Posted by: vmbhonde | एप्रिल 19, 2010

દિલ પૂછે છે મારૂં….

દિલ  પૂછે છે મારૂં….

દિલ  પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે. 

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે. આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે, લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે. દિલ  પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?…..  

પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે?     ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?        
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
               
દિલ 
પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?…..  
કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે
? થાકેલા છે બધા છતાં, લોકો ચાલતા જ જાય છે.        
કોઇક ને સામે રૂપિયા તો કોઇક ને ડોલર દેખાય છે.        
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે
?                
દિલ 
પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?….
બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે. આવનારી પેઢી પુછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?       
એક વાર તો દિલને સાંભળો
, બાકી મન તો કાયમ મુંઝાય છે.       
ચાલો જલદી નિર્ણય લઇએ
, હજુ ય સમય બાકી દેખાય છે.
 દિલ  પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ
, સામે કબર દેખાય છે.

kamleshparikh@hotmail.com     9/1/10


Responses

  1. EXCELLENT COLLECTION OF GUJARATI LITERATURE, LANGUAGE AND ITS CULTURE, SPREAD IT AND MAKE ALL PROUD Y AS GUJARTI : I LIKE IT VERY MUCH, MAKE THE COLLECTION DISTRICTWISE AND PUT UP THE SPECIALLITY OF PARTICULAR DISTRICT AND VILLEGE : TEJAS, LIBRARIAN, VVP ENGINEERING COLLEGE-RAJKOT


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: