Posted by: vmbhonde | ऑक्टोबर 24, 2010

ગુજરાતી વિનોદ

 પતિ : ‘તું મારી એકપણ વાતમાં સહમત નથી થતી. હું શું મૂરખ છું ?’
 
પત્ની : ‘સારું, ચલો વાતમાં હું સહમત થાઉં છું.’
 ************ ******
 
 
બે ગામડિયાઓ ઈજિપ્શિયન મમીને જોતા હતા. તેની ઉપર ઘણા બધા પાટા
 
બાંધેલા જોઈ એકે કહ્યું : ‘લાગે છે લોરીઅકસ્માત થયો છે.
 
તરત બીજો બોલ્યો : ‘હા. જો લોરી નંબર લખ્યો છે BC 1760 !’
 ************ ***
 
 
પચાસમી લગ્નતિથિની ઉજવણીમાં પતિની આંખમાં અચાનક આંસુ જોઈ
 
પત્નીએ કારણ પૂછ્યું
 
પતિ : ‘તને ખબર છે આજથી પચાસ વર્ષ પહેલાં હું તને ચોરીછૂપીથી
 
મળવા આવ્યોતો ત્યારે તારા પપ્પાએ મને પકડી લીધો અને ધમકી આપી કે તું મારી
 
દીકરી સાથે લગ્ન નહીં કરે તો તને જેલભેગો કરીશ !’
 
પત્ની : ‘એમાં રડવાનું શું ?’
 
પતિ : ‘ના, હું કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.’
 **********
 
 
શિક્ષકે પૂછયું : જો તમે 001 ડાયલ કરો તો શું થાય ?
 
મગન : પોલીસજીપ રિવર્સ ગિયરમાં આવે બીજું શું થાય ?
 ***********
 
 
પ્રોફેસરે વિદ્યાર્થીઓને પોતપોતાના પ્રેમીનાં નામ લખવા કહ્યું.
 
દસ સેકંડ પછી છોકરીઓ બોલી : ‘સર લખાઈ ગયું.’
 
દસ મિનિટ પછી છોકરાઓએ કહ્યું : ‘સપ્લિમેન્ટરી પ્લીઝ !’
 ***********
 
 
શિક્ષક : એક વર્ષમાં કેટલી રાત આવે ?
 
મગન : 10 રાત આવે.
 
 
શિક્ષક : કેવી રીતે અલ્યા ?
 
મગન : નવનવરાત્રી અને એક શિવરાત્રી. થઈ ગઈને દસ !!
 ***********
 
 
બાપુ બીડી પીતા હતા. કોઈકે પૂછ્યું : બાપુ, ધુમાડા કાં નો
 
નીકળે ?
 
બાપુ : અસ્સલ CNG બીડી છે એટલે….!!
 ***********
 
 
એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.
 
પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને પ્રેમ કરતો હોય.
 
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : તમે શું સમજો છો ? હું શું
 
તમને ઓછો પ્રેમ કરું છું ?
 **********
 
 
રસ પડે એવું સર્વેક્ષણ. માત્ર 15% પુરુષોને મગજ હોય છે.
 
બાકીના બધાને પત્ની હોય છે ! બોલો તારારમ…. !
 **********
 
 
સંતાસિંહનું ટાબરિયું અર્ધો લિટર પેટ્રોલ પી ગયું. સંતાએ લાફો
 
મારીને પૂછયું : ક્યૂં પિયા પેટ્રોલ ?
 
ટાબરિયું : ટીચરને બોલા કી મેરી એવરેજ કમ હૈ, સો મૈંને….
 **********
 
 
એક ભાઈની પત્નીને બીજા કોઈ સાથે દોસ્તી હતી. તે હાથમાં ખુલ્લી
 
રિવોલ્વરેઆજે તો એને મારી નાખું.’ બોલતો બોલતો નીકળ્યો કે થોડીક વારમાં
 
ખાલી હાથે પાછો આવ્યો. ટોળામાં જોનારાએ પૂછ્યું : ‘અરે પાપે, વો નહીં મિલા ક્યા
 ?’
 
ભાઈ : નહીં યાર, મિલા તો, પર ઉસને પૂછા કિ રિવોલ્વર કિતને મેં
 
ખરીદી ? મૈંને બોલા છેસ્સોમેં. વો બોલા બારાસોમેં દેગા ? તો મૈંને બેચદી…. ક્યા
 
કરેં, ધંધે કા ભી તો દેખને કા ના….
 **********
 
 
ગ્રાહક : ‘ તમારી હોટલના નોકરો કેવા છે ? હજામત માટે ગરમ પાણી
 
આપી ગયા તે કેટલું બધું ખરાબ હતું. ?’
 
મૅનેજર : ‘અરે સાહેબ ! તો તમારા માટે સવારની ચા મોકલી હતી.
 
હજામતનું પાણી નહિ.’

 ***********

 

yogesh.chaudhary@stergel.com            7-10-2010


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: