Posted by: vmbhonde | ऑगस्ट 4, 2010

કાને અથડાતા શબ્દો

થોડા સમય પહેલાં ઇ-મેઇલમાં પાંચ દેડકાંની વાર્તા મળેલી. વાર્તા કંઇક આવી હતી: એક વાર પાંચ દેડકાંઓએ નક્કી કર્યું કે આપણે પાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. સામે જે ઊંચો પર્વત દેખાય છે, તેના ઉપર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તે વિજેતા. બીજા દિવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું. જંગલનાં બીજા બધા પ્રાણીઓ પણ બીજા દિવસે સવારે હરીફાઈ જોવા માટે કુતૂહલવશ હાજર થઇ ગયા.

સસલાએ સીટી મારી અને દોડ થઇ ગઇ શરૂ. પાંચેય દેડકાં કૂદકા મારતાં આગળ વધવા લાગ્યા. શિયાળ, હાથી, સિંહ અને બીજા બધાં પ્રાણીઓને આ તમાશો જોઇને હસવું આવી રહ્યું હતું. અન્ય પ્રાણીઓનું ટોળું એમની પાછળ અને આસપાસ દોડી રહ્યું હતું. સૌ દેડકાંને કહી રહ્યાં હતાં કે ‘તમે તો દેડકાંઓ છો, તમે આટલા ઊંચા પર્વત ઉપર કેવી રીતે ચડી શકશો?’ છતાં દેડકાંઓ દોડતાં રહ્યા. ફરી પાછું કોઇ બોલ્યું, ‘રહેવા દો આ દોડવાનું… મરી જશો…’ એક દેડકો થાકીને અટકી ગયો.

ફરીથી કોઇનો અવાજ આવ્યો, ‘હાં, હવે બરાબર- જો આ એક દેડકો સમજી ગયો એટલે બિચારો બચી ગયો. તમે પણ અટકી જાઓ… આટલો ઊંચો પર્વત ન ચડી શકાય.’થોડી વારમાં બીજા બે દેડકાં અટકી ગયા. ફરી પાછા અવાજ આવવા લાગ્યા, ‘અલ્યા પાગલ થઇ ગયા છો કે શું? હવે તો અટકો, નહીંતર શ્ચાસ ચડશે તો પેટ ફાટી જશે.’ મહામહેનતે પર્વત ચડી રહેલા બેમાંથી એક દેડકો હાંફીને ત્યાં જ મરી ગયો.

છેલ્લો દેડકો હજુ પર્વત ચડી રહ્યો હતો. પ્રાણીઓએ કહ્યું, ‘હજુ સમજી જા, પાછો વળી જા.’ દેડકો ચડતો રહ્યો. કોઇએ કહ્યું ‘ટોચ ઉપર ન પહોંચી શકાય, તારા દોસ્તની જેમ તું પણ મરી જઇશ, અટકી જા.’ છતાં દેડકો પર્વતની ટોચ તરફ આગળ વધતો રહ્યો. પ્રાણીઓએ કહ્યું ‘તમારી સાત પેઢીમાં કોઇ આટલું ઊંચે નથી પહોંચી શક્યું…’ દેડકો છતાંયે ચડતો રહ્યો. પ્રાણીઓએ મજાક શરૂ કરી, ‘હમણાં મરી જશે!’ ‘હમણાં નીચે પડશે!’

પણ દેડકો ચડતો રહ્યો અને આખરે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો. બધા પ્રાણીઓ ચૂપ થઇ ગયા. જંગલમાં હાહાકાર થઇ ગયો. એક નાનકડો દેડકો પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો! સૌએ દેડકાનું મેડિકલ ચેક અપ કરાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે દેડકો તો બહેરો છે!

આ વાર્તા પરથી કાને અથડાતા શબ્દોની શક્તિનો ખ્યાલ આવે છે. દેડકાને ખબર જ નહતી કે મને કોઇ રોકી રહ્યું છે. એને નાસીપાસ કરે એવા શબ્દો એને સંભળાયા જ નહોતા. માટે એના ઉપર વિચાર કરવાનો સવાલ ન હતો. એટલે જ એનો ડર ન હતો અને એટલા માટે જ ટોચે પહોંચી શકાયું. દેડકાનું નેગેટિવ પ્રોગ્રામિંગ કરવાના જાણ્યે અજાણ્યે થયેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા, કારણ કે દેડકો બહેરો હતો.

શક્ય છે કે તમને પણ લોકોના અવાજો સંભળાય, કે ‘હમણાં મંદી છે, સાહસ ન કર,’ ‘તારાથી બિઝનેસ ન થઇ શકે,’ ‘છોડ, એ તારું કામ નથી- તને નહીં ફાવે’, ‘આપણી સાત પેઢીમાં કોઇએ આવું રસ્કિ નથી લીધું’ વગેરે. તો શું કરશો એ વખતે? આપણે તો બહેરા નથી! અને સંભળાય છે માટે અસર પણ કરે છે.. તો શું કરવું? એનો ઉપાય છે, ‘અવેરનેસ’ એટલે કે જાગ્રતતા. ‘હું શું સાંભળી રહ્યો છું.’ એના પર સતત ધ્યાન રાખશો એટલે વણજોઇતા તમામ શબ્દોને પકડી શકશો. જેવા એ શબ્દો પકડાય એટલે મનમાં. એક રટણ ચાલુ કરો કે, ‘દેડકો તો બહેરો છે..’ તમને એ શબ્દો સંભળાતા હોવા છતાં તમને એ અસર કરી નહીં શકે… બસ, કાનમાં ‘અવેરનેસ’ નામનું ફલ્ટિર નંખાવી દો.‘

સોના મહોર:

તમે જે સાંભળો છો એમાંથી જ તમારા બોલવાનો માલ બને છે.

 

“Mahesh M Shah” <maheshmshah@yahoo.com   22-7-10

Advertisements

Responses

  1. આ લેખ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો!

    • thanks for your comments i just try to upload articles which i like so as to share that with so many friends

      Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–https://vmbhonde.wordpress.com/


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: