Posted by: vmbhonde | ऑक्टोबर 1, 2010

સંબંધ બાંધવો કઠિન નથી

An article in Sandesh daily is reproduced bellow, just enjoy!!!! 

સંબંધ –

સંબંધ બાંધવો કઠિન નથી હોતો, કઠિન હોય છે તેને જાળવી રાખવો અને મજબૂત બનાવવો. દરેકના જીવનમાં સંબંધનું મહત્ત્વ અગત્યનું હોય છે. જો આ મહત્ત્વને અને સંબંધના ફાયદાને જાણશો તો તમે પણ સંબંધોને દૃઢ કરવા લાગી જશો,તો આવો જાણીએ કેટલાંક મંત્રો, જે સંબંધોને સુદૃઢ બનાવે છે…

(૧) સંબંધ એટલે ફાયદો : સમજદાર વ્યક્તિઓ જાણે છે કે તેઓને ક્યારે કોની સાથે સંબંધ રાખવાથી ફાયદો થશે. એને કેન્દ્રસ્થાને રાખીને જ તેઓ સંબંધ બાંધે છે અને તેને નિભાવે છે. તેઓ સારી રીતે જાણે છે કે બીજાઓ માટે સમય ખર્ચવાથી એ સમય બરબાદ નથી થતો, બલકે ફાયદો જ થાય છે.

(૨) જરૃર આધારિત સંબંધ : સમજ ધરાવનાર વ્યક્તિઓ બીજાંની આવશ્યકતાઓ અને જરૃરિયાતોને ધ્યાનમાં રાખે છે. તેઓ બીજાંઓની જરૃરિયાતોમાં સહાયભૂત થઈને કે મદદ કરીને પોતાના સંબંધોને મજબૂત બનાવી લે છે. તમે તમારી જિંદગીમાં બધું જ મેળવી શકો છો. જો તમે બીજાનાં કામમાં આવી શકો તો સામેવાળી વ્યક્તિ તમારી પાસેથી તેવા પ્રકારની મદદની અપેક્ષા રાખે છે તે સમજો.

(૩) ભૂલી જાવ : સંબંધોને સ્થિરતા આપીને ટકાવી રાખવા માટે આ આવશ્યક છે કે, અરસપરસની કડવાશને ભૂલી જાવ. સમજદાર વ્યક્તિ બીજાંની ભૂલોને નજર અંદાજ કરી દે છે. ત્યારે જ સંબંધ ઉત્તમ બને છે.

(૪) આજીવન સંબંધ : સંબંધોની દીર્ઘજીવી બનાવવામાં જ સમજદારી છે. આ સત્ય અક્કલમંદ વ્યક્તિઓ જાણે છે. તેઓ સમજે છે કે આજે જે સંબંધ બંધાયો છે તે આગળ જતાં લાભપ્રદ બનશે એટલા માટે તેઓ ભવિષ્યને નજર સમક્ષ રાખીને લાંબા સમયના અર્થાત્ આજીવન સંબંધ બાંધી રાખવામાં વિશ્વાસ રાખે છે.

(૫) વિલક્ષણ સંબંધ : કોઈપણ બે સંબંધ એક જેવાં નથી હોતાં. કદાચ એટલે જ સમજદાર વ્યક્તિ બીજાની વિલક્ષણતાને એક સહજ ભેટની જેમ જુએ અને સ્વીકારે છે. તેઓ જાણે છે કે દરેક વ્યક્તિની પોતાની આવશ્યકતાઓ હોય છે. પોતાના લક્ષ્ય હોય છે. પોતાની ઇચ્છાઓ હોય છે. એટલા માટે તેઓ બધાંના વિશે એક જેવી જ વિચારધારા નથી રાખતા કે સમાન અપેક્ષા પણ નથી રાખતા.

(૬) સંબંધ- ઉત્સાહવર્ધક : એ સાચું છે કે અરસપરસના સંબંધો દ્વારા જ દરેક વ્યક્તિના ગુણ બહાર આવે છે. મનની પરેશાનીઓ દૂર થાય છે. અને જીવંતતા પાછી આવે છે. ઉત્સાહ વધારવાથી સ્વસ્થ સંબંધોની બુનિયાદ તો ઊંચી થાય છે. સાથોસાથ તમે સફળતાની નવી ઊંચાઈ પણ સર કરો છો.

(૭) સંબંધ- એક જરૃરિયાત : દુનિયાની દરેક વ્યક્તિ સારા અને તંદુરસ્ત સંબંધોની ઇચ્છા રાખે છે. સારા સંબંધ આપને સારા નાગરિક બનાવવામાં મદદગાર નીવડે છે. સમજદાર વ્યક્તિ આ સત્ય સામે ક્યારેય મોં ફેરવતો નથી. આ આવશ્યકતાને ધ્યાનમાં રાખીને જ તેઓ જે- તે સંબંધને નિભાવે છે.

(૮) સંબંધ એટલે સહયોગ : સંબંધોની સામે બીજી કોઈ જ ચીજ મહત્ત્વપૂર્ણ હોતી નથી. સંબંધ ફાલવા- ફૂલવાથી બંનેને ફાયદો થાય છે. એટલા માટે જ દરેક સમજદાર વ્યક્તિ આ સત્ય જાણે છે ને એકમેકના સહયોગ માટે તત્પર બને છે. અસહયોગી વ્યક્તિ સાથે કોઈ સંબંધ રાખવા નથી માગતું.

(૯) સંબંધ એટલે એનર્જી : સારા સંબંધોમાં હંમેશા ઊર્જાનો સંચાર થાય છે. અને એ ઊર્જા આપને ઉત્તમતા ભણી ધકેલે છે. અને આગળ તમે સફળતા પામો છો. એ સફળતા સમગ્ર વાતાવરણને ઉમંગથી ભરી દે છે. એટલા માટે બુદ્ધિશાળી લોકો સંબંધમાં એનર્જી લાવવા માટે કામકાજ કરવા માટે નિરંતર પ્રયાસરત રહે છે.

“HARNISH BHATT” <hkbhatt123@yahoo.co.in         25-9-2010


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: