Posted by: vmbhonde | एप्रिल 19, 2010

આપણા રાષ્ટ્રીય ગીતવિશે થોડું મંથન…

આપણા રાષ્ટ્રીય ગીતવિશે થોડું મંથન…

તમે એના વિશે કેટલું જાણો છો…ગીતમાં જેનો ઉલ્લેખ છે તે ‘અધિનાયક’ અને ‘ભારત ભાગ્ય વિધાતા’ એ કોણ એવો પ્રશ્ન મને છેલ્લા થોડા સમયથી અવારનવાર થતો. 

ઉડાઉ જવાબ એવો મળતો કે આપણી માતૃભૂમિ વિશેની આ વાત છે. પણ જે જાણવા મળ્યું એવું કદી કલ્પી શક્યો નહોતો.
આપણું રાષ્ટ્ર ગીત ‘જન ગણ મન’ કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરે (ઠાકુર) ઇંગ્લૅન્ડની રાણી અને રાજા જ્યોર્જ-5ની ભારતની 1919ની મુલાકાત પ્રસંગે પ્રશસ્તિના હેતુથી લખ્યું હતું.. પંડિત મોતિલાલ નેહરુએ તેમાં પાંચ કડી લેવડાવી હતી

જે રાણી તથા રાજાની પ્રશસ્તિ માત્ર હતી.. (અને મારા તમારા જેવા સમજે છે કે એ આપણી માતૃભૂમિની અર્ચના છે.)
મૂળ બંગાળી પંક્તિઓમાં ફક્ત એ ઇલાકાઓનો ઉલ્લેખ છે જે બ્રિટિશરોના તાબામાંહતા. એટલે કે પંજાબ, સિંધ,  ગુજરાત, મરાઠા વિ. પણ દેશી રજવાડાઓ જેવા કે કાશ્મીર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ મૈસુર કે કેરળ કે જે ભારતના અભિન્ન ભાગ છે તેમનો ઉલ્લેખ નહતો. હિંદ મહાસાગર કે અરબી સમુદ્રને પણ એટલા માટે સામેલ નહોતા કરાયા કારણકે તે પોર્ટુગીઝોના તાબામાં હતા.

જમ ગણ મન અધિનાયક એટલે રાજા જ્યોર્જ-5 એ પ્રજાજનોનો સ્વામી છે અને ભારત ભાગ્ય વિધાતા એટલે આપણા ભારતનો ભાગ્ય વિધાતા!

તવ  શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે, ગાયે તવ જય ગાથા… સમજો છો ને… આંખો બંધ કરીને રાજા જ્યોર્જ-5ને વિશે વિચારો તો… આખી કવિતામાં ક્યાંય માતૃભૂમિનો ઉલ્લેખ કે નિર્દેશ સુધ્ધાં નથી.
તમે જ્યારે જમ ગણ મન ગાઓ છો ત્યારે કોની પ્રશસ્તિ કરી રહ્યા હો છો? 

માતૃભૂમિની વાત તો નથી જ લાગતી… પ્રભુની? એવું પણ સ્પષ્ટ નથી જ થતું..
છેલ્લાં સાઇઠ વર્ષથી જેને આપણે આપણું રાષ્ટ્ર ગીત  જાણીને અને સાવ ક્ષીણ થઈ ગયેલી 

આપણી દેશભક્તિને પંપાળ્યાનો સંતોષ લેવા તેને ગાઈએ છીએ કે ઊભા થઈને માન આપીએ છીએ. 

તેના વિશે ફરી વિચારવામાં પણ આપણે ઘણું મોડું કર્યું છે.
નેહરુએ વંદે માતરમ્ ને બદલે જન ગણ મનને એટલા માટે રાષ્ટ્રગીત રૂપે પસંદ કર્યું 

કારણકે બૅન્ડમાં એ બજાવવું સહેલું હતું. રચનાની દૃષ્ટિએ પણ વંદે માતરમ્ એક ઉત્કૃષ્ટ રચના છે.
આટલું જાણ્યા પછી તમને એવું લાગતું હોય કે જન ગણ મન કરતાં વંદે માતરમ્ આપણું રાષ્ટ્રગીત હોવુ જોઇએ. તેથી તમે જેટલી પણ વ્યક્તિ ને જાણતા હોય તેમને આ ઇ-મેઇલ ફોરવર્ડકરો.

વંદે માતરમ્… વંદેમાતરમ્… વંદે માતરમ્…

yogesh.chaudhary@stergel.com        9/6/09


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: