Posted by: vmbhonde | मे 11, 2010

ભારતમાતા સુपूત્ર–સ્વામી વિવેકાનન્દ

ભારતમાતા સુपूત્ર–સ્વામી વિવેકાનન્દ

મહાસમાધીના ૧૦૭ વરસ પછી પણ સ્વામી વિવેકાનન્દ આ નામ ભારતીયોમાટે રોમાંચિત કરવા માટે પુરતુ છે. ગઇ ત્રણ ચાર પેઢી જે ચરીત્ર આદર્શ  તરીકે મુકી મોટી થઇ તે આ નામ. આપણે હિન્દુ લોકો ” યદા યદા હી ધર્મસ્ય ” આ ઇશ્વર ના વચન ઉપર વિશ્વાસ મુકીએ છીએ અને એટલેજ માનીએ છિએ કે ભારત ના ઉત્થાન માટે જે વિભૂતીઓ અવતાર લે છે એમાની આ એક વિભૂતી.

૧૨ જાનેવારી ૧૮૬૩ – આ પવિત્ર દિવસે શ્રી વિશ્વનાથ દત્ત અને અ.સૌ.ભુવનેશ્વરી દેવી આ સત્છીલ દામ્પત્ય ના ઘેરે કલકત્તામા વિરેશ્વર અથવા નરેન્દ્રનાથ આ નામથી એક મહામાનવ નો જન્મ થયો. ભગવાન શંકરજી ના પ્રસાદ થી થયેલા પૂત્રનુ નામ વિરેશ્વર રાખ્યુ હતુ, પણ લાડથી એને “બીલે” પણ કહેતા હતા. માતાએ કીધેલ ધાર્મિક-એતિહાસિક વાર્તાઓથી બાલ નરેન્દ્ર ઉપર ન ભુસાય એવા સંસ્કાર થયા.એમનુ ચરિત્ર કેટલાક પાનાઓમા લખવુ એ તો બન્ને કાઠાઉપર વહેનારા ગંગાજી ના પ્રચંડ પ્રવાહ માથી એક હથેલી મા પાણી લઇ આચમન કરવા જેવુ છે. એમના ચરિત્ર ની ભવ્યતા-દિવ્યતા હું શું કહેવાનો? તેમ છતાં સાદી સરળ ભાષામાં નાનો પ્રયત્ન.

પુત્રના પગ પારણા મા” આ ન્યાયે બાળપણથીજ નરેન્દ્ર ના ગુણ પ્રગટવા માંડ્યા હતા. અસહાય લોગોને મદત કરવી આ એનો સ્થાયીભાવ હતો. કોઇ પણ સાધુ સંત અથવા ભિક્ષુક દ્વાર પરથી ખાલી હાથે ન જાય એ નક્કી. આ સ્વભાવના લિધે એકવાર એને એક ઓરડામા પુરી દીધો હતો ત્યારે એને સંપૂર્ણ નવિન ધોતિયા જેવુ  કાપડ દાનમા ભિખારીને આપ્યુ. બીલે નાનપણમા ખુબ મસ્તીખોર હતો. પરંતુ માતાએ માથાઉપર “શિવ શિવ” કહીને પાણી નાખ્યુ કે એની મસ્તી ધ્યાનસ્થ યોગી ની જેમ શંત થઇ જતી હતી. રાજા અને એનો દરબાર આ એની મનગમતી રમત અને એમા એ કાયમ રાજા થાય. નાટક એવુ જોરદાર કે જોનાર તરત સલામ ભરે.

નરેન્દ્ર જન્મથીજ યોગી હતો. ધ્યાનસ્થ થવાની  ક્રીયા કોઇએ પણ સિખવાડ્યા વિના એને ખબર હતી. એકવાર એકાંતમા  ધ્યાન કરવા બેઠા હતા ત્યારે એક કાળો નાગ એના પગ ઉપરથી ગયો તો પણ એનો ધ્યાનભંગ થયો નહી. બીજા બધા છોકરાઓ સાપ સાપ કહી ભયભીત થઇ ભાગી ગયા. એના પિતાજી પ્રસિદ્ધ વકીલ હોવાથી એમના ઘરે ઘણા અશિલો આવતા હતા અને એ જમાના ની રીત પ્રમાણે એમના માટે હુક્કાપાન ની વ્યવસ્થા કરવામા આવતી. પરંતુ જાતી મુજબ ૪-૫ અલગ અલગ હુક્કાઓ મુકવામાં આવતા. નરેન્દ્રએ જ્યારે પુછ્યું ત્યારે કહેવામા આવ્યુ કે પહેલો હુક્કો બ્રાહ્મણો માટે, એમ છેલ્લે સુધી નિચલા જાતિ માટે છે. એક દિવસ નરેન્દ્રએ બધા હુક્કા વારાફરથી પિધા. પિતાજી એ ધમકાવતા પુછ્યુ ત્યારે જવાબ આપ્યો કે ” હુ ફક્ત જાણવાની કોશિશ કરતો હતો કે બીજા જાતિનો હુક્કો પિવાથી શુ પાપ લાગે.” બાળપણથીજ  જાતિભેદ ન માનવાની ભાવના આગળ જતા નરેન્દ્રનો વિવેકાનન્દ થવામા મદતરૂપ થઇ.

એક્પાઠી નરેન્દ્રના હોશિયારી વિશે જેટલું લખિએ એટલું ઓછું છે. એક્વાર વાચેલુ અથવા શિક્ષકોએ શાળામા શિખવેલુ  નરેન્દ્રને  બરાબર યાદ રહેતું. એક દિવસે નરેન્દ્ર અને એના બે મિત્રો શિક્ષક ભણાવતા હતા  ત્યારે વાતો કરતા હતા. શિક્ષકે સવાલ પુછ્યા પછી એ બન્ને ને જવાબ ન આવડ્યો. નરેન્દ્રએ વાતોમા ધ્યાન હોવા છતા બરાબર જવાબ આપ્યો અને સામેથી સજા પણ માગી લિધી કારણ વાતો કરીને એણે પણ શિક્ષકનુ અપમાન કર્યુ હતુ. નરેન્દ્ર નાનપણથીજ  હિંમતવાળો હતો. એ ઝાડઉપર ભૂત છે, ત્યા તમે રમતા નહી એવુ સાંભળ્યા પછી બધા છોકરાઓ ભાગી ગયા પણ નરેન્દ્ર જાણી  જોઇને રાત્રે ઝાડ ઉપર ચઢી બેઠો ભૂતને મળવામાટે.

કોલેજમાં ગયા પછી એ કાયમ  સાચુ બોલનાર પ્રામાણિક છોકરાઓનો સહવાસ શોધતો હતો. જુઠ્ઠાણુ, ડરપોકપણુ, અંધશ્રદ્ધા આ બધાથી એ દૂર રહે. બધાજ શિક્ષકોનો એ પ્રિય વિદ્યાર્થી હતો. કોલેજના લાયબ્રરીમાથી મોટા જાડા પુસ્તકો લઇ બીજેજ દિવસે પાછો આપી દે. એટલે એકવાર લાયબ્રરીયને પુછ્યુ કે તૂ આટ્લા મોટા ચોપડાઓ એક દિવસ મા કેવીરીતે વાંચે છેતો નરેન્દ્રએ એમણે એ પુસ્તકમાથી  પુછેલ બધા પ્રશ્નોના સાચા જવાબો આપ્યા. ધ્યાન ના લિધે એકાગ્રતા એટલી વધી હતી કે ખાલી જોઇને પણ પાના વંચાઇ જતા હતા.

ઇશ્વરાનુભૂતિની તીવ્ર ઇચ્છા હોવાથી નરેન્દ્ર બધાજ હોશિયાર, વિદ્વાન, મોટા સંતો ને પુછે કે તમે ઇશ્વર જોયો છે? પરંતુ દેવેન્દ્રનાથ ટાગોર સુધી કોઇ પણ એને સમાધાનકારક જવાબ આપ્યુ શક્યુ  નહી, પણ એમણે કહ્યુ કે તૂ ઇશ્વર ચોક્કસ જોઇ શકીશ, તારી આંખોમા યોગીનુ તેજ છે.  એક દિવસે કોલેજમા પ્રસિદ્ધ અંગ્રેજ કવિ વિલિયમ વુડ્સવર્થ ની કવિતા ભણાવતી વખતે પ્રોફેસર હેસ્ટીએ કિધુ કે ટ્રાન્સ [ ધ્યાન ] વિશે  કાંઇ જાણવુ હોય તો દક્ષિણેશ્વરમા  રહેતા સ્વામી રામકૃષ્ણ પરમહંસ ને મળવુ. એટલે થોડાક દિવસો પછી નરેન્દ્ર પોતાના મિત્રો જોડે રામકૃષ્ણ ને મળવા ગયો.

રામકૃષ્ણ ને જોઇને નરેન્દ્રને કોઇ મોટી અનુભૂતી  થઇ નહી. પરંતુ   એને જોઇને રામકૃષ્ણે કિધુ અરે તૂ ક્યા હતો, હુ તારી ક્યારથી  રાહ જોતો હતો.અહીયા સાચા ગુરૂની શિષ્ય વિશેની તાલાવેલી દેખાય છે. એમણે નરેન્દ્ર પાસેથી થોડાક ભજનો સાંભળ્યા અને એની પાસેથી હું પાછો તમને મળવા આવીશ એવુ વચન લિધું. નરેન્દ્રને ધીરે ધીરે એમના વિશે આકર્ષણ વધવા માંડ્યુ. અને એક્વાર પુછ્યુ ત્યારે એમણે નાના છોકરાની સરળતાથી કહ્યુ કે મે કાલીમાતાને તને જોઉ છુ તેવી રીતે  જોઇ છે, હુ એની સાથે બોલી પણ શકુ છુ.  અને અહીથીજ નરેન્દ્રનુ જીવન બદલાઇ ગયુ. એકવાર રામકૃષ્ણે સ્પર્શ કરી  શક્તિપાત થી  નરેન્દ્રને અધ્યાત્મિક અનુભૂતી કરાવી. પરન્તુ એ અનુભવ એટલો ભયંકર હતો કે નરેન્દ્ર પણ એ સહન કરી શક્યો નહી. સ્વામીજીએ કિધુ કે હજી સમય આવ્યૉ નથી, ફરી ક્યારેક.  નરેન્દ્રનુ આકર્ષણ એમના વિશે વધતુજ ગયુ. ઇશ્વર સાક્ષાત્કારની તીવ્ર ઇચ્છા એને પણ શાંતિથી બેસવા દેતી નહોતી. એક્વાર પરીક્ષા લેવામાટે  સ્વામીજીએ એને કહ્યુ કે તને જોઇએ એ બધી સિદ્ધીઓ આપુ, પણ એનો ઇશ્વર સાક્ષાત્કાર માટે કાંઇ ઉપયોગ નથી. નરેન્દ્રએ સિદ્ધીઓમાટે  તત્કાળ ના પાડી.. પિતાજીના મૃત્યુ પછી ઘરની આર્થિક પરીસ્થિતી ખરાબ થઇ હતી ત્યારે બધાના આગ્રહના લિધે નરેન્દ્ર કાલીમાતા સામે કાંઇક માગવા માટે ઉભો રહ્યો, પણ શબ્દો નિકળ્યા ” માતા મને જ્ઞાન દે, ધ્યાન દે, ભક્તિ દે “. ત્રણ ત્રણ વાર આજ વાક્ય નિકળ્યુ. ત્યારે સ્વામીજીએ એની આવશ્યકતાઓ પુર્ણ કરી. નરેન્દ્ર હવે  સાક્ષાત્કારી પુરુષ થયો. ગુરુજીએ એનો અધ્યાત્મિક પુનર્જન્મ કર્યો. એ પછી સ્વામીજી વધારે સમય રહ્યા નહી. એમણે જતી વખતે કહ્યુ ” મારી પાસે જે કંઇ હતુ એ બધુ મે તને આપ્યુ, હવે હું જાઉં છું પણ તારુ જીવનકાર્ય પૂર્ણ થયા પછી ચોક્કસ મળશું .”

સ્વામીજી ના સમાધિ પછી  બધા શિષ્યોએ ભારતભ્રમણ કરી અનુભવ પ્રાશન કરવાનુ નક્કી કર્યુ. ૧૮૯૦ થી સતત ત્રણ વરસ નરેન્દ્ર ભારતમાતાને સમજવા માટે નિકળ્યો. પોતાના જીવનનુ ધ્યેય શું છે એ એને જાણવુ હતું. અલગ અલગ ઠેકાણે થી જીવનાનુભવ મેળવતા મેળવતા એ ખેતડીના મહારાજાના પરિચયમાં આવ્યો,  જેમણે એને સ્વામી વિવેકાનન્દ આ નામ આપ્યું. એકવાર રાજા સાથે શિકાર ઉપર ગયા હતા ત્યારે સામેથી ચિત્તો આવ્યો, પણ વિવેકાનન્દ અવિચલ રીતે ઉભા રહ્યા જેથી ચિત્તો પાછો જતો રહ્યો. એક જંગલી જાનવરને પણ એમના અધ્યાત્મિક તેજની ખબર પડી. વારાણસીમાં એક સાંકડી ગલીમાં ચાલતી વખતે ઘણા વાંદરાઓ આવ્યા ત્યારે પણ એક સાધુએ વિવેકાનન્દજીને કીધુ કે એમનૉ સામનો કરો, એ ભાગી જશે .સ્વામીજીએ આ ઉપદેશ આજીવન પાળ્યો. અને કોઇ પણ સંકટને પીઠ દેખાડી  નહી .પરિભ્રમણ દરમ્યાન એકવાર અલવરના મહારાજાને ત્યાં મૂર્તિપૂજાનું રહસ્ય એક સાદા પ્રસંગમાથી કહ્યું. મહારાજાના ફોટોઉપર પણ કોઇ ન થુક્યું એમાથી ઘણું મોટું રહસ્ય લોકોને સમઝાવ્યુ. તેમજ એક્વાર એક વેશ્યાનો ગીત સંગીતનો કાર્યક્રમ હતો ત્યારે એમણે દરબારમાં જવામાટે ના પાડી ત્યારે એણે  ” પ્રભુ મોરે અવગુન ચિત ના ધરો ” આ ભજન ગાઇને સ્વામીજીને વિવ્હળ કર્યા. એમણે દોડી જઇ એના પગે પડી માફી માંગી. પ્રભૂના દરબારમાં કોઇ ઉંચ-નીચ, ગરીબ-શ્રીમંત, પતિત નથી, બધામાં એજ પરમાત્માનો અંશ છે એની એમણે મનમાં ગાંઠ વાળી લિધી. પછીના જીવનમાં બધેજ સમત્વ જોઇ સમાજને જાગ્રત કરવાનું કામ કર્યું. પ્રવાસમાં એક ભંગી ની ચિલમ પણ પિધી. તો એક્વાર એક ચમારને ત્યા જમણ કર્યુ. કેટલાક  નવજુવાનોને ઇશ્વર એટલે શું એ કહેતી વખતે ઉર્જા નું ઉદાહરણ આપ્યું.

ભારતભ્રમણ કરતા કરતા તેઓ ભારતમાતાનું પાદ પ્રક્ષાલન જે ઠેકાણે ત્રણૅ સમુદ્ર કરે છે એ કન્યાકુમારીકા ક્ષેત્રે પોહોચ્યાં. સમુદ્રમાં દૂર એક મોટો ખડક દેખાતો હતો ત્યા એ તરીને ગયા. ત્યાં સતત ત્રણ દિવસ કાંઇપણ ખાધા પિધા વગર ધ્યાન કરતી વખતે એમણે પોતાના જીવનકાર્યનો સાક્ષાત્કાર થયો. ભારતમાતાની વિશ્વગુરુપદે સ્થાપના એજ એમનું લક્ષ થયું અને એ માટે સંપૂર્ણ હિન્દુ સમાજનું જાગરણ એ સાધના થઇ, દરિદ્રીનારાયણની સેવા એ સાધન થયું. એ હેતૂથી વિદેશમાં ભારતની પ્રતિમા સુધારવા માટે ઘણા બધાના આગ્રહથી એમણે અમેરીકામાં શિકાગો ખાતે યોજનારા ધર્મ સંસદમાં સનાતન હિન્દુ ધર્મનું પ્રતિનિધીત્વ કરવાનું નક્કી કર્યું.

૩૧ મે ૧૮૯૩ ના રોજ એમણે અમેરીકા જવા માટે બોટથી પ્રયાણ કર્યુ. નવો દેશ, ત્યાંની ઠંડી , પાસે ગરમ કપડા નહી  એવી પરિસ્થિતીમાં જુલાઇ થી સપ્ટેંબર સુધી સમય પસાર કરવો મુશ્કેલ હતો. પરિષદ માટે પંજીકરણ કરવાની તારીખ  નિકળી ગઇ હતી , એમની પાસે કોઇ ઓળખપત્રો પણ નહોતા. પરંતુ માં જગદંબા અને ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ ઉપર અટૂટ શ્રદ્ધા હતી. કેટલાક દિવસ કાંઇપણ ખાધા વગર પણ કાઢ્યા. એક હાડકા થિજવી નાખે એવી ઠંડીમા આખી રાત રસ્તાઉપરના એક ખોખામાં બેસીને કાઢી.  ધીરે ધીરે ગુરુદેવ ની કૃપાથી સંકટોના વાદળો વિખરવા માંડ્યા અને મિસ સેનબોર્ન થકી હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જે.એચ.રાઇટનો પરિચય થયો. સ્વામીજી ના વિદ્વત્તાથી એ પ્રભવિત થયા. એણે સ્વામીજી ને કિધુ ” તમારી પાસે ઓળખપત્ર માંગવુ એટલે સૂરજને પ્રકાશમાન થવાના હક્ક વિશે પુછવા જેવુ છે.”. એણે સ્વામીજીને ધર્મ સંસદમાં મોકલવાનું કામ હાથમાં લિધું અને શિકાગોના આપણા મિત્રોને લખ્યુ ” આપણા બધા વિદ્વાન પ્રોફેસરોનું જ્ઞાન ભેગું કરીએ તો પણ જેમનું જ્ઞાન બાકી રહેશે એવા વ્યક્તિને હું મોકલી રહ્યો છું. ” એણે સ્વામીજી નુ શિકાગોનુ ભાડું આપ્યું અને સમિતિ માટે સિફારસ પત્ર  પણ આપ્યું.  ૧૧સપ્ટેંબર ૧૮૯૩ આ ખૂબ મહત્વનો ધર્મ સંસદના ઉદઘાટનનો દિવસ આવ્યો.  ઘણા બધા પ્રતિનિધીઓના ભાષણ થયા પછી છેલ્લે છેલ્લે સ્વામીજી ને ઉભા કરવામા આવ્યા. બધાજ પ્રતિનિધીઓ પોતનુ ભાષણ વાંચી જતા હતા. સ્વામીજીએ કોઇ પણ જાતની તયારી કર્યા વગર ઉત્સ્ફૂર્ત રીતે હૃદય ના અંદરથી “ અમેરિકાના મારા બહેનો અને ભાઇઓ ” એવું સંબોધન કર્યા પછી ચાર હજાર પ્રેક્ષકોએ તાળિઓનો જે ગડગડાટ કર્યો એને કોઇ તુલના નથી. એ પછી એમણે પોતાના ટૂંકા ભાષણમા હિન્દુ ધર્મ નુ સૌથી મહત્વનુ તત્વ સહિષ્ણુતા-વિશ્વબંધુત્વ આ વિશે વિવેચન કર્યુ.  ધર્મ સંસદમા એ પછીના દિવસોમા રોજે  ” આજે સ્વામી વિવેકાનન્દનુ ભાષણ થવાનુ છે ” એમ જાહેર  કરવામાં આવતું , જેથી બધા શ્રોતાઓ બીજા વક્તાઓના ભાષણો  શાંતિથી  સાંભળે. સ્વામીજીએ ઠેકઠેકાણે ભાષણો કરી સંપૂર્ણ અમેરિકામાં અને તે પછી યુરોપ માં  પણ હિન્દુ સંસ્કૃતિ- ધર્મ વિશે ખૂબ સારી રીતે વિસ્તારથી સમજાવ્યું. એના લીધે પ્રખ્યાત ન્યુયોર્ક ટાઇમ્સે લખ્યુ ” વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનન્દ એ સૌથી મહાન વ્યક્તિ છે એમાં કોઇ શંકા નથી. એમનું પ્રવચન સાંભળ્યા પછી એવું લાગે છે કે  આવા વિદ્યાસંપન્ન, જ્ઞાનસંપન્ન સંસ્કૃતિ વૈભવ જેમની પાસે છે એવા ભારત દેશમાં મિશનરીઓને મોકલવુ ખરેખર મૂર્ખતા છે.”

આ પશ્ચિમ વિજય પછી સ્વામીજી જ્યારે ભારત પાછ્યા ફર્યા ત્યારે કોઇએ પુછ્યુ તો એમણે કહ્યુ ” પહેલા હું ભારતને પ્રેમ કરતો હતો, હવે એની પૂજા કરુ છું. ” મદ્રાસમાં એમનુ અભૂતપુર્વ સ્વાગત થયું.રામનદના રાજાએ પોતે વિવેકાનન્દના ઘોડાની બગ્ગી ખેચી. સંપૂર્ણ ભારતવર્ષમાં ઠેક્ઠેકાણે એમના પ્રવચનો સાંભળવા હજારોની સંખ્યામા મેદની ભેગી થતી હતી.  તે પછી  એમણે રામકૃષ્ણ આશ્રમની  સ્થાપના કરી અને બધે સેવાભાવ વધારીને ગરીબ અને દીન દુખીઓ નો ઉદ્ધાર કરવામાટે પ્રયત્નો શરુ કર્યા. એકં સત વિપ્રાઃ બહુધા વદન્તિ, સર્વેપિ સુખિનઃ સન્તુ, વસુધૈવ કુટુંબકં, વયં અમૃતસ્ય પુત્રાઃ  વિગેરે બધાસૂત્રો  સમાજમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન એમણે કર્યો. એ કહેતા  હતા કે આગલા ૫૦ વરસ માટે બધા મંદિરો બંધ કરો અને ફક્ત ભારતમાતાની પૂજા કરો, દરિદ્ર નારાયણ ની સેવા કરો. અલ્મોડાના અદ્વૈત આશ્રમમાં પણ એમણે કોઇ પણ મૂર્તિની સ્થાપના નહી કરી, કારણ એ પરમતત્વ નિર્ગુણ નિરાકાર છે એજ સાચુ.

સ્વામીજીની ગ્રંથ સંપદા નજર લાગે એટલી વિશાળ છે. એમના જ્ઞાનયોગ, રાજયોગ, ભક્તિયોગ, કર્મયોગ વિગેરે પુસ્તકો આજે પણ આદરભાવે વંચાય છે .એમના વિવિધ પ્રવચનોમાથી  એમણે અધ્યાત્મિક, ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજીક વિષયો ઉપર પ્રકાશ પાડ્યો છે. પૂર્વનુ અધ્યાત્મ અને પશ્ચિમની ભૌતિકતા એમનો યોગ્ય સમન્વય કરીનેજ વિશ્વશાંતિનો માર્ગ પહોળો થઇ શકે છે એ એમણે બધાને સમઝાવ્યુ. ભગવદગીતાનું મર્મ જાણવું જરુરી છે. શ્રીકૃષ્ણના માખણચોર કે રાસ રસિયા આ સ્વરુપ જોડે સુદર્શન ચક્રધારી રુપનું પૂજન એ સમયનો તકાજો છે. ગીતા નું જીવન દર્શન સ્વામીજીએ સમાજને દેખાડ્યુ, જીવી બતાડ્યુ.

ઇશ્વરને પણ સારા માણસોને પોતાની પાસે જલ્દીથી બોલાવી લેવાનૂં ગમે છે. એટલેજ ૩૯ વરસ,૫ મહિના જીવ્યા પછી ૪ જુલૈ ૧૯૦૨ ન રોજ સ્વામી વિવેકાનન્દે ભૌતિક દેહત્યાગ કર્યો.  ભારતનું બદનસીબ કે સ્વામીજીનો આદર્શ અમે જલ્દી ભુલી ગયા અને આજે પાશ્ચાત્ય સંસ્કૃતિથી રંગયેલો આ સમાજ અધોગતિ તરફ જઇ રહ્યો હોય એવુ લાગે છે. ભારતમાતા  જગદગુરુના સિંહાસનપર બેઠી છે આ સ્વામી વિવેકાનન્દ અને મહર્ષિ અરવિંદ નું  સ્વપ્ન ક્યારે અને કેવી રીતે  પૂર્ણ થશેસંપૂર્ણ વિશ્વ અધ્યાત્મિક ગુરુ તરીકે ભારત તરફ આસ લગાડી બેઠું છે ત્યારે અમારીપાસે તેવૂં સક્ષમ નેતૃત્વ હોય એવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના….

વિલાસ ભોંડે

૨/૫/૨૦૧૦

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: