Posted by: vmbhonde | ऑगस्ट 25, 2010

શ્રીલ પ્રભૂપાદ સ્વામી ઇસ્કોન

શ્રીલ પ્રભૂપાદ સ્વામી  ઇસ્કોન

 

કૃષ્ણકૃપામૂર્તી શ્રી શ્રીમત્ એ.સી. ભકિતવેદાંત સ્વામી પ્રભૂપાદનો જન્મ ૧૮૯૬માં કલકત્તામાં થયો હતો. ૧૯૨૨માં એમના ગુરૂ મહારાજ ભકિતસિદ્ધાંત સરસ્વતી સાથે પહેલીવાર મુલાકાત થઇ, જેમને વૈદિક જ્ઞાન પ્રચાર માટે પોતાનું જીવન સમર્પિત કરવા પ્રેરણા આપી. શરૂઆતમાં એમના શિષ્ય બન્યા પછી ૧૧ વર્ષ બાદ ઇલાહાબાદમાં એમણે વિધિવત દિક્ષા લીધી. ગુરૂજીએ એમને અંગ્રેજી ભાષાના માધ્યમથી વૈદિક જ્ઞાનનો પ્રચાર કરવા માટે કીધુ. ૧૯૪૪માં કોઇની પણ સહાયતા વગર એમણે એક અંગ્રેજી પાક્ષિક પત્રિકા શરૂ કરી. એનું સંપાદન, મુદ્રણ, ટંકણ વિગેરે બધુજ એ પોતે કરતા હતા. શીલ પ્રભૂપાદજીની ભકિત તથા જ્ઞાનનું મહત્વ જોઇ ગૌડિય વૈષ્ણવ સમાજે એમને ૧૯૪૭માં ભકિતવેદાંત આ પદવી આપી. ૧૯૫૦માં તેઓએ ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમ સ્વિકાર્યો અને વૃદાંવનના શ્રી રાધા દામોદર મંદિરમાં રહી ગંભીર અધ્યયન અને લેખન કર્યુ. ૧૯૫૯માં તેઓએ સન્યાસ ગ્રહણ કરી ૧૮હજાર શ્વ્લોકોવાળા શ્રીમત્ ભાગવત પુરાણનું અંગ્રેજીમાં ભાષાંતર અને એની વ્યાખ્યા કરી.
૧૯૬૫માં આપણા ગુરૂદેવના આદેશો મુજબ તેઓ અમેરીકા ગયા. માલવાહક બોટ દ્વારા પહેલીવાર જયારે તેઓ ન્યુયોર્કમાં ઉતર્યા, ત્યારે એમની પાસે એક પૈસો પણ ન હતો. પણ બધીજ તકલીફોનો સામનો કરી જુલાઇ ૧૯૬૬માં તેઓએ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની સ્થાપના કરી. પોતાના કુશળ માર્ગદર્શનથી તેઓએ દુનિયા ભરમાં ૧૦૦ થી વધારે આશ્રમો, વિદ્યાલયો, મંદિરો, સંસ્થાઓ અને કૃષિ સમુદાયોનું એક બૃહદ સંગઠન બનાવી લીધુ.  તેઓએ છેલ્લા ૧૨ વરસમાં પોતાના વૃદ્ધાવસ્થાની ચિંતા કર્યા વગર વિશ્વ્વના ૬ ખંડોની ૧૪ પરિક્રમા કરી હતી. આટલો વ્યસ્ત કાર્યક્રમ હોવાં છતાં તેઓએ વૈદિક દર્શન, ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઘણાબધા પુસ્તકો-ગ્રંથોનું નિર્માણ કર્યુ. એમના ગ્રંથોનો ૫૦ થી વધારે ભાષાઓમાં અનુવાદ થયેલ છે.
 હરેકૃષ્ણ આંદોલન એ એક હિન્દુ વૈશ્વ્ણવ ધાર્મિક સંગઠન છે. આજે  વિશ્વ્વભરમાં ૪૦૦ થી વધારે કેન્દ્રો ચાલે છે, જેમાં ૬૦ કૃષી સમુદાયો પણ સંલગ્ન છે. એમના કેટલાક પ્રકલ્પો આત્મનિર્ભરતા તરફ લઈ જાય છે, તો કેટલાંક સામાજીક સેવા તરફ.  ઈસ્કોન તરફથી ૫૦ થી વધારે શાળાઓનું સંચાલન થાય છે, તેમજ ૯૦ જેટલા શુદ્ધ શાકાહારી રેસ્ટોરંટ પણ ચલાવવામાં આવે છે. આ આંદોલન શ્રીમત્ ભાગવત અને શ્રી ભગવદ્ગીતા ઉપર આધારીત છે, જે ભકિતયોગ સિખવાડે છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુજીનુ  સંકિર્તન તેઓએ નવા સ્વરૂપમાં સમાજ સમક્ષ મુકયુ છે. તેઓ ઉપદેશ આપે છે કે બધાએ વધારે સરળ, સહજ અને પ્રાકૃતિક રીતે જીવન જીવવું જોઈએ. એમના ચાર મુખ્ય સિદ્ધાંતોમાં તપસ, સત્ય, શુદ્ધતા અને દાન છે. તે સિવાય તેઓ હંમેશા વ્યસન મુકિત આંદોલનમાં જુગાર ન રમવો, દારૂ ન પીવી, કઁફીન-તમાકુ ન ખાવો અને માંસાહાર ન કરવો એ માટે પ્રયત્નશીલ હોય છે. માયાપુર-બંગાલમાં ઇસ્કોનનું મુખ્ય કાર્યાલય છે, જયા ઘણી મોટી અઁકઁડમી તેમજ લાયબ્રેરી ચલાવવામાં આવે છે. માનવ માત્રનું સામાજીક જીવન ઉચું લાવવા માટે હંમેશા એ પ્રયત્ન કરે છે. શ્રી વૃંદાવન ધામમાં ભવ્ય કૃષ્ણ-બલરામ મંદિર, આંતરરાષ્ટ્રીય અતિથી ભવન તેમજ શ્રીલ પ્રભુપાદ સ્મૃતિ સંગ્રહાલયનું નિર્માણ થયું છે. આમા પાશ્વ્ચાત્ય લોકો વૈદિક સંસ્કૃતિના મૂળ રૂપનો અનુભવ કરી શકે છે. મુંબઈમાં પણ શ્રી રાધા રાસબિહારીજી મંદિરના રૂપમાં એક વિશાળ સાંસ્કૃતિક તથા શૈક્ષણિક કેન્દ્રનો વિકાસ થયો છે. આ સિવાય ભારતમાં દિલ્હી, બંગલૂરૂ, અમદાવાદ, વડોદરા અને બીજા સ્થાનો ઉપર સુંદર મંદિરો બનાવ્યા છે, જયા હજારોની સંખ્યામાં ભકતો કૃષ્ણ ભકિતમાં લીન થાય છે.
બધે ઠેકાણે રથયાત્રા દ્વારા જનભકિત જાગરણ થાય એ માટે પ્રયત્નશીલ હોય છે. જીવનમાટે ભોજન આ કાર્યક્રમ અંતર્ગત એમના  મંદિરોમાં પ્રસાદરૂપે વિશ્વ્વના ૬૦ થી વધારે દેશોમાં  ૭ લાખ ભકતોને રોજે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. ઇસ્કોન તરફથી જુદી જુદી પ્રવૃત્તિઓ જુદા જુદા દેશોમાં અને અલગ અલગ શહેરોમાં ચલાવવામાં આવે છે. જેમાથી કેટલીક પ્રવૃત્તિઓ વિશે માહિતી આ પ્રમાણે છે.
ફલોરીડા-અમેરિકામાં પ્રાથમિક શાળા, અફગાણિસ્થાન, ક્રોએશિયામાં હાઈસ્કૂલ, બેલ્જીયમમાં ભકિત વેદાંત કોલેજ, કાઁમ્પોસ્ટ ખાતર બનાવવામાટે કચરો ભેગો કરવો, સોલાપૂર મહારાષ્ટ્રમાં  ગુઢી પડવાની શોભાયાત્રા-જે લાખો લોકોએ જોઈ, વૃન્દાવનમાં ગરીબોમાટે ૪૦ ઘર બાંધવા, કોલમ્બીયા યુનિવર્સીટી-ન્યુયોર્કમાં ભકિત-શાકાહારી વિદ્યાર્થી સંગઠન, શ્રીકૃષ્ણ ભોજન કાર્યક્રમ જેમાં હજારોની સંખ્યામાં શાકાહરી ભોજન-ફલોરીડા યુનિવર્સીટી પરિસરમાં અપાય છે, આંધ્ર પ્રદેશના ગુન્ટુર જીલ્લામાં ૧૦૦૦ વરસ જુનો ઐતિહાસિક કોન્ડાવેડુ કિલ્લાનું સમારકામ. જોયુ, કેટલી વિવિધ પ્રવૃત્તિઓમાં ઇસ્કોન સંકળાયેલ છે! એમના આગલા પ્રકલ્પમાં ૨૦૧૧માં તેઓ શાકાહારી ફાસ્ટફુડ રેસ્ટોરંટની ચેન શરૂ કરનાર છે. આ માહિતી તો બહૂજ અલ્પ છે  છતાં બધાની જાણ માટે આપેલ છે.
 પશ્વ્ચિમના દેશોમાં કૃષ્ણભકિતનુ ઘેલું લગાડનાર ભકિતવેદાંત પ્રભુપાદ સ્વામી અને ઇસ્કોને ને હાર્દિક પ્રણામ.

વિલાસ ભોંડે  ૧૬-૦૬-૨૦૧૦

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: