Posted by: vmbhonde | एप्रिल 19, 2010

સાચા નૂતન વર્ષ મુબારક

નવરાત્રી અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઇ છે,સંવેદના-શૂન્ય બની ગઇ છે.એનો અસલ રંગ અને ઉમંગ “શેરીના ગરબા”ની જેમ અદ્રશ્ય થઇ ગયો છે,ત્યારે આ પર્વની ઉજવણીને એક નવો ,સાચો ઓપ આપવાનો વિચાર જાગ્યો…જે સસ્નેહ ….

*********************        ********************      

સુવિચારોની આચરણ-પૂજા એટલે ધનતેરશની પૂજા,

મનમંદિરની સફાઇ એટલે કાળીચૌદશ,

દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી.

આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ,

સંબંધોમા સાતત્ય તે જ ભાઇબીજ,

સત્ય અને સ્મિતનું વર્તુળ એટલે ગરબા,

અમી અને આદરના દાંડિયાથી થાય તે રાસ.

અંતરના અજવાળા એટલે આરતી,

ભીતરનો ભાવ તે જ પૂજાપો,

પ્રેમથી પરમનો આભાર તે જ પ્રાર્થના.

ચાલો, ઉરના આંગણે,

સમજણના સાથિયા પૂરીએ.

એકાન્તની કુન્જમાં,શાંત,

પ્રસન્ન સાન્નિધ્ય માણીએ,

નિર્મલ આનંદનો ઓચ્છવ ઉજવીએ,

સાચા નૂતન વર્ષ મુબારક  પાઠવીએ.

દેવિકાબેન ધ્રુવ

Devika” <ddhruva1948@yahoo.com      14/10/09


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: