Posted by: vmbhonde | ऑगस्ट 25, 2010

સંત શ્રી મોરારીબાપૂ

સંત શ્રી મોરારીબાપૂ

મહાશિવરાત્રીના પવિત્ર દિવસે પ્રભૂદાસબાપૂ અને સાવિત્રી માં હરિયાણીના ઘેરે તલગજરડા ગામે મહુઆ પાસે જીલ્લા ભાવનગરમાં એક બાળકનો જન્મ થયો. એમનંુ ઘર વૈષ્ણવ બાબા સાધુ નિંબરકા સંપ્રદાયનુ હતુ, જયાં બધા પુરૂષોને બાપુ કહેવામાં આવે છે. નામ રાખ્યુ મોરારી. એમને પાંચ ભાઈઓ અને બે બેહનો છે. નાનપણમાં દાદી પાસેથી ઘણી ભાતીગળ વાર્તાઓ સાંભળી અને દાદા ત્રિભોવનદાસ બાપુ પાસેથી રામચરિતમાનસ. એ બન્નેનો એમના ઉપર ઘણો પ્રભાવ રહ્યો. દાદા ત્રિભોવનદાસ બાપુ એજ એમના ગુરૂ થયા. પાંચમાં વરસથીજ રામચરિતમાનસની પાંચ ચૌપાઈયો અર્થ સાથે સિખવાડવામાં આવતી. નિશાળ ગામથી ૭ કિ.મી. દૂર એટલે બાળક મોરારી જતાં આવતાં રોજે એ ચૌપાઈઓને અર્થ સાથે યાદ કરે. વૃક્ષોને, ઝાડોને, પશુપંખીઓને સંભળાવે અને પછી ઘેરે આવી દાદાજીને. બધુ યાદ રહે. શાળામાં બાપુ ખુબ શરમાળ, શાંત અને સ્વાવલંબી વિદ્યાર્થી હતા. હોશીયાર તો ખરાજ, પણ સાથે સાથે સાંસ્કૃતિક અને ઘાર્મિક મુલ્યોમાં શ્રદ્ધા ધરાવનાર તરીકે શિક્ષક અને હેડમાસ્તરના તેઓ માનીતા હતા. ૧૨ મે વરસે બાપુ શ્રી રામચરિતમાનસ કહેવા લાગ્યા. ગામના વડીલો એમની પરિક્ષા લેવા પ્રશ્નો પુછતા અને સાચા જવાબો મેળવી આશ્વ્ચર્યચકિત થતા. માધ્યમિક શાળા પુરી કર્યા પછી જુનાગઢ પાસે શાહપુર કાઁલેજમાંથી શિક્ષકો માટેનો આભ્યાસક્રમ કર્યો અને પાછા મહુઆ આવી જે.પારેખ હાયસ્કુલમાં તેઓ શિક્ષક તરીકે જોડાયા. તેઓ અંગ્રેજી સાથે બધા વિષયો ભણાવતા. દસ વરસની નોકરી દરમ્યાન એ મોટા વકતાઓને સાંભળતા. એમની શૈલી અપનાવતા. સાહિત્યિક ગોષ્ટીમાં ભાગ લેતા. એમને સાહિત્ય, કવિતા, વાર્તા વિગેરેમાં બહુજ રસ હતો. ધીરે ધીરે એમની પોતાની વકતૃત્વકળા મોટી ભીડ ખેંચવા લાગી. એમને પહેલી રામકથા ૧૯૬૦માં રામ મંદિરમાં પોતાના ગામ તલગજરડા ખાતે કરી. પછી તો મેદીની વધતીજ ગઈ.

રામચરિતમાનસ ઉપરનું એમનું પ્રભુત્વ, હૃદય સુધી પહોચે એવી વાણી, બુદ્ધીને ઝંઝોળે એવી તર્કબદ્ધ રજુઆત આ બધાના લીધે મોટા પ્રમાણમાં રામકથાનો પ્રારંભ થયો. બધાજ પ્રકારના લોકો, અલગ અલગ ઉમરના, ભણેલા અને અભણ,ગામડીયા તેમજ શહેરીજનો એમનો શ્રોતૃવર્ગ થયો. ૧૯૭૬માં વિદેશમાં નૈરોબી ખાતે પહેલીવાર રામકથાનો કાર્યક્રમ થયો. ત્યારે એ ૩૦ વરસના હતા. હવે તો દેશ વિદેશમાં ગણાય નહી એટલીવાર જુદા જુદા ઠેકાણે લાખો લોકોની ઉપસ્થિતિમાં એમના કાર્યક્રમો થાય છે. શ્રી મોરારીબાપુ રામકથાને પ્રેમ યજ્ઞ કહે છે. એમનુ માનવું છે કે ધર્મ ત્રણ વસ્તુ ઉપર આધારીત હોય છે- સત્ય, પ્રેમ અને કરૂણા. જે એનુ પાલન કરે એજ ધાર્મિક વ્યકિત કહેવાય. બાપુના એકજ ગુરૂ એમના દાદા ત્રિભોવનદાસ બાપુ. એ પોતે પણ કોઈના ગુરૂ નથી કે કોઈ એમના શિષ્ય નથી. બધાજ એમના શ્રોતાઓ છે. એમની કોઈ નવી સંસ્થા નથી, સંપ્રદાય નથી. એ અસ્પૃશ્યતામાં માનતા નથી. તેઓ ગરીબ દલિતોની ઝુપડીઓમાં પણ રહ્યા છે અને એમના માટે (દેવી પુજકો, વાલ્મિકી સમાજ વિગેરે) પણ બાપુએ કથા કરેલી છે. બધાજ ધર્મોના સારા પાસાઓને તેઓ માને છે. ૨૦૦૭માં મહિલાઓનો આવાજ આ નામથી એમણે સ્ત્રી સંત કવીયત્રીઓનો સન્માન કર્યો હતો. જેમાં ભારત તેમજ એરેબીયા અને યુરોપના સ્ત્રીયોનો પણ સમાવેશ થતો હતો. જાનેવારી ૨૦૦૯માં એમણે મહુઆમાં વિશ્વના બધા ધર્મોના પ્રતિનિધીઓની સભા “ધર્મ સંસદ” બોલાવી હતી. જેમાં વૈશ્વિક શાંતિ અને સામંજસ્યના દૃષ્ટીથી ચર્ચા વિચારણા કરવામાં આવી. હજારો લોકોએ હિંદુ, સિખ,જૈન,બૌદ્ધ,ખ્રિશ્વ્ચન,મુસ્લિમ વિગેરે વકતાઓને એક સમાન મંચ ઉપરથી સાંભળ્યા. ફેબ્રુવારી ૨૦૦૯માં સદ્ભાવના પર્વ મનાવામાં આવ્યુ. જેમા ખ્રિશ્વ્ચન, ઇસ્લામ અને હિંદૂ ધર્મના ૩૦૦ જેટલા પ્રતિનિધીઓને સામંજસ્ય અને સદ્ભાવના આ વિષયો ઉપર વિચાર કરતા કર્યા. જેથી ભવિષ્યમાં વૈશ્વિક શાંતિનો માર્ગ પ્રશસ્ત થાય.

 પ. પુ. શ્રી મોરારી બાપુએ જુદા જુદા એવાઁર્ડ આપવાનું પણ શરૂ કર્યુ છે.

તુલસી એવાઁર્ડ આ હિંદૂ કથાકારો માટે છે. કારણ કે એ હિંદૂ ધર્મનંુ સાહિત્ય, પરંપરા, તત્વજ્ઞાન સાચવે છે. તુલસીદાસ જયંતીના પવિત્ર દિવસે એ આપવામાં આવે છે.

 અસ્મિતા પર્વ હનુમાન જયંતીના દિવસે ગુજરાતી સાહિત્યકારો માટે ચર્ચાવિચારણા, સાહિત્યિક વાર્તા ગોઠવવામાં આવે છે. તે સિવાય ગાયન, સંગીત તથા નૃત્ય કલાકારોને પણ એવાઁર્ડ આપવામાં આવે છે.

સંસ્કૃત સત્ર સંસ્કૃત વિદ્વાનો માટેનો એવાઁર્ડ જે સંસ્કૃત ભાષા ટકાવા માટે અને વૈદિક સાહિત્ય બધાની સામે મુકવા માટે અપાય છે.

સંતવાણી એવાઁર્ડ પારંપારિક, પ્રાચીન, ધાર્મિક તેમજ અધ્યાત્મિક ભજનિકો માટે. કવી કાગ એવાઁર્ડ જેમને લોક કાવ્ય કર્યા, એવા ગુજરાતી કવિ અને લોક કવિઓને સંગીત અને સાહિત્ય માટે આ અપાય છે.

લલિત કલા એવાઁર્ડ જેમાં શિલ્પકાર, ચિત્રકાર, ફોટોગ્રાફર વિગેરે આવે છે. ચિત્રકુટ અવાઁર્ડ પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે કે જેમણે સમર્પણ, હોશિયારી અને ઉચ્ચતમ ગુણો દેખાડયા છે.

 પોરબંદર, માંગરોળ, વેરાવળમાં જુલાઈ ૨૦૦૯માં જયારે વિનાશક પુર આવ્યા ત્યારે બાપુએ રૂા. ૫ લાખ સાથે સ્વયંસેવકો અને હજારો ફુડ પઁકેટસ્ પણ મોકલાવ્યા હતા.

 લાખો લોકોને રામકથાનું ઘેલું લગાડનાર અને સમાજ સેવાભાવી, સંસ્કૃતિ રક્ષક સંત શ્રી મોરારી બાપુને અમારા હૃદય પૂર્વક પ્રણામ.

 વિલાસ ભોંડે ૨૮.૦૭.૨૦૧૦

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: