Posted by: vmbhonde | ऑक्टोबर 26, 2010

હાસ્ય-કવીતા

હાસ્ય-કવીતા– કલ્પેશ ડી. સોની

 
છોકરો છોકરીને “હાય” કરે
એ જોઈ ડોશીઓ હાય-હાય કરે.
ફરવાની ઉંમર ને ખિસ્સા ખાલી
પૈસા આવ્યા ત્યાં ઉંમર ગઈ ચાલી.
લગન થયા છગન જોડે,
તોય મગનને એ ના છોડે.
કોણ બિચારાનું દિલ તોડે,
ભલે ને સ્પેરવ્હીલ થઈને દોડે.
ભેદભાવ હું રાખતી નથી,
મારે મન કોઈ પરાયું નથી.
યૌવન મારું બેંક-બેલેન્સ
ને વાણી મારું ક્રેડીટકાર્ડ.
પલક ઝપકાવી ખાલી કરું.
છોકરાઓના ડેબીટ કાર્ડ.
નટુ મને નોકરી અપાવે,
વિનુ દેશ-વિદેશ બતાવે.
હેમુ હોટલમાં લઈ જાય,
ગટુ પાસેથી ગીફ્ટ લેવાય.
છોકરાઓને લબડતા જોઈ,
ડોશીઓ વિચાર કરતી થઈ
આ તો મૂઈ છોકરી છે, કે
ભાદરવા માસની _ _ _ _. (ખાલી જગ્યામાં વાચક
શબ્દ મૂકી શકે એવો નવો
પ્રયોગ)
—————————————————–
ગાય ને માતા કહેવાય,
બળદને બાપા ના કહેવાય.
ભેંસનું દૂધ પીવાય પણ,
પાડાને પાપા ના બનાવાય.
ગરજે ગધેડો બાપ થઈ જાય,
તો બળદ ને પાડો રહી કેમ જાય.
ચાર દીકરા પરણાવી ગઈ,
તો ય ઘરડીને આરામ ન’ઈ.
મરતા સુધી કામ કરતી ગઈ,
એ માતા ગધેડી કે બીજુ કંઈ.
શિવાજી જેવાને જન્મ દઈ
ભારતમાતાને નિરાંત થઈ,
એ સિંહણ ખરી માતા, ભઈ.
એક સિંહની જન્મદાતા થઈ.
મોડર્ન માતાની વાત જ જુદી,
મારું દૂધ ના પીવડાવું ક’દી.
મને બોડી-ફિગરની ચિંતા થાય
બાળકને તો બોટલ જ દેવાય.
કોઈ કહો વીરપુત્રો ક્યાંથી જન્મશે,
જે માતાના ધાવણ વિના ઉછરશે.

__._,_.___
maheshmshah@yahoo.com                                               23-8-2010

तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: