Posted by: vmbhonde | ऑगस्ट 4, 2010

વિચારધારા /સુવિચાર

વિચારધારા

૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.
૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં.
૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે ?
૪. જો તમને પહેરવા કપડા , રહેવા ઘર , બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો.
૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ. દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘ મૃત્યુ. ’
મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.
૬. આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે , બે વર્ષે કે પાંચ વર્ષે મળે. કદાચ આ જન્મે નહી તો આવતા જન્મે
મળે. કર્મની ગતિ અતિ ગહન છે.
૭. એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. આ વાત જો સાચી હોય તો જરૂર કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે ?
શું સુંદર વાત છે . આપણા બધિર કાન તેં કેમ સાંભળતા નથી. હવે વિચાર કરી અમલ કરવાની ઘડી આવી ગઈ છે. ૬૦ વર્ષની ઉમર વટાવી ચૂકેલા સર્વે માટે ખાસ.
” હવે કાઢ્યા એટલા નથી કાઢવાના. ”
અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ. ઉપર જવા માટે કોઈ લાગવગ ચાલતી નથી.
મજાક ખાતર લખ્યું છે. કિંતુ સનાતન સત્ય છે.
પ્રવિણાની વિચાર ધારા

 
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી   ગઇ

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ ઘાયલ ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું ,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું ;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ ઘાયલ ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
અમૃત ઘાયલ

 
વિચારધારા હાસ્ય   રસ

કમપ્યુટર શીખો , ચાલો ત્યારે થાવ તૈયાર. સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે. તૈયાર ?
જો જીવનમાં હોય
 
ખુશી SAVE
ગમ DELETE
સંબંધ DOWNLAD
દોસ્તી FAVORITE
દુશ્મની ERASE
સત્ય KEY BOARD
જૂઠ SWITCH OFF
ચીંતા BACK SPACE
પ્યાર INCOMING ON
નફરત OUTGOING OFF
વાણી CONTROL
હંસી HOME PAGE
ગુસ્સો HOLD
મુસ્કાન SEND
દિલ WEB-SITE
આંસુ ALT
ધિક્કાર SPAM
સવારથી સાંજ ચીટકી રહો NET WORK
ઘરનાને ઘેલુ લગાવો VIRUS
શરૂઆત માં આટલું પૂરતું છે. જો આમાં તમે પાકા
થઈ જાવ તો બીજો અંક ફરી મળીએ ત્યારે.
ચાલો ત્યારે યાદ રાખવા બેસી જાવ.
વિદ્યાર્થિની ભાષામાં કહું તો ‘ ગોખવા ’ માંડો.
પ્રવિણાની વિચાર ધારા હાસ્ય રસ
(POSTED IN GUJARATI BY KAMALBHAI BAROT)

 
સુવિચાર- 30 દિવસમાં   તંદુરસ્તી

30 દિવસમાં તંદુરસ્તી , 30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે
* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.
* સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.
* સમય ન વેડફો – મહામૂલી જણસ છે.
* અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
* દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.
* શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.
* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
* વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.
* ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.
* મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.
* ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.
* અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.
* સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે.
* હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.
* તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
* ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.
* રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.
દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

 
ખરાં છો   તમે.

ઘડીમાં રીસાવું , ખરાં છો તમે.
ઘડીમાં મનાવું , ખરાં છો તમે.
ન પૂછો કશું યે , ન બોલો કશું યે ,
અમસ્તા મુંઝાઓ , ખરાં છો તમે.
ન આવો છો મળવા , ન ઘરમાં રહો છો ,
અમારે ક્યાં જાવું , ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા , ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું , ખરાં છો તમે.

Yogesh Chaudhary
yogesh.chaudhary@stergel.com    2-7-10


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: