Posted by: vmbhonde | एप्रिल 19, 2010

જીવન જીવવા માટે ૪૩ જરૃરી બાબતો

અહીં કુદરતી જીવનશૈલીની વધુ નજીક જઈને સ્વસ્થ્ય અને તંદુરસ્ત જીવન જીવવા માટે ૪૩ જરૃરી બાબતો વર્ણવી છે જેને તમે નિત્યક્રમ તરીકે સ્વીકારી નિરામય અને દીર્ધાયુ જીવનનો આનંદ માણી શકો છો

નવા વર્ષમાં જો તમે કેટલીક બાબતોને ફરીથી તમારી રોજબરોજની જિંદગીનો એક ભાગ બનાવશો તો તે તમને આખું વર્ષ એટલે કે ૩૬૫ દિવસ તાજાં-માજાં રહેવામાં મદદ કરશે. તો રાહ શેની જુઓ છો ? શરૃ કરો આ સૂત્રો વાંચી, એના તાત્કાલિક અમલીકરણનો.

(૧) તમે જે ઈષ્ટદેવમાં માનતા હો,શ્રદ્ધા રાખતા હો  તેમનો,  સવારે ઊઠો ત્યારે  સ્મરણ કરી, વધુ એક સુંદર સવાર અને વધુ એક દિવસની તાજગીભર્યુ જીવન બક્ષવા બદલ આભાર માનો.

(ર) રોજ સવારે ૧૦ મિનિટ તમારા પોતાના માટે ફાળવો. આ સમયે કોઈ એક રૃમમાં નિરવ શાંતિ વચ્ચે એકલા બેસી રહો. એકાંત દરિમયાન મનને શાંત અને સ્વસ્થ રાખો. મોબાઈલથી શરૃ કરીને દરેક પ્રકારની ચિંતાથી દૂર રહો.

(૩) નિયમિતપણે દરરોજ ૧૦થી ૩૦ મિનિટ ચાલવાનું રાખો. કેટલું ચાલો છો તેના કરતાં કેવી રીતે ચાલો છો તે બાબત પર ધ્યાન રાખો.

(૪) સવારે જાગો ત્યારથી જ મનને પ્રસન્ન રાખો. ખોટી ચિંતા, ગુસ્સો, વ્યગ્રતા બાજુએ મૂકો. મોં પર સદાય હાસ્ય ઝળકતું રહે. કદાચ કોઇક બાબત ધારણા પ્રમાણે ન થાય તો એની અસરરૃપે પણ આખો દિવસ દિવેલીયા ચહેરે ન ફરો.

(૫)  સવારે જાગો ત્યારે હંમેશા પોતાના એ દિવસના નિયત કાર્યક્રમ વિશે વિધેયાત્મક રીતે વિચારો. મનોમન એવો સંકલ્પ કરો કે આજના દિવસનું મારું જે-તે કામ સૂપેરે પૂરું થશે.

(૬) રાત્રે સૂતી વખતે હંમેશા પોતાના આરાધ્ય કે ઇષ્ટદેવની પ્રાર્થના કરી, સંપૂર્ણ દિવસ સુખરૃપે પસાર થયો એ માટે આભાર માનવાનું ભૂલશો નહીં.

(૭)  ફુરસદના સમયે અથવા તો રાત્રે સૂતી વખતે તમારું મનપસંદ સંગીત સાંભળો. એ મનપસંદ ગીતે સર્જેલાં વાતાવરણમાં તમે ગીત સાંભળતાં સાંભળતાં જ ગાઢ નિદ્રામાં પોઢી જશો.

(૮) સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિનો ભેદ સમજો. સમજ્યા પછી પોથી પંડિત બન્યા વગર એનું વ્યવહારમાં પણ ધ્યાન રાખો.

(૯) ગત વર્ષમાં જેટલો સમય રમતગમત, ફિલ્મ-સંગીત-પુસ્તકો માટે વિતાવ્યો હોય તેના કરતાં આ વર્ષે વધુ સમય વિતાવવાનું આયોજન કરો.

(૧૦) એ જ રીતે સાત વર્ષથી નીચેની વયના માટે અને ૭૦ વર્ષ કરતાં વધુ વયની વ્યક્તિઓ સાથે થોડો વધુ સમય વિતાવવાનો પ્રયત્ન કરો.

(૧૧) દિવસે પણ સપનાંઓ જોવાનું ચાલુ કરો. આ પ્રવૃતિ કરી જાતે જ અનુભવો કે  તેનાથી તમારી જિંદગીમાં કેવો ફેરફાર આવે છે.

(૧૨) હંમેશા ઘરનો શુદ્ધ અને સાત્વિક આહાર લેવાની ટેવ પાડો. જો બહારગામ કે પ્રવાસમાં જવાનું થાય ત્યારે પણ આ બાબતનો ખ્યાલ રાખો. શુદ્ધ અને સાત્વિક આહારથી શુદ્ધ વિચારો આવશે.

(૧૩) આહારમાં મોસમ પ્રમાણેનાં કુદરતી ફળો અને શાકભાજીઓને ખાસ સ્થાન આપો. જે તમારી તંદુરસ્તીથી વધુ સારી માવજત કરશે.

(૧૪) ગુસ્સો કે આવેશમાં આવીને કદાપિ પણ અન્નનો ત્યાગ એટલેકે અપમાન ન કરો.

(૧૫) બિનજરૃરી, દેખાદેખી કે મોભો બતાવવા પાછળ થતા ખર્ચમાં નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો.

(૧૬) અન્ન, પાણી, વીજળી કે કુદરતી સંપત્તિનો બગાડ ન કરો અને આવું કરતાં હોય તેવા લોકો સમજાવટતી રોકવાનો પ્રયત્ન કરો.

(૧૭) વાણી પર સંયમ રાખો જેથી પાછળથી પસ્તાવું ન પડે. જિંદગીમાં મને માફ કરો એવું કહેવું  પડે તેવું વર્તન/વ્યવહાર ન કરો. પણ જો ભૂલ થઈ હોય તો સામે વાળાની મને માફ કરો એવું કહી માફી માંગવામાં નાનમ ન રાખશો.

(૧૮) જિંદગીમાં થેન્ક-યુ શબ્દનો ઉપયોગ વિના સંકોચે છૂટથી કરો, પરંતુ આ શબ્દ તમને દરેક વખતે સાંભળવા મળે જ એવી જિદ કે અપેક્ષા ન રાખો.

(૧૯) દરરોજ તમારા દ્વારા એક સારું કાર્ય થાય એવો ખરા હ્ય્દયથી પ્રયત્ન કરો.

(૨૦) તમારી, તમારા ઘરની, તમે જ્યાં રહેતા હો, જ્યાં કામ કરતાં હો  તેની આસપાસના સ્થળની ગંદકી દૂર કરો. સ્વચ્છતામાં પ્રભુનો નિવાસ હોય છે. સ્વચ્છ વાતાવરણ  જીવનમાં નવી પ્રેરણા આપશે.

(૨૧) જીવનના એક નિત્યક્રમ તરીકે નિયમ કરો કે રોજ ત્રણ વ્યક્તિનો બોજો હળવો કરી એમના મુખ ઉપર હાસ્ય લાવવાનો પ્રયત્ન કરીશ.

(રર) સમય કિંમતી છે, તેનો સદુપયોગ થાય તે જરૃરી છે. ખોટી ચૂગલી, ટીકા-ટિપ્પણી કે ખણખોદમાં તેને વેડફવા ન દેશો. તમારા વિચારો/ઊર્જાને નકારાત્મક રીતે ન વાગોળતા, સકારાત્મકતા તરફ વાળવાનો પ્રયાસ કરો.

(૨૩) જિંદગીને એક પડકાર ગણી શિસ્તબદ્ધ સૈનિકની જેમ તેનો સામનો કરવા હંમેશા તૈયાર રહો.

(૨૪) સવારનો નાસ્તો રાજાની જેમ ભરપૂર કરો. બપોરનું ભાણું એક રાજકુમારની જેમ માત્ર પસંદગીનું અને વ્યવસ્થિત રીતે જમો. જ્યારે સાંજનું જમણ એક શ્રમિકની જેમ થોડું જમો. જેથી હળવા પેટે તમે રાત્રે નિરાંતે ઊંઘી શકો.

(રપ) જિંદગીમાં સતત હસતાં રહેવાથી શરીરને જોઈતી ઊર્જા તમારા શરીરમાંથી જ મળી જશે.

(૨૬) જિંદગીને એક વિશેષ ભેટ ગણી તમારી વાણી, વર્તન અને વ્યવહારને આચરણમાં મૂકજો. તમારા ત્રણેય આવરણોને કારણે કોઈને ક્ષતિ ન થાય તેની વિશેષ કાળજી રાખો.

(૨૭) બીજાને ધિક્કારવામાં તમારી જિંદગીને ન વેડફો. તમે તમારું પોતાનું ધ્યાન રાખવાનું સત્ય સ્વીકારો.

(૨૮) જિંદગીને સામાન્ય માણસની જેમ જ સ્વીકારો. એના વિશે ઝાઝું ગંભીર થવાની જરુર નથી.

(૨૯) દલીલબાજીનો કોઈ અંત નથી  એટલે ક્યારેક ડિસએગ્રી સાથે એગ્રી થવામાં મજા છે.

(૩૦) ભૂતકાળને ટુકડા કરી જમીનમાં દાટી દો. જેથી તે વર્તમાનમાં પીડાની જેમ પરેશાન ન કરે.

(૩૧) અન્યનાં સુખો સાથે સરખામણી કરવાથી દુઃખ સિવાય કશું જ મળવાનું નથી.  તુલના કરવી હોય તો તેના સામર્થ્યની કરવી  અને તેમાંથી પ્રેરણા લઈ તેવા બનવા પ્રયાસ કરવો.

(૩૨) જિંદગીમાં તમારા આનંદ કે સુખ માટે તમારે જ પ્રયત્ન કરવો પડશે. ઉછીનો લીધેલ આનંદ કે સુખ ક્ષણજીવી છે.

(૩૩) ભૂતકાળમાં બનેલી દુર્ઘટના/નિષ્ફળતાને એક ફ્રેમમાં મઢાવી દીવાલે રાખો અને રોજ તે હવે કદી ફરી પાછી બનવાની  નથી તેવો સંકલ્પ કરતા રહો.

(૩૪) હંમેશા “ભૂલી જાઓ અને માફ કરો” ની નીતિ માટે તૈયાર રહો. બીજાની ભૂલોને માફ કરતા શીખો.

(૩૫) સમય જ સમયનું કારણ છે અને  સમય જ સમયનું મારણ છે તે સત્યને સ્વીકારજો. દરેક દુખદ ઘટના કે સંજોગોને વિસારવા સમય આપો.

(૩૬) તમારા માટે લોકો શું વિચારે છે તેની ચિંતા ન કરો  કારણ કે તે તમારંુ કામ નથી. જ્યારથી તમે બીજા માટે વિચારતા થાવ, સુખ તમારા દ્વારે બારણું ખટખટાવતું આવશે.

(૩૭) ગમે તેવી સારી કે ખરાબ પરિસ્થિતિ કાયમી નથી, તે બદલાવાની છે તે સત્યને જાણી તમારો વ્યવહાર રાખો.

(૩૮) જિંદગીમાં જે વસ્તુ આનંદી, ઉપયોગી કે સુંદર નથી તેનાથી છુટકારો મેળવો.

(૩૯) અદેખાઈ કરવી એટલે સમય બગાડવા જેવી બાબત છે તેના કરતાં મનમાં સારા વિચારોને સ્થાન આપો.

(૪૦) જિંદગીમાં શ્રેષ્ઠ પણ તમારી રાહ જુએ છે થોડોક ઈંતજાર કરો… ઉતાવળા ન થાવ.

(૪૧) કોઈ પણ કાર્ય કરતાં પહેલાં હજાર વાર વિચાર કરો, પણ થઈ ગયા પછી વિચારવાનું છોડી દો.

(૪૨) ૨૪ કલાકમાંથી થોડા કલાક તમારી પત્ની, બાળકો, માતા-પિતા અને મિત્રો માટે ફાળવો.

(૪૩) જિંદગીમાં શક્ય હોય ત્યાં સુધી ‘મેં’ અને ‘હું’નો  પ્રયોગ ઓછો કરવો પડે તેવું કરો, કારણ કે તેમાંથી અભિમાનનું/ગર્વનું સર્જન થાય છે. જ્યારે ગર્વની શરૃઆત થાય છે ત્યારે પતનનો પ્રારંભ થાય છે. 

GAEKWADMV@iocl.co.in      2/1/09

Advertisements

Responses

  1. I HAVE READ THE 43 POINTS FOR LIVING GOOD AND HEALTHY LIFE WHICH IS SO REMARKABLE AND USEFUL IF WE IMPLEMENT IT. U R REQUESTED TO GIVE THE SAVE AND PRINT OPTION FOR SAME SO THAT WE CAN CIRCULATE FURTHER.

    TEJAS SHAH
    LIBRARIAN
    VVP ENGINEERING COLLEGE
    RAJKOT

  2. I like thoughts….thanx


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: