Posted by: vmbhonde | ऑगस्ट 25, 2010

શેગાંવના ગજાનન મહારાજ

 

શેગાંવના ગજાનન મહારાજ

 

મહારાષ્ટ્રના બુલઢાણા જીલ્લામાં આવેલ શેગાંવ એ સ્થાન સંત શ્રેષ્ઠ શ્રી ગજાનન મહારાજના મંગલમય રહેઠાણથી પુનિત થયેલ છે. એમના અલૌકિક શકિતથી પ્રભાવી શકિતપીઠ બન્યંુ છે. સિદ્ધ અવસ્થાના અવતારશ્રેષ્ઠ સંત શ્રી ગજાનન મહારાજ તરૂણ અવસ્થામાં ૨૩.૨.૧૮૭૮ ના રોજ બપોરના સમયે શેગાંવમાં પ્રકટ થયા. પોતાના અલૌકિક દિવ્ય સામર્થ્યથી અનેક લીલા કરી અતકર્ય ચમત્કાર કરી અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરી ૮.૯.૧૯૧૦ ના રોજે સમાધિસ્થ થયા અને આજે પણ એમનું શિરડીના સાઈબાબાની માફક જીવોના ઉદ્ધારનું કાર્ય ચાલુ છે. તેઓએ જે ઘણા ચમત્કારો કર્યા એમાંથી કેટલાક આ પ્રમાણે છે. ખાલી તીર્થ પાઈ જાનરાવ દેશમુખને મરણ પથારીથી ઉભા કર્યા,  અગ્ની ન મળતાં એની મેળેજ ચીલમ પ્રકટાવી, ભાસ્કર પાટીલનો સુકો કુવો પાણીથી છલકાવ્યો, મધમાખીઓને ભગાડયા, તોફાને ચઢેલ ગાય તેમજ ઘોડાને શાંત કર્યા, સુકાયેલ વૃક્ષને નવા પાનો ઉગાડયા, કુષ્ટ રોગીને સાજો કર્યો, બાપુકાકાને વિઠ્ઠલ સ્વરૂપમાં દર્શન આપ્યું વિગેરે.  સંત શ્રી ગજાનન મહારાજ પોતે શ્રી રામભકત હતા. એટલે એમનું સમાધી મંદિર જમીન નીચે હોઈ ઉપર રામલક્ષ્મણ જાનકીનું મંદિર છે. શ્રી ગજાનન મહારાજના અનુગ્રહથી ૧૯૦૮ માં શેગાંવ સંસ્થાનની સ્થાપના થઈ. જેનુ બ્રીદ વાકય “સર્વે ભવન્તુ સુખિનઃ” આ છે.  તેઓ પોતે જાતપાતમાં માનતા નહોતા. ગરીબ દીન દુખીઓની સેવા કરી સમાજને સન્માર્ગ ઉપર વાળી એમની અધ્યાત્મિક પ્રગતી થાય એવા પ્રયત્નો તેઓએ કર્યા હતા.
 બીજમાંથી પ્રચંડ મોટો વટવૃક્ષ જેમ તયાર થાય તેવી રીતે શેગાંવ સંસ્થાન લોકશિક્ષણ, જીવસેવા, રૂગ્ણ સેવા, શૈક્ષણિક સેવા,સંત-ભકત સેવા આદિ કરી રહેલ છે. અધ્યાત્મ ભકિતમાં રંગાયેલ ભકતો નિર્માણ થાય, સંત પુરૂષોનું શ્રેષ્ઠ તત્વજ્ઞાન જીવનમાં ઉતારાય અને બધાની અધ્યાત્મિક પ્રગતી થાય એ માટે સંસ્થાન તરફથી પ્રવચન, કીર્તન,અધ્યાત્મિક શિબીર, ધર્મગ્રંથોનો અભ્યાસ વિગેરે કાર્યક્રમો હમેશાં ચાલતા હોય છે. “શિવભાવે જીવ સેવા” આ બોધ વચનથી પે્રરીત થઈ સંસ્થાન દર્દીઓની સેવા કરે છે. ૧૯૬૩ થી શરૂ થયેલ આયુર્વેદ વિભાગમાં અત્યાર સુધી ૧૫ લાખ ઉપરાંત દર્દીઓએ અૌષધોપચારનો લાભ લીધો છે. હોમીઓપાથી વિભાગમાં જે ૧૯૭૩માં શરૂ થયું, અત્યાર સુધી ૨૯ લાખ દર્દીઓ આવ્યા. ૧૯૭૪માં સ્થાપિત થયેલ એલોપથી વિભાગમાં ૫૭ લાખ રોગીઓ લાભાન્વિત થયા.  એમાં ત્રણ એમ્બ્યુલન્સ વ્હઁન પણ કામ કરે છે. પેથોલોજી વિભાગમાં નિઃશુલ્ક તપાસ થાય છે. સંસ્થાન તરફથી અપંગ પુનર્વસન કેન્દ્ર મંદિરના પરિસરમાંજ ખોલ્યુ છે જેના સેવાકાર્યોને મહારાષ્ટ્ર શાસન તરફથી સ્મૃતિચિન્હ આપવામાં આવેલ છે.  અપંગ દર્દીઓ ઉપર મુંબઈ તેમજ શેગાંવમાં ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમજ અપંગ વ્યકિતઓને કૃત્રિમ અંગો સંસ્થાનના ખર્ચે આપવામાં આવે છે. ૧૯૭૫ થી દર વરસે ભવ્ય પ્રમાણમાં નેત્ર શસ્ત્રક્રિયા શિબીર આયોજીત કરાય છે. જેમાં હજારો દર્દીઓને દૃષ્ટિલાભ થયો છે. શિબીરમાં આવેલ દર્દીઓની રહેવાની તેમજ ચા નાસ્તો અને ભોજનની વ્યવસ્થા સંસ્થાન દ્વારા કરવામાં  આવે છે. એમને ચષ્માપણ આપવામાં આવે છે.  સંસ્થાનના આ રાષ્ટ્રિય અંધત્વ નિવારણ કાર્યક્રમ માટે સરકાર તરફથી ઘણીવાર પ્રશસ્તિ પત્ર મળ્યુ છે. ૧૯૮૨ થી ફરતું દવાખાનું પણ શરૂ કર્યુ હતું, ગ્રામીણ ક્ષેત્રમાં આયોગ્ય સેવા નથી એવા ગામડાઓમાં આ ફરતુ દવાખાનું કામ કરે છે. તેવીજ રીતે આદિવાસી વિભાગમાં વનવાસી બાંધવોને વિનામુલ્ય સારવાર મળે એ દૃષ્ટિથી સાતપુડા પ્રકલ્પ આ યોજના હાથમાં લીધી છે, જેના અંતર્ગત બે ફરતા દવાખાના શરૂ થયા છે. આર્થિક દૃષ્ટિથી દુર્બલ વ્યકિતને અસાધ્ય રોગ થતાં પૈસા ન હોવાના કારણે એમની સારવાર થતી નહોતી, એટલે એવા દર્દીઓમાટે પણ આર્થિક સહાય ઉપલબ્ધ કરવામાં આવે છે. કુંભમેળા પ્રસંગમાં નાસિક, ત્ર્યંબકેશ્વ્વર અને અોંકારેશ્વ્વરમાં યાત્રાળું અને ભકતોમાટે સંસ્થાન વૈદ્યકીય સેવા ઉપલબ્ધ કરે છે તેમજ અન્ન સત્ર પણ ચલાવે છે. ધરતી કંપ, પૂર, દુષ્કાળ, વિગેરે નૈસર્ગીક સંકટોમાં સંસ્થાન તરફથી પ્રથમોપચાર, અન્ન, વસ્ત્ર, દવાઓ અને આર્થિક મદદ માનવતાના રૂએ કરવામાં આવે છે.
અધ્યાત્મિક અને આરોગ્યલક્ષી કાર્યોસાથે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સંસ્થાન તરફથી ખૂબસારૂં કામ થઈ રહયુ છે. સમાજમાં સુશિક્ષિત-સાક્ષર પેઢી નિર્માણ થાય એ માટે અલ્પ કિંમતમાં અથવા વિનામુલ્ય સારામાં સારૂ શિક્ષણ મળે આ ભાવનાથી ૧૯.૪.૧૯૮૩ ના રોજ શ્રી ગજાનન શિક્ષણ સંસ્થા પંજીકૃત થઈ. મે ૧૯૮૩માં જ સંસ્થાન તરફથી એન્જીનિયરીંગ કાઁલેજની શરૂઆત થઈ. આજે એમાં વિદ્યાર્થીઓમાટે ૬ છાત્રાલયો, કોલેજની ભવ્ય ઈમારત, ઉત્કૃષ્ટ ગ્રંથાલય અને આધુનિક યંત્ર સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવે છે. અત્યાધુનિક વાચનાલય અને વ્યાયામશાળા સાથેના આ કોલેજમાં બીઈ, એમઈ,એમસીએ, એમબીએ વિગેરેનું શિક્ષણ ૧૭૦૦ વિદ્યાર્થીઓ લઈ રહયા છે. વિશેષ લખવાનું કે કોલેજને આઈએસઓ ૯૦૦૧ પ્રમાણ પત્ર પ્રાપ્ત થયેલ છે. છોકરાઓના સર્વાંગીણ વિકાસના દૃષ્ટિથી નર્સરીથી  બારમાં ધોરણ સુધીની અંગ્રજી માધ્યમની શાળા પણ ૧૪૦૦ વિદ્યાર્થીઓ માટે ચાલે છે. સમાજનો દુર્બળ અને ઉપેક્ષિત ઘટક એટલે કે મતિમંદ અને આદિવાસી વિદ્યાર્થીઓ. એમના વિકાસના દૃષ્ટિથી ૧૨૦ મતિમંદ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં શિક્ષણ લઈ રહયા છે, જેમના વસ્ત્ર, ભોજન તથા દવાઓની વ્યવસ્થા સંસ્થાન કરે છે. ૧૯૮૮થી કાર્યરત આ વિદ્યાલયમાં શિક્ષણની સાથે ચિત્રકલા, સંગીત, ગાયન તેમજ સ્વાવલંબનના દૃષ્ટિથી શુભેચ્છા પત્રો, મીણબત્તી, પગલુછણા વિગેરે બનાવવાનું શિક્ષણ પણ આપવામાં આવે છે. સાતપુડા પર્વતના દુર્ગમ ભાગમાં રહેનાર અનાથ વનવાસી જાતીઓને પણ સંસ્થાએ પોતાની પાસે કરેલ છે. એમના નાના છોકરાઓ દેશ-સમાજમાટે  કંઈક કરી શકે  એ દૃષ્ટિથી આદિવાસી આશ્રમ શાળાઓ ચલાવવામાં આવે છે, જેમાં આશરે ૮૦૦ છોકરા છોકરીઓ રહે છે, જેમની પણ પુરેપુરી વ્યવસ્થા સંસ્થાન કરે છે.  તેમને સ્વાવલંબનનો પાઠ પણ ભણાવવામાં આવે છે. વારકરી શિક્ષણ સંસ્થા અંતર્ગત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઘણે ઠેકાણે કામ થઈ રહયુ છે. સંસ્થાન તરફથી આગામી પ્રકલ્પોમાં પાણી પુરવઠા યોજના, સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર, વાચનાલય, આર્ટ ગેલરી, માતૃસેવા સંઘ, નિસર્ગોપચાર કેન્દ્ર, હોસ્પિટલ તથા મેડીકલ કોલેજ આવે છે.
સંતશ્રી ગજાનન મહારાજ અને એમના શેગાંવ સંસ્થાન તરફથી ચાલતા અધ્યાત્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજીક, આરોગ્યલક્ષી પ્રકલ્પો માટે લાખ લાખ અભિનંદન.
                  વિલાસ ભોંડે ૧૦.૮.૨૦૧૦

Advertisements

Responses

  1. વાહ,,,વાહ,,,જુન,જૂલાઇ અને ઓગષ્ટ દરમ્યાન ઘણું બધું લખ્યુ.બધુ જ વાંચ્યુ.લખાણ ખુબ સરસ છે.
    અધ્યાત્મના રંગે રંગાયેલુ.શૈલી પણ સુપર્બ છે.અભિનંદન.


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: