Posted by: vmbhonde | सप्टेंबर 13, 2010

ચરણામૃતના સેવનનું મહત્વ

ચરણામૃતના સેવનનું મહત્વ
હિંદુ ધર્મમાં ભગવાનની આરતી બાદ પ્રસાદ સ્વરુપે ચરણામૃત આપવામાં આવે છે.ચરણામૃત શબ્દનો અર્થ થાય છે ચરણોમાંથી પ્રાપ્ત થતું અમૃત. હિંદુ ધર્મમાં ચરણામૃત ખૂબ પવિત્ર માનવામાં આવે છે.ચરણામૃતને મસ્તક પર લગાવ્યા બાદ તેનું સેવન કરવામાં આવે છે. ચરણામૃતનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે.ગોસ્વામી તુલસીદાસજીએ ચરણામૃતના સેવન વિશે કહ્યું છે કે -पद पखारि जलुपान करि आपु सहित परिवार।पितर पारु प्रभुहि पुनि मुदित गयउ लेइ पार।।
 
અર્થાત ભગવાન શ્રીરામના ચરણ ધોઈને ચરણામૃતના સ્વરુપમાં સ્વીકાર કરવામાં આવે છે.તે દરેક મુશ્કેલીઓને દૂર કરે છે અને પૂર્વજોએ પણ તેનું મહત્વ વિશેષ રીતે વર્ણવ્યું છે.ચરણામૃતનું મહત્વ ફક્ત ધાર્મિક જ નહીં ચિકિત્સા સ્વરુપે પણ સ્વીકારવામાં આવ્યું છે.ચરણામૃત હંમેશા તાંબાના લોટામાં રાખવામાં આવે છે.આયુર્વેદિક મત પ્રમાણે તાંબામાં ચરણામૃત રાખવાથી અનેક રોગ દૂર થાય છે.તેનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેમાં તુલસીના પાન ઉમેરવાથી રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા વધી જાય છે. એવું માનવામાં આવે છે કે ચરણામૃત બુદ્ધિ, સ્મરણ શક્તિને વધારે છે.રણવીર ભક્તિરત્નાકરે ચરણામૃતનું મહત્વ ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે.
 
पापव्याधिविनाशार्थं विष्णुपादोदकौषधम्।तुलसीदलसम्मिश्रं जलं सर्षपमात्रकम्।।અર્થાત પાપ અને રોગ દૂર કરવા માટે ચરણામૃત ઔષધી સમાન છે. તેમાં જો તુલસીપત્ર ઉમેરવામાં આવે તો તેના ઔષધીય ગુણોમાં વધારો થાય છે.ચરણામૃતનું સેવન કરતી વખતે કેટલાક શ્લોકો વાંચવાથી તેનો ફાયદો ખૂબ થાય છે.
 
अकालमृत्युहरणं सर्वव्याधिविनाशनम्।विष्णुपादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते।।અર્થાત ચરણામૃત અકાલ મૃત્યુને દૂર રાખે છે. દરેક પ્રકારની બિમારીઓનો નાશ કરે છે.તેનું સેવન કરવાથી પુનર્જન્મથી દૂર રહી શકાય છે.
 
 
જય શ્રી કૃષ્ણ

“pramod shah” <shah_pramod@hotmail.com     2-9-10


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: