Posted by: vmbhonde | जून 2, 2010

આપણા કામની કદર

માણસને એવી અપેક્ષા તો રહેવાની જ કે હું જે કંઇ કરું છું એનું મને ફળ મળે, એની કદર થાય, મારો પગાર વધે… આ બધું સહજ છે, છતાં થોડું મૂર્ખામીપૂર્ણ પણ છે. આમાં મૂર્ખામી એ છે કે બીજા લોકો આપણી કદર કરી શકે એટલા સમજદાર, ઉદાર, સંવેદનશીલ ન હોય તો એમાં આપણો શો વાંક? કોઇ વાંક નહીં, છતાં દુ:ખી કોણ થાય? આપણે થઇએ. નાઉ ધેટ ઇઝ ફૂલિશનેસ. માટે, લોકો કદર કરે તો બહુ સારું અને ન કરે તો ઇસુ ખ્રિસ્તની જેમ જાતને કહેવું – હે ઇશ્વર, એમને માફ કરજે, કારણ કે એ શું નથી કરી રહ્યા (મારી કદર નથી કરી રહ્યા) એની એમને ખબર નથી.બીજાની કદરના ઓશિયાળા શા માટે રહેવું?

આપણા કામની કદર આપણે જાતે જ કરી લેવી

માણસ માત્ર કદરને પાત્ર! છતાં, ક્યારેક કોઈ કામ કરીને મરી જાય તો પણ તેની કદર ન થાય અને આળસુની ઘણી વાર વાહ વાહ થાય. ક્યારેક ‘વેન્કી’ને નોબેલ અપાય તો ક્યારેક ગાંધીજીને નોબેલ આપવાનું રહી જાય. આવા આ પેચીદા ‘કદર બિઝનેસ’ વિશે કેટલીક પાયાની વાતો કરીએ.

પહેલો મુદ્દો: કોઇ માણસ એક કંપની ચલાવે એ જેમ મોટું કામ છે, એમ એક ગૃહિણી ઘર સંભાળે અને એક બાળકને ઉછેરે, એનું જીવન ઘડે એ પણ બહુ મોટું કામ છે, છતાં એ કામની આપણા સમાજમાં બહુ ઓછી કદર છે. માત્ર પૈસાની દ્રષ્ટિએ વિચારીએ તો પણ, એક ગૃહિણી આખી જિંદગી જે ઘરકામ કરે છે એ બધું જો બીજાઓ પાસે કરાવ્યું હોય તો લાખો-કરોડોનું ‘બિલ’ બને. બટ નોબડી કેર્સ.

હા, આ જ ગૃહિણી જ્યારે પિયર જાય કે માંદી પડે ત્યારે સ્વજનોને સમજાતું હોય છે કે એના વિના ગાડું સરખું ચાલતું નથી. ટૂંકમાં, કોઇ કદર કરે કે ન કરે, આપણું કામ મહત્વનું હોય જ છે.

ઘડિયાળના પચાસ ચક્રોમાંનું સૌથી નાનું ચક્ર પણ જો ખોટવાઇ જાય તો આખું ઘડિયાળ અટકી પડે. એમ આપણે પણ, વિશ્વની ઘડિયાળના એક સાવ જ નાનકડા ચક્ર તરીકે પણ સાવ નકામા તો નથી જ. એટલે જ તો કુદરત આપણને જિવાડે છે. આપણે નકામા હોઇએ તો કુદરત આપણને ઉઠાવી લે, પણ હજુ સુધી આપણને ઉઠાવી નથી લેવામાં આવ્યા.

મતલબ કે કુદરત આપણી કદર કરે છે. હવે જો આવડી મોટી કુદરત, ખુદ ઇશ્વર જાત્તેપોત્તે આપણને જીવતા રાખીને આપણી આટલી કદર કરતો હોય તો ઔર જીને કો કયા ચાહિયે.

બીજો મુદ્દો છે ‘કદરનું કદ’. કોઇ વિજ્ઞાની જો એમ કહે કે ‘મને આપણા પેલા ‘વેન્કી’ની જેમ, નોબેલથી ઓછું કોઇ પારિતોષિક ન ખપે’ તો એનો મતલબ એ થયો કે એને કદર કરતાં ‘કદરના કદ’માં વધુ રસ છે, પણ ‘તોતિંગ કદર’માં જ રસ હોવો એ તો અહમને પંપાળવાની, ઘમંડી હોવાની નિશાની થઇ. અને ઘમંડ કંઇ બહુ સારી વસ્તુ નથી. શું કહો છો?

ત્રીજો મુદ્દો: કદર તરત કરવી. એમાં બહુ મોડું ન કરવું. ઘણી વાર એટલું મોડું થઇ જાય છે કે જેની કદર કરવાની આપણી સૌથી વધુ ઇચ્છા હોય એ વ્યકિત છેવટે ચાલી નીકળે ત્યાર પછી આપણે કહીએ કે ‘સરલાબહેન બહુ સરળ હતાં, સારાં હતાં…’ પછી આપણને જ એ વાતનો ડંખ રહ્યા કરે કે એ જીવતાં હતાં ત્યારે આપણે કદર ન કરી. આવા ડંખથી બચવું હોય તો કદર ક્યારેય પાછી ન ઠેલવી.

ચોથો મુદ્દો: માણસને એવી અપેક્ષા તો રહેવાની જ કે હું જે કંઇ કરું છું એનું મને ફળ મળે, એની કદર થાય, મારો પગાર વધે… આ બધું સહજ છે, છતાં થોડું મૂર્ખામીપૂર્ણ પણ છે. આમાં મૂર્ખામી એ છે કે બીજા લોકો આપણી કદર કરી શકે એટલા સમજદાર, ઉદાર, સંવેદનશીલ ન હોય તો એમાં આપણો શો વાંક?

કોઇ વાંક નહીં, છતાં દુ:ખી કોણ થાય? આપણે થઇએ. નાઉ ધેટ ઇઝ ફૂલિશનેસ. માટે, લોકો કદર કરે તો બહુ સારું અને ન કરે તો ઇસુ ખ્રિસ્તની જેમ જાતને કહેવું – ‘હે ઇશ્વર, એમને માફ કરજે, કારણ કે એ શું નથી કરી રહ્યા (મારી કદર નથી કરી રહ્યા) એની એમને ખબર નથી.’ બીજાની કદરના ઓશિયાળા શા માટે રહેવું?

કદરના મામલે સ્વાવલંબન શ્રેષ્ઠ છે. આમેય, કોઇ કામ આપણે કેટલી સારી રીતે, કેટલા દિલથી, કેટલી મહેનતથી કરીએ છીએ એની સૌથી વધુ જાણકારી આપણને જ હોય છે. એ બધી જ વાતો, પૂરેપૂરી, લોકો ક્યારેય નહીં સમજી શકે. અને કોઇ પણ કામ પૂરું કરીએ ત્યારે દિલમાં છેક અંદર, અત્યંત સૂક્ષ્મ અવાજ આવતો જ હોય છે કે ‘આ તેં સારું કર્યું’ કે ‘આ તેં ખોટું કર્યું’. સૌથી સાચી કદર આ છે – છેક અંદરથી ઊઠતો અવાજ.

આવી પોતીકી કદર એ પગાર છે, જ્યારે લોકોની કદર બોનસ છે. તમે જ કહો, વધુ મહત્વનું શું? પગાર કે બોનસ? નેચરલી પગાર. એ જ રીતે, પારકી કરતાં પોતીકી કદર વધુ મહત્વની છે. માટે જ્યારે પણ મનમાં કદરનો વિચાર આવે ત્યારે આંખો બંધ કરીને દિલના છેક તળિયેથી આવતો અત્યંત ધીમો અવાજ સાંભળવા કોશિશ કરવી. એ અવાજથી સાચી કદર બીજી કોઇ નથી.

અસ્તુ.

GAEKWADMV@iocl.co.in    18-5-2010

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: