Posted by: vmbhonde | ऑक्टोबर 2, 2010

અમેરિકાને કોણ આટલું માથે ચડાવે છે?

અમેરિકાને કોણ આટલું માથે ચડાવે છે?

Source: Kanti Bhatt    
       
 
 

બાલ્ટાઝાર ગ્રેસિયાસ નામના ગ્રીક યોદ્ધાએ ‘આર્ટ ઓફ વર્લ્ડલી વિઝડમ’ નામના પુસ્તકમાં કહેલું કે ‘જો તું બીજા પાસેથી માન ઇચ્છતો હોય તો પ્રથમ તું તને માન આપ’ દુનિયા કાંઈ તને દાનમાં માન આપશે નહીં, આપણે જ્યારે ભોપાલ ગેસના પીડિત લોકો માટે ડો.મનમોહનની સરકાર કાંઈ કરશે તેવી આશા રાખીએ તે મૂઈ માને ધાવવા જેવી વાત છે. એ માણસ તો ડબલ ગુલામ છે. એક સોનિયાનો અને બીજો અમેરિકાનો.

અમેરિકનો ભોપાલ ગેસના ૫૦૦૦૦૦ પીડિતો માટે કંઈ ન કરે તો અમેરિકનોને તમે પોતે, હા, તમે જ શિક્ષા કરી શકો ને આજથી કોકાકોલા, પેપ્સીકોલા, મોનસાન્ટોના બિયારણ, અમેરિકન કંપનીની કોઈ પણ ચીજો ખરીદવાનું બંધ કરો, પરંતુ મને ખાતરી છે કે આપણે તેમ કરવાના નથી. આપણે પોતે આજે અમેરિકનોની કનિષ્ઠ આવૃત્તિ જેવા થતા જઈએ છીએ.

બીજાને પીડીને ધનવાન થવાની અમેરિકન ઘૃણાસ્પદ નીતિ અપનાવીએ છીએ. અમેરિકનો તો બહાદુર હતા. ઇંગ્લેન્ડ પાસેથી લડીને સ્વરાજ લીધું. આપણું પોતડિયું સ્વરાજ છે. સુભાષચંદ્ર બોઝ છાપ સ્વરાજ હોત તો યુનિયન કાર્બાઇડના ચીફને તે સમયની કોંગ્રેસની તકવાદી સરકારે જવા દીધો તે વોરેન એન્ડરસનને આપણે ગોંધી રાખ્યો હોત. તેને ચીરીને મરચાં ભરી દીધાં હોત.

ઈસપની નીતિકથાને આપણે ઊંધી રીતે પાળીએ છીએ. ૨૬૦૦ વર્ષ પહેલાં ઈસપે કહેલું કે ‘આપણે અવારનવાર આપણા દુશ્મનને આપણો વિનાશ કરવાનાં સાધનો આપીએ છીએ.’ અમેરિકા જગતના સૌથી વધુ સ્વાર્થીમાં સ્વાર્થી દેશ છે. તે ઇસ્લામને નષ્ટ કરવા માગે છે. હિન્દુધર્મ તેને ફાલતુ લાગે છે. તે બે મોઢાળું છે. એક બાજુ ઇઝરાયલને પોષે છે અને અહીં અફઘાનિસ્તાન-ઈરાકને નષ્ટ કરે છે, પણ એ રાજકારણની પેચીદી વાત કરતાં તમે જે ખૂબ પ્રેમથી બે રૂપિયાવાળું કોલાનું પીણું પંદર રૂપિયામાં ગટગટાવો છો તે કોકાકોલા કંપની આ દેશની જબ્બર ગુનેગાર છે.

‘ન્યુઝ ટ્રસ્ટ રિવ્યૂ’ના લેખક આરોન ગ્લાન્તઝ લખે છે કે કોકાકોલાએ તેના વેપાર અર્થે નાના નાના ખેડૂતોની જમીન ગેરકાયદે હડપ કર્યાનો આરોપ છે અને તેના પ્લાન્ટમાંથી જે ઇન્ડસ્ટ્રિયલ હેઝાર્ડસ કચરો છે તે ગામડાં નજીક ખાડા ગાળીને દાટ્યો છે. આ વાત સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ‘ઇન્ડિયા રિસોર્સ સેન્ટરે’ કહેલી છે. કોકાકોલા તેના પ્લાન્ટમાંથી જે કચરો નીકળે છે તેને ચોખ્ખો કર્યા વગર નજીકની ગંગા નદીમાં જવા દે છે તેવો આરોપ છે. તેથી ગંગાનું પાણી ગંદું બને છે. ઇન્ડિયા રિસોર્સ સેન્ટરના અમિત મિશ્રા કહે છે કે ચોખ્ખું પાણી મેળવવાનો માનવનો મૂળભૂત અધિકાર છે. આ અધિકાર પર કોકાકોલા કંપની તરાપ મારે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કોકાકોલાના આઠ પ્લાન્ટોને તપાસ્યા તો માલૂમ પડ્યું કે પ્લાન્ટમાંથી નીકળતો ટોકસીક (ઝેરી) કચરો સીસું, કેડમિયમ અને ક્રોમિયમ ધરાવતો હતો.

છેલ્લા છ મહિનામાં અમેરિકાની ૨૫ યુનિ.ઓએ (કેનેડા, બ્રિટન અને મીશીગન યુનિ. એ તમામની યુનિવર્સિટીઓએ) પોતાના કેમ્પસમાં કોકાકોલા વેચવા ઉપર પ્રતબિંધ મૂક્યો છે. ૨૯-૫-૧૦ના રોજ સ્મીથ કોલેજના કેમ્પસમાં સાત સાત વર્ષથી કોકાકોલા વેચાય છે તે ૩૧-૮-૧૦થી નહીં વેચાય, પણ કોકાકોલા આ વાતનો ઇનકાર કરે છે.

કોકાકોલાનું પીણું પીઓ છો ત્યારે તમે સમગ્ર માનવજાતનો દ્રોહ કરો છો. શુદ્ધ પાણી દુર્લભ છે ત્યાં ૧ કોલાની બોટલ બનાવવા અઢી લિટર પાણી જોઈએ છે અને તેમાં જે ખાંડ આવે છે તે ગળપણ મેળવવા શેરડી કે બીજી ચીજો જોઈએ તે માટે ૨૫૦ લિટર (અધધધ) પાણી જોઈએ છે.

અમેરિકા અને ભારતમાં કોલાનાં પીણાંની વપરાશ ૧૯૭૦ના દાયકાથી ૨૦૦૦ સુધીમાં ૭૦૦૦ ટકા વધી છે અને એ પાપી દેશ જેને પોતાના પાપ માટે કોઈ પસ્તાવો નથી અને વોરન એન્ડરસનને સોંપવા તૈયાર નથી (કહે છે કે ભોપાલ ગેસનો કેસ અમારે માટે કલોઝ થઈ ગયો છે!) તે દેશનાં કોલાનાં પીણાં આપણે માનવદ્રોહ કરીને પીએ છીએ. કોકાકોલા અને પેપ્સીવાળા અંદરોઅંદર પાછા બોટલ્ડ વોટરને વેચવાનું યુદ્ધ લડે છે.

જ્યાં પોતાના દેશના કેમિકલ પ્લાન્ટથી ભોપાલમાં પાંચ લાખ લોકોને ચપટીક રાહતના રૂપિયા આપનારા છે ત્યાં કોકાકોલા તેના ડાસાની, ડેનોન અને એવિયન બ્રાન્ડના બોટલ્ડ વોટર ખપાવવા પેપ્સી સામે ૧.૭ અબજ ડોલરનો માત્ર એડવર્ટાઇઝિંગનો યુદ્ધના ધોરણે ખર્ચ કરે છે. આજે ભોપાલ ગેસના પીડિતો માટે ભારતના ટીવી ચેનલવાળા પછડાઈ પછડાઈને મગરનાં આંસુ પાડે છે તે તમામ ચેનલવાળા કોલાનાં પીણાં અને બોટલ્ડ વોટરનાં પીણાંની જાહેરાતમાંથી કરોડો કમાય છે.

‘ટોક્સીક કેમિકલ્સ એન્ડ ધેયર ઇફેકટ્સ ઓન ધ બોડી’ નામના પુસ્તકમાં અમેરિકા બીજા ગરીબ દેશોમાં કેમિકલ્સ અને પેસ્ટિસાઇડઝ બનાવીને બીજા દેશને બાવા બનાવે છે તેની વિગતો હું લખું તો પાનાંનાં પાનાં ભરાઈ જાય. ‘બાયફિનોલ-એ’ નામનું કેમિકલ ખૂબ ખતરનાક છે. તે રસાયણ પોલિકાબોર્નેટ પ્લાસ્ટિક અને રેઝીન બનાવવામાં વપરાય છે. તેમાંથી બનેલાં ગોગલ્સ તમે પહેરો છો તે તમને ખરાબ અસર કરે છે.

અમેરિકા એવો દેશ છે જે ચોરને કહે છે તું ચોરી કર અને સિપાઈને કહે છે કે તું જાગતો રહે. પોતાની જ કંપનીઓ પેસ્ટિસાઇડઝ (ખેતીવાડીમાં વપરાતી જંતુઘ્ન દવાઓ) બનાવીને વિદેશમાં વેચે તે પેસ્ટિસાઇડઝને સસ્તી બનાવવા ૧૯૯૮માં ૩૪૧ કરોડ ડોલર સબસિડીમાં આપેલા, ૨૦૦૦માં તે સબસિડી વધીને એશિયા પેસિફિક દેશોમાં સસ્તા પેસ્ટિસાઇડઝ વેચવા ૩.૮૨ અબજ ડોલરની સબસિડી આપી તે આજે સાડાસાત અબજ ડોલર છે.

અમેરિકન સરકાર દાર્જિલિંગની ચામાં પેસ્ટિસાઇડઝ વપરાય છે, તેથી આ ચાનો બોયકોટ કરે છે! આવું અમેરિકા શું રાખ ભોપાલના ગેસપીડિતોને મદદ કરવાનું હતું? આ પેસ્ટિસાઇડઝની ઉપર અપાતી અમેરિકન સબસિડીની લગભગ કોઈને જાણ પણ નથી, પણ લાની સિંકલેર નામના માનવવાદી લેખકે અમેરિકાનો ભાંડો ફોડેલો.

કોકાકોલા અને પેપ્સીકોલા ઓગસ્ટ -૨૦૦૬માં એક જબ્બર વિવાદમાં ફસાઈ હતી. તેમનાં પીણાંનાં સેમ્પલો લેવાયાં તો તેમાં ડેન્જરસ-લેવલ-ઓફ પેસ્ટિસાઇડઝ માલૂમ પડેલા, પરંતુ જે જે રાજ્યોમાં આ જંતુઘ્ન દવાઓ કોલાનાં પીણાંમાં માલૂમ પડી તેને ભારત સરકારે ચેતવી કે ‘બહુ ઘોંઘાટ કરતા નહીં, નહિતર અમેરિકન કંપનીઓનું જંગી મૂડીરોકાણ અટકી જશે!’

દિલ્હી ખાતેની સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વીરોન્મેન્ટને કોલાનાં પીણાંના સેમ્પલોમાં ક્ષમ્ય લેવલ કરતાં ૨૪ ગણું પેસ્ટિસાઇડ માલૂમ પડેલું. કોકાકોલા આપણા આવા તારણ વિશે શંકા કરે છે અને સરકાર તે શંકાને માન્ય કરે છે! કેરળના એક અમેરિકન પીણાંની બોટલમાં (પેકડ બોટલ) મરેલાં જંતુ માલૂમ પડ્યાં હતાં. અન્ય પીણા બોટલમાંથી એક કોન્ડોમ મળેલું!

બંને કંપનીઓને કોર્ટે ફક્ત ૨૨૦૦ અને ૨૬૦૦ ડોલર દંડ કરેલો. અમેરિકામાં આવું જો કોઈ ભારતીય કંપની કરે તો તેને પૂંછડે પાપડ બાંધીને સરકાર કાઢી મૂકે, પણ આપણે મૂરખ દેશ જે અમેરિકાના સ્ટાન્ડર્ડ પ્રમાણે જીવવા માંડ્યો છે ત્યાં અમેરિકન પીણાંને ભયો ભયો છે.

Mahesh M Shah” <maheshmshah@yahoo.com                17-9-2010

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: