Posted by: vmbhonde | ऑगस्ट 25, 2010

દિવ્ય જીવન સંઘ

 

દિવ્ય જીવન સંઘ

 

 
દિવ્ય જીવન સંઘની સ્થાપના કરનાર શ્રી સ્વામી શિવાનંદનો જન્મ સંત અપ્પય્ય દિક્ષીતાર તેમજ અન્ય પ્રખ્યાત સંતો તથા વિદ્વાનોના કુલીન પરિવારમાં ૮ સપ્ટેમ્બર ૧૮૮૭ના રોજ દક્ષિણ ભારતના તામીલનાડુના પટ્ટામડાઈ ગામમાં થયો હતો. એમના પિતાજીનું નામ હતું શ્રી કુપ્પુસ્વામી વેંગુ અય્યર અને માતા હતા પાર્વતી અય્યર. નાનપણથીજ વેદાંત અધ્યયન અને એના વ્યવહારીક પક્ષ તરફ એમનો લગાવ હતો. એમનામાં પ્રાણીમાત્રની  સેવા કરવાની અંતર આકાંક્ષા તેમજ સમસ્ત માનવ જાતીમાં રહેલ અંતર્નિહીત એકતાની  સહજ ભાવના હતી. જો કે એમનો જન્મ એક રૂઢીવાદી કર્મઠ પરિવારમાં થયો હતો, તેમ છતાં તેઓ ઉદાર મન, ધર્મ સહિષ્ણુ તથા ધર્મ પરાયણ હતા. સેવા કરવાની આકાંક્ષા એમને ચિકિત્સા ક્ષેત્ર તરફ દોરી ગઈ. મેઘાવી વિદ્યાર્થી તરીકે અધ્યાપકોનું પ્રેમ જીતી તંજોર મેડીકલ કોલેજમાંથી એમબીબીએસની પદવી મેળવી તેઓ ડોકટર થયા. ૧૯૧૩ થી ૧૯૨૩ સુધી  મલેશીયામાં ડોકટર તરીકે સેવા આપી. વચમાં એમણે એબ્રોશિયા નામનું આરોગ્ય સંબંધીત મેગેઝીન શરૂ કર્યુ, જેમાં તેઓ નિયમીત રૂપથી સ્વાસ્થ્ય સંબંદ્ધીત સમસ્યાઓ વિશે લખાણ કરતા હતા. તેઓ કહેતા કે સામાન્ય માણસમાટે આ વિષયમાં જ્ઞાનનો પ્રચાર, પ્રસાર કરવાની ખુબ આવશ્યકતા છે.મલેશિયામાં ખેતમજુરોની સેવા કરી તેઓ લોકપ્રિય થયા. બાળપણથીજ ધાર્મિક અને અધ્યાત્મિક વલણ સહજ હતું. એક સંતે ભેટ આપેલ વેદાંતના પુસ્તકે આત્મ જ્ઞાનની ઝંખના એમનામાં જન્માવી અને યશસ્વી કારકિર્દી અને ધિકતો ધંધો છોડી તેઓ ભારત પાછા ફરી ૠષીકેશ પહોંચ્યા. ગંગાતટે સ્વામી વિશ્વ્વાનંદ સરસ્વતીએ ૧.૬.૧૯૨૪ ના રોજ પ્રથમ મુલાકાતેજ સંન્યાસ દિક્ષા આપી અને સ્વામી શિવાનંદ નામ આપ્યંુ. ત્યાંજ કઠોર તપશ્વ્ચર્યા અને સાધના કરી મહાન યોગી, સંત, સાધુ અને જીવનમુકત તરીકે ઝળહળ્યા. તપશ્વ્ચર્યાની સાથે સાથે એમણે રોગીઓની પણ ખુબ સેવા કરી. દવાઓ લઈ રોગીઓના ઝુપડાંઓમાં જતા અને એમની સેવા શુશ્રુષા કરતા. એમનામાટે પોતે ભિક્ષા માગી લાવી આપણા હાથથી ખવડાવતાં હતા. ૧૯૩૨ સુધી તેઓએ ભારત ભ્રમણ કર્યુ જેમાં તેઓ કિર્તન અને પ્રવચન કરતાં. યાત્રાથી પાછા આવ્યા પછી ૧૯૩૨માં તેઓએ ગંગા નદીના દક્ષિણ તીરે શિવાનંદ આશ્રમની સ્થાપના કરી.  ૧૯૩૪માં દર્દીઓમાટે ચઁરીટેબલ દવાખાનું તેમજ આયુર્વેદિક ફાર્મસી શરૂ કરી અને ૧૯૩૬માં દિવ્ય જીવન સંઘની સ્થાપના. ૧૯૩૮માં દિવ્ય  જીવન નામથી માસીક શરૂ કર્યુ અને ૧૯૪૮માં યોગ વેદાંત અરણ્ય એકેડમીની સ્થાપના કરી. ૧૯૫૩માં વિશ્વધર્મ પરિષદ બોલાવી. આત્માની અનુભૂતી અને કલમના કૌશલ્યથી ૩૦૦ જેટલા નીતિ,ધર્મ,અધ્યાત્મ અને સ્વાસ્થ્ય સંબંધી ગ્રંથો અંગ્રજીમાં લખ્યા. ૧૪.૭.૧૯૬૩ ના રોજ અલૌકિક જીવન કાર્ય પૂર્ણ કરી તેઓએ મહાસમાધી લિધી.

 એમના પશ્વ્ચાત દિવ્ય જીવન સંઘની જવાબદારી સ્વામી શ્રી ચિદાનંદ ઉપર આવી. દક્ષિણ ભારતના કર્નાટકના સુખી જમીનદાર કુટુંબમાં જન્મેલ શ્રીધર રાવ બાળપણથીજ પ્રભૂ પ્રત્યે પ્રેમ અને અધ્યાત્મ માર્ગમાં રૂચી ધરાવતા હતા. આ મેઘાવી વિદ્યાર્થી લોયોલા કોલેજમાથી સ્નાતક થયા. અંતઃપ્રેરણાથી ૠષીકેશ જઈ સ્વામી શ્રી શિવાનંદજીના શિષ્ય બન્યા અને જનસેવાને પ્રભૂસેવા માની રકતપિત્ત જેવા ચેપી રોગોના દર્દીઓની સેવા કરી. ૧૯૪૭માં સન્યસ્ત થઈ ૧૯૬૦માં અમેરીકાની યાત્રા પણ કરી. ૧૯૬૩ માં તેઓ સંઘના પરમાધ્યક્ષ થયા.

 દિવ્ય જીવન સંઘના મહાન આદર્શોનો પ્રારંભ છે એક સાચા માનવીનું નિર્માણ. કોઇપણ જાતી પંથ, વર્ણ, સામાજીક સ્થિતી, લીંગ તથા દેશ નો વ્યકિત પશુમાંથી માનવ અને માનવમાંથી દિવ્યતામાં રૂપાંતરીત થવા માટે હકકદાર છે.

યોગ વેદાંત અરણ્ય વિદ્યાપીઠમાં ભારતીય સંસ્કૃતી અને માનવ કલ્યાણમાટે યોગાભ્યાસનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. એમના મુદ્રણાલયમાંથી સંઘની સાંસ્કૃતિક અને અધ્યાત્મિક પત્રિકા તથા પુસ્તકો મુદ્રિત થાય છે. નિઃશુલ્ક સાહિત્ય અનુભાગ દ્વારા જીજ્ઞાસુઓ  અને સાધકો માટે પુસ્તક વિતરણ કરવામાં આવે છે. શિવાનંદ ચેરીટેબલ ચિકિત્સાલયમાં રોગીઓને નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. વડોદરામાં પણ આ પ્રવૃત્તિ ચાલે છે. અન્નપૂર્ણા-અન્નક્ષેત્રમાં રોજે બધા માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. અતિથીગૃહમાં સાધકો તથા પ્રવાસીઓ માટે વ્યવસ્થા ઉપલબ્ધ છે. આશ્રમના દેવાલયમાં વિશ્વશાંતિમાટે નિયમિત પ્રાર્થના અને માનવ કલ્યાણ માટે અખંડ કિર્તન થાય છે. પુસ્તકાલયમાં તત્વજ્ઞાન, યોગ,સંસ્કૃતિ વિગરે વિષયોપર મુલ્યવાન પુસ્તકો વાચકોમાટે ઉપલબ્ધ છે. દૈનિક સત્સંગ કાર્યક્રમ પરમ શાંતિ માટે ચિરસ્થાઈ સ્ત્રોત છે. સંઘ તરફથી જુદા જુદા ઠેકાણે યોગ વર્ગ, દિવ્ય જીવન સંમેલન, સાંસ્કૃતિક યાત્રા, વ્યકિતગત માર્ગદર્શન, દૈનિક ધ્યાનસત્ર અને વાર્ષિક સાધના સપ્તાહ આયોજીત કરવામાં આવે છે.  પ્રાથમિક શાળાથી માંડીને કોલેજ સુધી નિર્ધન વિદ્યાથીંઓને આવશ્યક સુવિધાઓ, કુષ્ઠીરાહત કાર્યક્રમ અંતર્ગત કુષ્ઠ રોગીઓની સેવા અને સમાજસેવા અનુભાગના માધ્યમથી નિર્ધન દર્દીઓની ચિકિત્સા સહાય-મદદ કરવામાં આવે છે.

 દિવ્ય જીવન સંઘના લક્ષ અને ઉદેશ્ય છેસાંસ્કૃતિક અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર પ્રસાર, શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના, અનાથ અને નિરાધારોની મદદ,ચિકિત્સાલયોની સ્થાપના વિગેરે. સંઘ તરફથી આરોગ્ય,પ્રાણશકિત,નૈતિક,ઇચ્છાશકિત,હૃદય, માનસિક અને અધ્યાત્મિક એમ સપ્ત સાધન વિદ્યા સિખવાડવામાં આવે છે. તેમજ દૈનંદિન જીવનમાં ઉપયોગી થાય એવા  ૨૦ મહત્વના સુચનો આપવામાં આવેલ છે. જેમાં જપ, આહાર નિયમન, ધ્યાન, સ્વાધ્યાય, સત્સંગ, સેવા, પ્રભૂ પ્રત્યે સંપૂર્ણ શરણાગતી-વિગેરે ઉપર ભાર મુકવામાં આવે છે.
 
દેશ વિદેશમાં અધ્યાત્મિક તથા સેવાભાવી પ્રવૃત્તિઓ કરનાર દિવ્ય જીવન સંઘ અને એના પ્રણેતા સ્વામી શિવાનંદ અને ચિદાનંદને મનઃપૂર્વક પ્રણામ.
વિલાસ ભોંડે  ૨૮-૦૭-૨૦૧૦

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: