Posted by: vmbhonde | ऑक्टोबर 2, 2010

દેશી અમૃત

દેશી અમૃત    
 
દરેક દેશનો પોતાનો કુદરતમાંથી પોષક તત્વ લેવાનો રિવાજ છે. ઈરાનના લોકો મોટે ભાગે કાળી માટીવાળાં ગામડાં પસંદ કરતા, કારણ કે કાળી માટીમાં રાસાયણિક ખાતર નાખવું પડતું નથી. મુંબઈમાં ઘણા માળીઓ કૂંડામાં કાળી માટી નાખીને તુલસીના છોડ વેચે છે. તેમાં કાળા તુલસી ઊગે છે, તેનું ઔષધીય મૂલ્ય વધુ હોય છે. શરદી-ઉધરસ મટાડે છે. આજે આપણે વંઠેલા ટમેટાં ખાઈએ છીએ, તેમાં કોઈ વિટામિન નથી. જર્મન લોકો અસ્સલ ટમેટાનો જયૂસ સવારે પીવે છે તે રેચક છે. તુર્કીમાં લોકો જમ્યા પછી કુદરતી સ્વરૂપમાં તલને મુખવાસ તરીકે આરોગે છે અને મોસમમાં દ્રાક્ષનો રસ પીવે છે. તલ જંતુઘ્ન છે. તુર્કીનો કુસ્તીબાજ ૭૫ની ઉંમરે પણ કુસ્તીની સ્પર્ધામાં ઊતરતો, કારણ કે તે સિઝનમાં માત્ર દ્રાક્ષનો રસ અને દહીંનું ધોળવું જ લેતો.

ન્યૂ ઝીલેન્ડમાં દરેક ઘરે નિયમ છે કે સવારે દોડવા જવું. દોડીને ઘરે આવીને ગાયના દૂધનું તાજું દહીં ચમચીથી આઇસક્રીમની ઢબે ખાય છે. બલ્ગેરિયામાં જગતમાં સૌથી વધુ એક્સો વર્ષની આયુષ્યવાળા માણસો છે. શું કામ? બલ્ગેરિયનો દહીં-છાશનો નિયમિત આહાર રાખે છે. રશિયામાં થૂલાવાળી ઘઉંની બ્રેડ અને દહીંનો આહાર ઘણાને સો વર્ષ જિવાડે છે. સ્પેનમાં ઘણા યજમાનો મહેમાનને બદામના દૂધનું શરબત મધ નાખીને આપે છે.

આર્મેનિયામાં દૂધ-ખાંડ વગરની સાચા ગુલાબના પાંદડાવાળી ચા સવારે પીવે છે અને દૂધ સાથે ખજૂર ખાય છે. પાકિસ્તાન-તિબેટ વચ્ચે હુંઝાલેન્ડ છે ત્યાંના લોકો વૃક્ષ ઉપરથી તાજા જરદાળુ ખાય છે. (એપ્રિકોટ) જરદાળુનું શરબત પીવે છે. જરદાળુ શક્તિદાતા છે અને રોગપ્રતિકાર શક્તિ વધારે છે. હુંઝાનો ૧૨૦ વર્ષનો પુરુષ રોજિંદું કામ કરે છે. થેંકસ ટુ જરદાળુ અને કુદરતી ખોરાક.

સ્વિત્ઝર્લેન્ડને આપણે સિક્રેટ-એકાઉન્ટવાળી કાળાં નાણાં માટેની બેન્કોનો દેશ માનીએ છીએ, પણ સ્વિસ લોકો દહીંના ખાસ શોખીન છે તેથી તેનાં આતરડાં મજબૂત છે. બીજા વિશ્વયુદ્ધ વખતે સ્વિ લોકો પોતાની શાકભાજી ઘરે જ ઉગાડી લેતા અને દહીં સાથે શાકભાજીનો રસ પીતા તેમ બર્નાડ જેન્સન નામના નેચરોપેથ કહે છે. નોર્વેનાં સ્ત્રી-પુરુષ સુંદર હોય છે, કારણ કે તેમના બાપદાદા પર્વતાળ પ્રદેશમાં કુદરતી ઊગતી વનસ્પતિનો આહાર કરતા.

જાપાનના લોકો વિવિધ જાતનાં સૂપ અને ખાસ તો ગાયના દૂધનું દહીં ખાય છે. ઇટાલીમાં બટાટાને છાલ સહિત ખવાય છે. ત્યાં જૈતૂનનાં સૂકવેલાં ફળ (ઓલીવ) ખવાય છે.
દક્ષિણ ભારતમાં સરગવાનું મેડિકલ મૂલ્ય લોકો જાણે છે, એટલે દાળ (સાંભાર)માં અચૂક સરગવો નાખે છે. આપણે સરગવાનું મૂલ્ય જાણતા નથી. પણ સરગવો આખે આખો ઔષધોનો ભંડાર છે. યુરોપિયનોને સરગવાની શીંગ કે તેનાં ઔષધીય ગુણ ધરાવતાં પાન માટે પોતાનો શબ્દ નથી, એટલે તમિળ ભાષાનો ‘મોરિગા’ અગર ‘મુરંગ કકાઈ’ શબ્દ ઉછીનો લીધો છે. તેનાં કોમળ પાંદડાંની ભાજી આજેય મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા દક્ષિણ ભારતીયો ખાય છે.

સિદ્ધ આયુર્વેદમાં સરગવાના વૃક્ષની છાલ, પાંદડાં અને તેની શીંગનો ઉપયોગ થાય છે. બંગાળ અને બાંગ્લાદેશમાં સરગવાના વૃક્ષને વસંત ઋતુમાં ફૂલ બેસે (જેને શોજને ફૂલ કહે છે) તેનું શાક બટાટા કે વટાણા સાથે ભેળવીને ખાય છે.

‘મેડિસિનલ સિક્રેટ ઓફ યોર ફૂડ’ પુસ્તકમાં ડો.. અમ્માને લખ્યું છે કે સરગવાની શીંગ વાજીકરણ કરનારી છે. લીવરની તકલીફથી માંડીને સાંધાના દુખાવામાં સરગવાનું શાક ખાવું સારું છે. પક્ષઘાતવાળાને સરગવાનો સૂપ ચોખ્ખા મધ સાથે અપાય છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન ‘સી’ લોહ અને પોટેશિયમ છે. ‘ટ્રીઝ ફોર લાઇફ,’ ‘ચર્ચ વર્લ્ડ સર્વિસ’ અને ‘કન્સર્ન ફોર હંગર ઓર્ગેનાઇઝેશન’ નામની સંસ્થાઓએ સરગવાનાં વૃક્ષનાં પાનમાં ઘણાં જ સંશોધન સાથેના અખતરાઓ  કર્યા છે.  એટલેજ કહેવાય છે ” સરગવો એટલે દેશી અમૃત

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: