Posted by: vmbhonde | ऑक्टोबर 2, 2010

શાંતિ શાંતિ શાંતિ

શાંતિ શાંતિ શાંતિ ત્રણ વાર શા માટે બોલાય છે?

પરંપરા – પ્રવિણ પટેલ

ભારતીય સંસ્કૃતિમાં લગભગ દરેક વિધિ, નિયમ અને રૃઢિ પાછળ સબળ કારણો છે. જેમ કે સોળ સંસ્કારો. આ દરેક સંસ્કાર કરવા પાછળ એક નિશ્ચિત હેતુ રહેલો હોય છે. આ રીતે દરેક વિધિ કે કાર્ય ભિન્ન-ભિન્ન હોય છે. જેમ કે પૂજાવિધિ કે હોમહવન કર્યા પછી ઓમ બોલીને પાછળ ત્રણ વાર ‘શાંતિ શાંતિ શાંતિ’ બોલવાની પ્રથા છે. પરંતુ તે શા માટે બોલવામાં આવે છે, તેનું શું પ્રયોજન હોય છે?

એવું કહેવામાં આવે છે કે કોઇ પણ વાત ત્રણ વાર કહેવાય એટલે તે સાચી પડે છે. બધાં જ દુઃખ અને ઉપાધિઓના મૂળ સ્રોત પણ ત્રણ છે. એ ત્રણ સ્રોત કયા છે અને શાંતિ ત્રણ વાર બોલવાથી શું ફેર પડે છે તે સમજવા જેવું છે. આ ત્રણ સ્રોત આ પ્રમાણે છે. પહેલું છે આધિદૈવિક ધરતીકંપ, જ્વાળામુખી, પૂર વગેરે જેવાં અદૃશ્ય દૈવી પરિબળો કે જેના પર આપણું નિયંત્રણ નથી. બીજું છે આધિભૌતિક જેમાં અકસ્માત, પ્રદૂષણ, ગુનાખોરી, માનવસંસર્ગ જેવા આપણી આસપાસનાં પરિબળો તથા ત્રીજું છે. આધ્યાત્મિક જેમાં બીમારી, ક્રોધ, નિષ્ફળતા જેવા મનોદૈહિક પરિબળોનો સમાવેશ થાય છે.

 શાંતિ એ મનુષ્યશરીરની નહીં, પરંતુ આત્માની સહજ અવસ્થા છે. આપણા પોતાનાથી કે બીજા લોકો દ્વારા જ ક્ષોભ ઉત્પન્ન થાય છે. જેમ કે કોઇ પણ સ્થળ હોય ત્યાં જ્યાં સુધી કોઇ અવાજ ન કરે ત્યાં સુધી તે જગ્યાએ શાંતિ પ્રવર્તતી હોય છે. આપણા સઘળા ક્ષોભના મૂળમાં શાંતિ અનુભવાય છે, કારણ કે તે તો ત્યાં હંમેશાંથી હતી જ. જ્યારે આત્માને શાંતિ હોય છે ત્યારે જ ખરું સુખ હોય છે. આથી જ કોઇ પણ જાતના અપવાદ વિના દરેક વ્યક્તિ નિરવ શાંતિ ઇચ્છે છે. છતાં પણ માનવીને અશાંતિના આવરણ નીચે ઢંકાયેલી હોવાથી આંતર-બાહ્ય શાંતિ પ્રાપ્ત કરવી અઘરી લાગે છે. બાહ્ય મુસીબતો અને ધાંધલ-ધમાલ વચ્ચે પણ અંદરથી શાંત રહી શકે તેવા લોકો તો જવલ્લે જ હોય છે.

શાંતિનું આહ્વાન કરવા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરવાથી અશાંતિ અને મુશ્કેલીઓનો અંત આવે છે અને બહારની અશાંતિ છતાં આંતરિક રીતે શાંતિ અનુભવાય છે. આથી ભગવાનને કોઇ પણ પ્રાર્થના કર્યા પછી ત્રણ વાર શાંતિ બોલાય છે.

કોઇ વાત ત્રણ વાર કહેવાય એટલે તે સાચી ઠરે છે. કોઇ વાત ભાર દઇને કહેવા માટે પણ તે ત્રણ વાર કહેવાય છે. આથી આપણે શાંતિની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરવા માટે ત્રણ વાર શાંતિ શાંતિ શાંતિ બોલીએ છીએ. જ્યારે આપણે નિષ્ઠાપૂર્વક ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ, જ્યારે આપણે વિશેષ કાર્યો હાથ ધરીએ ત્યારે આપણા દૈનિક જીવનમાં ઉપર જાણાવેલાં ત્રણ પ્રકારનાં દુઃખ ન આવે, ઓછામાં ઓછાં આવે અને શાંતિ જ સર્વત્ર પ્રવર્તે તે માટે માટે આ શબ્દનું ત્રણ વાર ઉચ્ચારણ કરવામાં આવે છે. તે પ્રથમ વાર અદૃશ્ય શક્તિઓને ઉદ્દેશીને ઉચ્ચ સ્વરમાં બોલવામાં આવે છે. બીજીવાર, આપણી આસપાસના પયાવરણને નિર્દેશીને તે થોડાક ધીમા સ્વરમાં બોલાય છે તથા છેલ્લી અને ત્રીજી વખત પોતાના અંતરઆત્માને ઉદ્દેશીને હોવાથી અત્યંત ધીમા સ્વરમાં બોલાય છે. આમ બોલતાં અંદર-બહાર શાંતિ પ્રવર્તે છે.

     yogesh.chaudhary@stergel.com                                                                                                             16-9-2010


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: