Posted by: vmbhonde | ऑक्टोबर 24, 2010

બકુલ દવે: છાયા વિનાના માણસો

બકુલ દવે: છાયા વિનાના માણસો

Source: Akshay Patra, Bakul Dave   
       
 
 

બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે તાડ-ખજૂર,
પંછી કો છાયા નહીં, ફલ ભાગે અતિ દૂર.- કબીર

કેટલીક વ્યક્તિઓ ઊંચા હોદ્દા પર, ઊંચા આસન પર હોય, પણ એ કોઇને ઉપયોગયી થઇ શકતા નથી. એમની ઊંચાઇ- એમનું ‘મોટા’ હોવું કબીરે કહ્યું છે તેમ તાડ કે ખજૂરના વૃક્ષ જેવું નકામું હોય છે.મોટાપણું એમાં છે જે અણીશુદ્ધ માનવતાનું ધ્યોતક બની રહે. આવું મોટાપણું આદરણીય હોય છે. અનાયાસ જ એની સામે ઝૂકી જવાતું હોય છે. પણ અહમથી પરિવેષ્ટિત ‘મોટાપણું’- જે અત્યારે ઘણુંખરું જોવા મળે છે. તે માનવીયતાથી જોજનો દૂર હોય છે.

વ્યક્તિમાં નમ્રતા અને વિવેક વધારે એમાં જ મોટાપણું પ્રગટ થતું હોય છે. નાનકડી સિદ્ધિથી છલકાઇ જવું એમાં મોટાપણું નથી, પણ ઓછાપણું છે. પદ, પૈસા અને જ્ઞાનથી જે અહમ વધે તો વ્યક્તિનું માણસ તરીકેનું કદ- ભલે તે સમાજમાં ‘મોટો’ કહેવાતો હોય તો પણ -ઘટે છે. આનાથી ઊલટું, પૈસા અને પદ વગરના અનેક માણસો એવા હોય છે જે પોતાની મર્યાદાઓ સાથે માનવ્યની જયોત પ્રગટાવતા જઇ આપણી સામે- એ સમાજમાં ‘નાના’ ગણાતા હોય છે તો પણ- મોટા બની જાય છે. ઉમાશંકર જોષીએ કહ્યું છે: ‘મોટાઓની અલ્પતા જોઇ થાકયો, નાનાની મોટાઇ જોઇ જીવું છું.’

રામકૃષ્ણ પરમહંસ પાસે બે જણ વિવાદ કરતાં આવ્યા. બંને જણ એક બીજાને કહેતા હતા, ‘હું મોટો- હું મોટો’ એમણે રામકૃષ્ણને પૂછ્યું, ‘અમારા બેમાં મોટું કોણ?’રામકૃષ્ણ બોલ્યા, ‘મોટો એ છે જે બીજાને મોટો સમજે.’ પછી પણ વિવાદ ચાલુ રહ્યો, પણ જરા જુદી રીતે. બંને એકબીજાને કહેવા લાગ્યા, ‘તું મોટો- તું મોટો.’અહંકાર ચોમાસામાં ઊગી નીકળતા ઘાસ જેવો હઠીલો હોય છે. એને વારંવાર ઉખેડી નાખો, વાઢી નાખો તો પણ ઊગી નીકળે! સાચા મોટા માણસોની ખાસિયત હોય છે કે એ લોકો પાસે આપણે હોઇએ ત્યારે એ આપણા જેવા જ બની જતા હોય છે. એમના વ્યક્તિત્વનો સહેજ પણ ભાર જણાતો નથી. એ સૌની સાથે એટલી સહજતાથી ભળી જાય છે કે એ સૌ કોઇને પોતાના લાગે છે. મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ એટલું સરળ અને નભિૉર હતું કે સૌને એમનું સાંનિધ્ય પ્રિય લાગતું ને એમાં જ એ કેટલા વિરાટ છે તે પ્રગટ થતું- ગાંધીજીને કદી ઝેડ સિકયુરિટીની જરૂર પડી નહીં. એ પોતાનો વિચાર કર્યા વગર રાષ્ટ્રની મુક્તિ માટે કામ કરતા રહ્યા.

આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના એક કાવ્યની અંતિમ પંક્તિઓ પણ આ સંદર્ભમાં સ-રસ વાત કહી જાય છે.

મેરે પ્રભુ,
મુઝે ઇતની ઊંચાઇ ભી મત દેના,
ગૈરોં કો ગલે લગા ન સકૂં
ઇતની રુખાઇ કભી મત દેના.
આ લેખની સમાપિ્ત પણ કબીરની સાખીથી જ કરું.
‘બડે બડાઇ ના કરૈ, ન બોલૈ બોલ,
હીરા મુખ સે ના કહૈ, લાખ હમારા મોલ.’

kalash@guj.bhaskarnet.com

અક્ષયપાત્ર, બકુલ દવે

maheshmshah@yahoo.com                                       5-10-2010

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: