Posted by: vmbhonde | एप्रिल 22, 2010

ગુરુ પુર્ણિમા

ગુરુ પુર્ણિમા

આસો પૂનમને આપણે ગુરુ પુર્ણિમા અથવા વ્યાસ પૂનમ કહિયે છિયે. મહાભારતકાર વેદ વ્યાસ ને સર્વ જગતના જ્ઞાનના દ્રુષ્ટીથી ગુરુ માનવામા આવે છે. એમણે સૌ પ્રથમ વેદોનું સમ્પાદન કર્યુ. મહાભારત વિશે એમ કહેવાય છે કે જે જ્ઞાન મહાભારત મા છે તે બધુ બીજે ક્યાય ભેગુ એકજ ઠેકાણે નથી અને એમા જે નથી તે ક્યા પણ નથી. ઇતિહાસ, ભૂગોળ, નીતિશાસ્ત્ર, રાજનીતિ, તત્વજ્ઞાન,માનસશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અધ્યાત્મ વિગેરે બધાજ વિષયોવિશે મહાભારતમા ઉંડાણથી  ચર્ચા કરવામા આવેલ છે. અને એટલેજ કહેવાય છે ” વ્યાસોચ્છિષ્ટં જગત સર્વં “.

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ

ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ

આપણી સંસ્કૃતિમા ગુરુનુ સ્થાન ખુબજ મહત્વનુ છે . માતા, પિતા પછી તરત ગુરુને પ્રણામ કરવાની રીત છે. ઉપરના  શ્લોક મુજબ ગુરુ એ સીધુજ પરબ્રહ્મ છે, એ પરમાત્મા નુ રુપ છે એવુ માનવામા આવે છે. ગુરુ એ શિષ્યને બીજો જન્મ આપે છે માટે એ બ્રહ્મા છે, પછી એનુ પાલન પોષણ  કરે છે એટલે એ વિષ્ણુ છે અને  શિષ્યોના દોષ,અપરીપક્વતા, ઓછાપણુ વિગેરેનો એ નાશ કરે છે માટે એ શિવ પણ છે.  ઇશ્વરને આપણે જોયા નથી  પરંતુ ગુરુ એ ઇશ્વરનુ સાક્ષાત કૃપાસ્વરુપ છે અને એટલે કબીરદાસજી કહે છે

ગુરુ ગોવિંદ દોનો ખડે  કાકો લાગુ પાય

બલીહારી ગુરુ આપકી દિયો ગોવિંદ દિખાય

કબીરજી કહે છે કે  જો ઇશ્વરનુ દર્શન ગુરુએ કરાવ્યુ હોય તો પહેલો નમસ્કાર એ ગુરુ નો માન છે.  ગુરુ એટલે પ્રકાશ આપનાર અને અંધકાર હરણાર .. તેવીજ રીતે ગુરુ એટલે મોટો —લઘુ એટલે નાનો.  ગુરુની ક્ષમતાનુ વર્ણન કરવુ ખરેખર અશક્ય છે  અને એટ્લેજ સંત પુરુષો કહે છે

સબ ધરતી કાગજ કરુ લેખન સબ વનરાય

સાત સમુદ્ર કી મસી કરુ  ગુરુ ગુન લિખા ન જાય

આપણા વ્યક્તિગત જીવન મા પણ સર્વ પ્રથમ આપણા માતા- પિતા ગુરુજ હોય છે . નિશાળ મા જઇએ ત્યારે આપણા શિક્ષક, તે પછી  નોકરી ધંધા મા જેમણી પાસેથી પણ આપને કઇ પણ સિખીયે એ બધા આપણા ગુરુ હોય છે. સાક્ષાત દત્તાત્રય ભગવાને પણ નાના મોટા ૨૪ ગુરુ કર્યા છે.  ખરેખર તો પ્રત્યેક વ્યક્તિ એ મરે ત્યા સુધી  સિખતીજ હોય છે અને ગુરુ બનાવતીજ  હોય છે ને?

ભારતમા વસિષ્ઠ/ વિશ્વામિત્ર- રામ, સાન્દિપની-કૃષ્ણ, દ્રોણાચાર્ય-એકલવ્ય, ચાણક્ય-ચન્દ્રગુપ્ત, રામદાસ સ્વામી- શિવાજી, રામકૃષ્ણ પરમહંસ-વિવેકાનન્દ  એવી શ્રેષ્ઠ ગુરુ શિષ્ય પરંપરા જોવા મળે છે. એકદમ છેલ્લી જોડી એટલે  રમાકાન્ત  આચરેકર અને સચિન તેંડુલકર ની.  ગુરુવિશે આપણે જેટલો આદર બતાડી  શકશુ એટ્લો ઓછો છે.  ગુરુ એ તો મિત્ર, માર્ગદર્શક, માતા, પિતા, ભ્રાતા, દાતા બધુજ હોય છે.  એ એક વૃક્ષ પ્રમાણે સતત પોતાની પાસે જે જ્ઞાન હોય છે , આપતાજ હોય છે.

વિદ્યુત જો જ્ઞાન હોય તો સ્વિચ ગુરુ છે અને બલ્બ શિષ્ય છે. તેમજ હવા ભરેલ ફુગામા હવા – જ્ઞાન, દોરી – શિક્ષક  અને ફુગો – વિદ્યાર્થી છે.  ગુરુના માર્ગદર્શન વગર આપણા જીવનની કલ્પના કરી શકાય નહી.

અધ્યાત્મમા  ગુરુ વગર સાધક્ની પ્રગતિ એ અશક્ય માનવામા આવે છે. મૃત્યુ સુધી અને તે પછી પણ અશરીરી આત્માને ગુરુજ હાથ પકડી ને લઇ જતા હોય છે. પણ ગુરુ એવો હોવો જોઇએ કે જેમણે ઇશ્વર/આત્મ સાક્ષાત્કાર કરેલો હોય. એ માર્ગ એમણે જોયેલો હોય, તોજ એ આપણા જેવા મુમુક્ષુને અંતિમ લક્ષ સુધી લઇ જઇ શકે છે. આપણા સંત  સાહિત્યમા  જેને ગુરુ નથી એના માટે ‘નિગુરો’ એવો શબ્દ વાપર્યો છે અને એને કોઇ ગતી નથી હોતી એમ કહેવાય છે. માટેજ કહે છે કે

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ

ગુરુ બિન સંશય ન મિટે , ભલે વાંચો ચારો વેદ

જીવાત્માને પરમાત્મા જોડે જોડનારો એકમાત્ર ગુરુજ હોય છે. એજ આપણા જીવનમા બદલ લાવી શકે છે. ષડ્રીપુ થી આપણો છુટકારો કરી શકે છે.  આપણુ જીવન એજ સંતુલિત કરે છે. જીવન ને લક્ષ/દિશા આપે છે. પશુ માનવ- માનવ- દિવ્યમાનવ એવી પ્રગતિ ગુરુના માર્ગદર્શન હેઠળજ થઇ શકે છે. આપણા બધા દોષો, દુષ્પ્રવૃત્તિ, દુર્વિચાર, ઉણપો આ બધાની સાથે ગુરુ આપણને પોતાના માને છે, માતાની જેમ પ્રેમ કરે છે- નિરપેક્ષ, નિષ્પાપ, નિર્વ્યાજ.  એવા સદગુરુ ને મારા કોટી કોટી  પ્રણામ….

વિલાસ ભોંડે

૨૨/૪/૨૦૧૦  શારજહા

Advertisements

Responses

  1. સુંદર અને સાચું નિરુપણ.

  2. દાદા મળ્યા ગુરુ ની સમજણ પાકી થઇ


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: