Posted by: vmbhonde | ऑगस्ट 25, 2010

સ્વામી દયાનંદ સરસ્વતી

સ્વામી દયાનંદ સરસ્વતી

 સ્વામી દયાનંદ સરસ્વતી આ નામ લેતાની સાથે આપણી આંખ સમક્ષ વેદાંતના એક અલગ પણ પરંપરાવાદી શિક્ષક ઉભા થાય છે. એમની પોતાની ઉંડી સમજણ અને પશ્વ્ચિમી સંસ્કૃતિની જાણ  એના થકી એ એક અદ્વિતીય ગુરૂ જે ભારતીય વેદાંતનો અદ્વૈત સિદ્ધાંત, આધુનિક વિચાર ધારા ધરાવતા વર્ગને પણ સમજાવી શકે છે એવી એમની છબી સમાજમાં સ્થિર થઈ છે. ગયા ૪૦ વરસથી એ ભારતમાં તેમજ વિશ્વ્વના ઘણા બધા દેશોમાં વેદાંતનું શિક્ષણ આપી રહ્યા છે.  તેઓએ  અમેરિકાની ઘણી બધી પ્રતિષ્ઠીત યુનિવર્સીટીઓમાં, જુદા જુદા પરિસંવાદોમાં, યુનેસ્કો અને યુ. એન માં પણ ભાષણો તથા પ્રવચનો આપ્યા છે. તેઓ ગુરૂ કુલમ્ થકી વેદાંતો ઉપર ૩૦ થી ૩૬ મહિનાના અભ્યાસક્રમ ચલાવે છે. અત્યાર સુધી ૬ થયા,  જેમા એક કોર્સમાં ૬૦ વિદ્યાર્થીઓ હોય છે. એના મુખ્ય કેન્દ્રો ૠષીકેશ, કોઈમ્બતૂર  અને પેન્સિલ્વેનીયા (અમેરિકા) માં છે. તે સિવાય વૈદિક શિક્ષણમાટેના ગુરૂકુલો બીજે બધે પણ છે. ત્યા સપ્તાહાંત કાર્યક્રમ, વિદ્યાર્થીઓ માટે વર્ગો, યોગ વર્ગો વિગેરે પણ થાય છે. ઘર બેઠા ભગવત્ ગીતા, સંસ્કૃત અને વૈદિક પરંપરા શિખવા માટેની પણ વ્યવસ્થા છે. વિદેશમાં ઘણાબધા દેશોમાં જેવા કે મલેશિયા, બ્રિટન, અમેરિકા, બ્રાઝિલ, આઁસ્ટ્રેલિયા, અર્જેન્ટિના વિગેરેમાં એમના કેન્દ્રો છે.
 આર્ષવિદ્યા ગુરૂકુલમ્ માં અદ્વૈત વેદાંત, સંસ્કૃત, યોગ, આયુર્વેદ, જયોતિષ અને બીજા પણ ભારતીય પરંપરાઓનું શિક્ષણ અપાય છે. સન્ ૧૯૮૬ માં સ્થાપેલ આ સંસ્થા ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર આદિ વિષયોનું જ્ઞાન આપે છે.
 AIM (All India Movement) for SEVA જે નવ્હેમ્બર ૨૦૦૦ માં શરૂ કર્યુ હતું એના થકી ઘણાબધા સેવા પ્રકલ્પો ચાલે છે. એ સંસ્થા ભારતના ૧૫ રાજયોમાં એક કરોડથી ઉપર ગ્રામીણ અને વનવાસી વ્યકિતઓને સેવા અર્પણ કરે છે.
 શૈક્ષણિક ક્ષેત્રમાં જુદી જુદી જગ્યાએ છોકરા અને છોકરીઓના છાત્રાલયો ચલાવે છે. જેમાં આંધ્રપ્રદેશમાં ૧૦(અલવલ, બોબીલી, ગુડીવાડા, કમલાપુરમ્, નાંદ્યાલ, પેડાપાડુ,ઉત્નૂર, રામપાચોદાવરમ્ વિગેરે), ગુજરાતમાં ૭ ઠેકાણે (લિમખેડા, સુરત, અમરેલી, કાંકણપુર,રાણપૂર, ખેરોજ વિગેરે), હરીયાણામાં રોહતક, હિમાચલ પ્રદેશમા સોલન, કર્નાટકમાં ૧૫ (બેલગામ, ચિકમંગલૂર, ઉડુપી વિગેરે), કેરળમાં ૩(તિરૂવનંતપૂરમ્), મધ્યપ્રદેશમાં ૮(ધાર, વિક્રમપૂર,દિંડોરી આદિ.), મહારાષ્ટ્રમાં ૭ (મસોદ, સાવંતવાડી, કાટોલ વિગેરે), ઉત્તર પ્રદેશમાં ૧૧, તામીલનાડૂમાં ૧૭, ઓરિસામાં ૨  નો સમાવેશ થાય છે.  તે સિવાય ગુજરાતમાં ખેરોજ અને ચુનાખણ, તેમજ તામીલનાડૂમાં ૬ ઠેકાણે શાળાઓ પણ ચાલે છે.
 આરોગ્ય ક્ષેત્રમાં ઠેકઠેકાણે ૬ મોબાઈલ વ્હઁન, ૬ નાના દવાખાનાઓ અને ૫ હોસ્પિટલો ચાલી રહ્યા છે. જેમાંથી ગોધરા ખાતે ૧ વ્હઁન છે તેમજ શામળાજી(સાબરકાંઠા જીલ્લો)માં એક હોસ્પિટલ છે. તે સિવાય આંધ્રપ્રદેશ(ઉતનૂર, અલવલ), બિહાર, કર્નાટક, મહારાષ્ટ્ર(મહાગાંવ  પૂણે), તામિલનાડૂ (અન્નાઈકટ્ટી)અને ઉત્તર પ્રદેશ(મથુરા)માં પણ આરોગ્ય સવાઓ અપાય છે.
 આંધ્ર પ્રદેશમાં અપંગ વિદ્યાર્થીઓમાટે પણ એક પ્રકલ્પ (શન્મુગા સોસાયટી, હૈદરાબાદ)ચાલે છે. તામિલનાડુમાં સ્ત્રીઓનો સેલ્ફ હેલ્ફ ગૃપ ચાલે છે. અન્નાઈકટ્ટી ખાતે અૌષધીય વનસ્પતિઓનું ઉત્પાદન હરીત કોવાઈ આ નામથી મોટા પ્રમાણમાં શરૂ કર્યુ છે.  ઉત્તર ચેન્નઈમાં પાણી શુદ્ધિકરણ પ્લાંટ નાંખી શહેરીજનોના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યુ છે. આર્ષ વિદ્યામંદિર તરફથી  બીજા ઘણાબધા પ્રકલ્પોમાં નાણાકીય સહાય પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેવા કે ગુજરાતમાં છાત્રાલયો જે ચુનાખણ, કાંકણપૂર, ખેરોજ, રાણપૂર, સુરત ખાતે છે. તેમજ ૪ ઠેકાણે કર્નાટકમાં પણ મદત આપવામાં આવે છે.
 આવા મહાન વેદાંતી, ભારતીય સંસ્કૃતિ પ્રચારક અને સમાજોત્થાનના કાર્યક્રમો હાથ ધરનાર સ્વામી શ્રી દયાનંદ સરસ્વતીજીને લાખ-લાખ પ્રણામ.

વિલાસ ભોંડે  ૧૬-૦૬-૨૦૧૦

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: