા લવાતો.

મહાન જગતપ્રવાસી સંશોધક માર્કો પોલો પેકિંગથી (બેઇજિંગ) આઇસક્રીમ બનાવવાની રીત
શીખીને વેનીસ શહેરમાં આવેલો. ફ્રેંચ મહારાજા હેન્રી બીજાની રાણી કેથેરીન ’દ
મેડીસી પરણી ત્યારે ૪૬૭ વર્ષ પહેલાં કરિયાવરમાં પિયરથી આઇસક્રીમ બનાવવાનો સંચો
લેતી આવેલી. (તેને ફ્રેંચ ભાષામાં ‘જિલેટિયરી’ કહેવાતો) ઇંગ્લેંડના મહેલમાં તો

જ્યારે ફ્રેંચ રાજા હેન્રી ચોથાની પુત્રી ઇંગ્લેંડના રાજા
ચાર્લ્સને પરણી ત્યારે આઇસક્રીમનું ઇંગ્લિશમેનોને ભાન થયું.

આઇસક્રીમ ખાઈને રાજાપુત્ર એટલો પ્રભાવિત થયો કે આઇસક્રીમ ઉસ્તાદને મોટી લાંચ
આપીને આઇસક્રીમ બનાવવાની રીત ખાનગી રાખવા કહેલું. અમેરિકનોને આઇસક્રીમનું ઘેલું
લાગ્યા પછી તો તે ઊંધા પડીને ખાય છે. ૩૦ વર્ષ પહેલાંનો આંકડો કહે છે કે
અમેરિકનો ૧ અબજ ગેલન જેટલો આઇસક્રીમ ખાઈ જતા (પાંચ અબજ લિટર) એટલે કે તે સમયની
વસતિ પ્રમાણે દરેક અમેરિકન વર્ષે પાંચ ગેલન આઇસક્રીમ ખાતો! આજે
 ફિલાડેલ્ફિયા જાઓ તો ત્યાં જે કોઈ આઇસક્રીમ મળે તે ખાજો. અસ્સલ હશે.
ચોકલેટ-આઇસક્રીમ એ મૂળ અમેરિકનોનો આઇડિયા છે.

વાર્તા એવી છે કે એક બાળકને ચોકલેટ પણ ભાવતી અને આઇસક્રીમ પણ ભાવતો. પણ
 વાપરવાનો સિક્કો એક જ હતો. બાળકની આ મૂંઝવણ જાણીને આઇસક્રીમ બનાવનારે ચોકો
 આઇસક્રીમ ૧૯૧૯માં બનાવ્યો! કેલિફોર્નિયામાં હાથે લાકડાનો સંચો ચલાવીને આઇસક્રીમ
વેચનારા ઇરવિન રોબીન્સ અને બર્ટન બાસ્કીન બન્ને હરીફાઈ કરીને થાકયા પછી ભેગા થઈ
ગયા અને પછી ૩૧ જાતની ફલેવરવાળા આઇસક્રીમ બનાવીને બાસ્કીન અને રોબીન્સ
વેચતા. 

એ પછી રોબીન્સ-બાસ્કીને ૫૦૦ જાતના ફ્લેવરવાળા આઇસક્રીમ બનાવેલા અને દર
મહિને જુદી ફલેવર વેચતા. કંપનીની લેબોરેટરીમાં પછી અખરોટ, બ્રાન્ડીથી માંડીને
અંજીરવાળા આઇસક્રીમ પણ વેચેલા, પરંતુ તમે જાણો છો કે ફેવરિટ માત્ર વેનીલા
આઇસક્રીમ છે અગર તો ચોકલેટ કે સ્ટ્રોબેરી છે.

અત્યારે અમૂલની બોલબાલા પછી મધર ડેરી, ક્વાલિટી વોલ્સ, વાડીલાલ અને હેવમોરનું
ભારતમાં સામ્રાજ્ય છે. પૂણેમાં સુજાતાનો આઇસક્રીમ વખણાય છે. હવે જગ્યા ઓછી છે
પણ વેનીલા શું છે તે કહ્યા વગર છુટકો નથી. 

ખરેખર વેનીલા એક મધુવાસ નામનો છોડ છે
તે આફ્રિકામાં-માડાગાસ્કરમાં પાકે છે. આઇસક્રીમમાં અસ્સલ વેનીલા અર્ક વપરાતો તે
માડાગાસ્કરથી આવતો. માર્કસ સ્પેન્સર અને બેન એન્ડ જેરીવાળા
આઇસક્રીમ બનાવતા તે અસ્સલ વેનીલાનો અર્ક વાપરતા. 
હવે? હવે કેમિકલ્સ વપરાય છે તે તમે જાણો છો. 
આ વાંચી એક આઇસક્રીમ જરૂર ખાજો-ખવરાવજો.
__________________
ભાવનગર વાસીઓ માટે આઈસ્ક્રીમની આ વાત અધુરી ગણાય.

 

ભાવનગરના નાગર ગ્રાહસ્તોના કુટુંબો માં આઈસ્ક્રીમની નાત થતી. 
વેનીલા કે ગુલાબ નો આઈસ્ક્રીમ અને સાથે લસણિયા આખા બટેટા. ઉપર નાખવાનું દહીં અને  સાથે ખાવાનો આઈસ્ક્રીમ.
સાત થી આઠ મોટી કોઠી ભરી ને આઈસ્ક્રીમ ખવાઈ જાય. 
આ બાબતમાં એક સાંભળેલી વાત યાદ આવે છે.
સ્વ શ્રી દેવેન્દ્રભાઈ દેસાઈ ને આઈસ્ક્રીમ ખાવાનો અને બધા મિત્રોને પ્રેમ થી ખવરાવવાનો જબરો શોખ. 
ઉમર સાથે મધુપ્રેમાહની અસર ને લીધે ડો. અરવિંદભાઈ મહેતાએ તેમને આઈસ્ક્રીમ ખાવાની નાં પાડી. 
“તું  એક નાગર થઇ ને બીજા નાગરને આઈસ્ક્રીમ ખાવાની નાં પડેછે? આ તારી સલાહ હું માનીશ તો હાટકેશ્વરને નહિ ગમે!!!”
દેવેન્દ્રભાઈએ જવાબ આપ્યો. 
Live life King size…
& enjoy  with ice cream 
-Nitin Vyas
vijaykhopkar@hotmail.com                                                 27-10-2010
Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: