Posted by: vmbhonde | ऑगस्ट 25, 2010

સંત રામ મંદિર

 

સંત રામ મંદિર

 

 

 સંવત ૧૮૭૨ માં મૂળ શ્રી સંતસમ મહારાજજી જેઓ અવધુત સાધુ હતા, ગિરનારથી નડીયાદ આવ્યા. એમને બધા ગિરનારી બાબા/વિદેહી બાબા/સુખ સાગરજી તરીકે ઓળખતા. લોક કલ્યાણ માટે ૧૫ વરસ અહીયા રહી સંવત ૧૮૮૭માં માઘ પુર્ણિમાંના દિવસે તેઓએ જીવિત સમાધી લીધી. સમાધી લીધી ત્યારે એમના શરીરમાંથી એક જયોત નિકળી અને ત્યાંનો દિવો પ્રગટ્યો, જે આજે પણ ૧૫૦ વરસ પછી પ્રકાશ આપી રહેલ છે. એમના પછી ઘણા મહંતો આવી ગયા, જેમાંથી સાતમા મહંતે પ્રાથમિક કુમાર શાળા, સંતરામ કન્યા શાળા, આરોગ્ય ભવન, કુમાર છાત્રાલય વિગેરેનંુ બાંધકામ કરાવ્યુ. અત્યારે શ્રી રામદાસજી મહારાજ એ નવમાં મહંત છે. બધાજ ગાદીપતીઓએ “જનસેવા એજ પ્રભુ સેવા” આ સુત્રમાં વિશ્વાસ રાખી સમાજોપયોગી કામો કર્યા છે.
સંત પરંપરા, સંત પ્રેરણા, સંતનું માર્ગદર્શન આપણને માર્ગ ચીંધનારૂ બને છે. અવધૂત યોગીરાજ શ્રી સંતરામ મહારાજનું નડીયાદ નગરને અધ્યાત્મમય બનાવવા પધારવું, જીવિત સમાધિ લેવી એ ઘટનાએ સહુને ભકિતમાં ડુબાડી દીધા. ત્યારપછીની મહંત પરંપરામાં મહંત શ્રી જાનકીદાસજી મહારાજ, શ્રી નારાયણદાસજી મહારાજે સમાધિસ્થાનના મહંતશ્રી તરીકે બિરાજી મંદિરનો સવાર્ંગી વિકાસ કર્યો. મંદિર માત્ર કહેવાતા મંદિર તરીકે ન રહેતાં સમાજક્ષેત્રે, આરોગ્યક્ષેત્રે, અન્નક્ષેત્રે, દુષ્કાળ, અતિવૃષ્ટિ, રાજય કે રાષ્ટ્રનાં સંકટ  આનંદમાં સાથે રહી નવી પ્રેરણા આપનાર સાબિત થયું. આરોગ્ય સેવાઓ, આદિવાસીઓના વિવિધ રોગોમાટે સ્થાનિક કક્ષાએ જુદા જુદા દર્દોના આરોગ્ય કઁમ્પો યોજી દર્દી સેવાની જયોતને જલતી રાખે છે. શ્રી સંતરામ નેત્ર ચિકિતત્સાલય જે ૫૦ વર્ષથી ચાલે છે તે શ્રી સંતરામ મંદિરના સંચાલનમાં છે. લેબોરેટરી, સોનોગ્રાફી, સિટીસ્કઁન, ફીજીઓથેરાપી સેંટર વિગેરે સેવાઓ શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ ના ઉપક્રમે ચાલે છે. આ ઉપરાંત બાળ ઘડતર માટે શિશુ કેંદ્ર, સંસ્કાર કેંદ્ર પણ ચાલે છે. સ્થાયીસ્થાનમાં રહેનારા છાત્રોનું શિક્ષણ સાથે સંસ્કાર ઘડતર થાય છે.
 સદ્વિચાર સમિતી સંચાલિત શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય અને ડિસ્પેંસરીમાં અદ્યતન સાધનોથી સુસજ્જ આંખની હાઁસ્પિટલમાં આઉટડોર વિભાગ, ચષ્માના નંબર તપાસ વિભાગ, કાઁન્ટેકટ લેન્સ કિલનિક, છારી દૂર કરવાનો વિભાગ, ઝામરની સારવાર, ત્રાસી આંખ વિભાગ, આંખના પડદાનાં રોગોની વિશિષ્ઠ સારવાર, ફેકો લેસર મશીન દ્વારા મોતિયાના આઁપરેશન વિગેરે આવે છે. છેલ્લા ૫ વરસમાં આંખની સારવાર લેનાર દર્દીઓની સંખ્યા ૯ લાખ થઇ છે. તો આંખના આઁપરેશનો ૯૦ હજાર જેટલા થયા છે. જનરલ ડિસ્પેંસરીમાં પણ લાભ લેનાર દર્દીઓની સંખ્યા ૫ વરસમાં ૬ લાખ વટાવી ગઇ છે.
 શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સેવા પ્રકલ્પોમાં દાંત વિભાગ, નિષ્ણાત તબીબોની સેવા, પઁથોલાઁજીકલ લેબોરેટરી, સોનોગ્રાફી-એકસરે કિલનિક, સિટી સ્કઁન સેંટર, પોલિઓ ફાઉંડેશન અને ફિજીઓથેરાપી સેંટર, નિઃશુલ્ક અૌષધ સેવા કેંદ્ર, ફ્રી આઁકિસજન બઁક, નિઃશુલ્ક અઁમ્બુલન્સ વ્હઁન, કાર્ડિઓગ્રામ વિભાગ, અંત્યેષ્ઠી સંસ્કાર આર્થિક સહાય, સર્જરી કઁમ્પ, પિત્તાશય પથરીનો નિઃશુલ્ક કઁમ્પ વિગેરે કામ કરે છે.
પ. પુ. નારાયણદાસજી મહારાજ પ્રેરીત ગુજરાતની સેવા સંસ્થાઓ જેવી કે મહાગુજરાત હાઁસ્પિટલ, આયુર્વેદીક હાઁસ્પિટલ, ટી. બી. હાઁસ્પિટલ, હિન્દૂ અનાથ આશ્રમ, બધીર વિદ્યાલય, બ્રમ્હર્ષી સંસ્કાર ધામ, મુનીસેવા આશ્રમ ગોરજ, ભાગવત વિદ્યાપીઠ-સોલા તથા અન્ય ધાર્મિક-શૈક્ષણિક સ્થાનો અને વિવિધ સંસ્કૃત પાઠશાળઓને પ. પુ. રામદાસજી મહારાજ નાણાકીય સહાય્ય તેમજ જરૂરી અન્ન સામગ્રીં પુરી પાડે છે. નાની મોટી ૨૦૦ સંસ્થાઓને વાર્ષિક અન્ન સહાય અપાય છે. ગુજરાત રાજય બહાર પણ અલગ અલગ આરોગ્ય લક્ષી શિબીરોમાં દર્દીઓને સારવાર અપાય છે. અતિવૃષ્ટી-રેલ રાહત સેવા અંતર્ગત ઘણા ગામડાઓમાં મગ ફાડા, મેંદો, સોજી, ડાળ. મસાલા, મરચ્યુ, તેલ વિગેરે અન્ન સામગ્રી તેમજ મફત દવા અને ઇંજેકશન્સ આપવામાદ્મ આવ્યા હતા. તે સિવાય અસર ગ્રસ્તો માટે સવાર સાંજ ભોજન પણ પોંહોચાડવામાં આવ્યંુ હતુ. જયાં જરૂર હોય ત્યાં ફુડપઁકેટસ્ આપવા અને અન્ન ક્ષેત્ર ચાલુ કરી રાહત પોહોચાડવી, દુષ્કાળ હોય ત્યારે ઘાસ કેંદ્રો દ્વારા પશુવાડાને સહાય્યતા કરવી એ તો શ્રી સંતરામ ભકત વૃંદોનંુ હમેશનું સેવા કાર્ય છે. ગયે વર્ષે થયેલ ભારે વરસાદમાં નડીયાદ તથા આજુબાજુના ગામડાઓમાં ૫ દિવસમાં ૨૫૦૦૦ થી વધુને ભોજન પોહોંચાડવામાં આવ્યું હતું. તેવીજ રીતે સુરેંદ્રનગર જીલ્લામાં મંદિરના ભકતોએ ૨૦૦૦ પઁકેટ સુખડીનું વિતરણ કર્યુ હતંુ અને બીજા તબક્કામાં ૧૩૦૦૦ કિલો બાજરી વિતરીત કરી હતી. બિહારમાં કોસી નદીના સૈલાબથી અસર પામેલાઓ માટે ૧૧ લાખ રૂપયા આપવામાં આવ્યા હતા, તેમજ વાસણની અને કપડાની એક એક હજાર કિટો મોકલી હતી.
 વિકલાંગ સેવા અંતર્ગત ટ્રાયસિકલ, બાયસિકલ, સિલાઈમશીન, હાથલારી, વ્હિલચેઅર, વાઁકર, હિઅરીંગ મશીન વિગેરે સાધનોની સહાય કરવામાં આવે છે. ૧૯૯૧ થી મંદિર પરિસરમાં શિશુ કેંદ્રની સ્થાપના થયી છે, જેમાં ૫ થી ૧૬ વરસ સુધીના બાળકોને સંસ્કૃત, અંગ્રજી, ગણિત, વિજ્ઞાન વિગેરે વિષયોનંુ ટ્યુશન આપવામાં આવે છે. જેમાં લગભગ ૧૦૦૦ વિદ્યાર્થીઓ લાભ લેવા આવ્યા હતા. તે સિવાય ત્યાં રાસગરબાના વર્ગો, નાટક, નૃત્ય નાટીકા, સંગીત, ચિત્રકામ, રમત ગમત, કરાટે, યોગ તથા અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મંદિરમાં બાલમંદિર તથા પ્રાથમિક વિદ્યાલય પણ શરૂ થયેલ છે. ગરીબોને સહાય્યરૂપ થવાના ભાગરૂપે વસ્ત્રદાન તથા શિયાળામાં ધાબળાનંુ વિતરણ થાય છે. દરવરસે ગુજરાત, મધ્યપ્રદેશ તથા રાજસ્થાનના પછાત વિસ્તારોમાં મેડિકલ કઁમ્પનંુ આયોજન થાય છે. ઉમરેઠમાં બી. ડી. પટેલ જનરલ હાઁસ્પિટલ હજારો દર્દીઓની સારવાર કરે છે. કરમસદ મંદીર થકી આયુર્વેદ તથા હોમીઓપઁથિક અૌષધાલય, અન્નક્ષેત્ર સેવા તેમજ બાળ કેળવણીથી ઉચ્ચમાધ્ય્મિક સુધી શાળા ચલાવવામાં આવે છે. વિદેશમાં લંડન અને અમેરિકામાં શ્રી સંતરામ ભકત વૃંદ દ્વારા અધ્યાત્મિક તેમજ આરોગ્યને લગતી સેવાઓ આપવામાં આવે  છે.
 આવી સમાજોપયોગી વિવિધલક્ષી સેવાઓ નજીવાદરે અથવા નિઃશુલ્ક આપનાર શ્રી સંતરામ મંદિર તથા એના મહંતોને મનઃર્પુવક અભિવાદન!!! 
                  વિલાસ ભોંડે ૧૦/૮/૨૦૧૦

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: