Posted by: vmbhonde | मार्च 29, 2010

સ્વાધ્યાય પરિવાર

સ્વાધ્યાય પરિવાર

 લાખો સ્વાધ્યાયીઓના જીવન પરિવર્તન કરનાર પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીને કોણ નથી  ઓળખતું !  ૧૯મી ઓકટોબર ૧૯૨૦ ના રોજ રોહે નામના  કોંકણ, મહારાષ્ટ્રના એક નાનકડાં ગામમાં પાંડુરંગનો જન્મ થયો. જન્મ પહેલાજ એમના પરદાદાએ તેમજ એક સંન્યાસીએ ભાખ્યું હતું કે આ બાળક એક મહા પુરૂષનો અંશ છે. નાનપણમાં બાળક ખુબ તોફાની પણ બહુજ હોશિયાર હતું. ગામમાં જ સંસ્કૃતનું ભાષાનું શિક્ષણ લિધુ. પાંડુરંગ બુદ્ધીના કસોટી ઉપર ચકાસીને જ બધા તત્વોને માનતો. ૧૯ વરસની ઉમરમાંજ તેઓએ ઇંગ્લીશ સાહિત્યઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યુ. શાસ્ત્રી કુટુંબમા જન્મ થવાથી ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનનો અભ્યાસ પહેલાજ થયો હતો.  કોંકણથી મુંબઈ આવીને પિતાજીની તબ્યેત ખરાબ થવાથી ભગવત્ગીતા ઉપર પ્રવચનો આપવાનું કામ શરૂં કર્યુ અને ત્યારથીજ ભારતનું ઉત્થાન કરવા માટે સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવો એ ઉપાય નક્કી કરેલ. જાપાનમાં થયેલ આંતરરાષ્ટ્રીય  તત્વજ્ઞાન પરિષદમાં આપેલ ભારતીય સંસ્કૃતિ વિષેનુ ભાષણ સાંભળી  પશ્વ્ચિમી દેશોના મોટા તત્વજ્ઞોએ પાંડુરંગ શાસ્ત્રીને અમેરિકા આવી ભાષણો આપવાનું જણાવ્યું જેની સામે લાખો રૂપિયા આપવામાટે કિધું. પરંતુ શાસ્ત્રીજીને તો ભારતીય સમાજ ઉદ્ધારનું કામ કરવાનું હતું. માર્ચ ૧૯૯૭માં તેઓને ૧૨ લાખ પાઉંડનો ટેમ્પલ્ટન્ટ પુરસ્કાર મળ્યો. તે સિવાય જગન્માન્ય રેમન મેગેસેસે પુરસ્કાર (૧૯૯૬), ભારત સરકાર તરફથી પદ્મવિભૂષણ (૧૯૯૯) જેવા અનેક પુરસ્કારો એમને મેળવ્યા. ડો. રાધાકૃષ્ણન, વિનોબા ભાવે જેવા મહાન તત્વજ્ઞોપણ શાસ્ત્રીજીના કર્મયોગથી પ્રભાવિત થયા હતા. કોઇની પાસેથી હાથ ફેલાવીને પૈસા માગ્યા વગર તત્વજ્ઞાન વિદ્યાપીઠ અને સ્વાધ્યાય પરિવારનું પ્રચંડ કામ એમને ઉભુ  કર્યુ. ૨૫મી ઓકટોબર ૨૦૦૩ ના રોજ તેઓએ આ નશ્વ્વર દેહ ત્યાગ્યો. એમનું આયુષ્ય એટલે ૠષીતુલ્ય જીવનનું અવતાર કાર્યજ. નિસ્વાર્થ બુદ્ધીથી ઇશ્વ્વર ઉપર સંપૂર્ણ વિશ્વાસ મુકી માનવ માત્રના સર્વાંગીણ ઉન્નતિ માટે ઉભુ કરેલ આ કામ ઇશ કાર્ય જ કહેવાય. એમણે ભાવભકિતને કૃતિ ભકિત સાથે જોડી કર્મ કાંડમાં અટવાયેલી ભકિત તેઓએ કાર્યરત કરી.  કૃતિ ભકિતથકી મનુષ્ય જીવનનો સર્વાંગી વિકાસ કર્યો, સામાજીક ઉચ્ચ નિચતા ઓછી થઈ. એક આદર્શ  સુસંસ્કૃત સ્વ શાસિત સમાજ અસ્તિત્વમાં આવ્યો. એમનું કામ માછીમારો, આદિવાસીઓ, ખેડુતો, વાઘરી, નાગરી, દેશી, વિદેશી, શિક્ષિત, અશિક્ષિત એમ બધામાટે છે. એમના અલગ અલગ પ્રકારના પ્રકલ્પ-પ્રયોગો નીચે પ્રમાણે છે.
૧) પંયરંગ ક્રાંતિ- સામાજીક, રાજકીય અને આર્થિક ક્રાંતિસાથે એમણે ભાવનિક અને   અધ્યાત્મિક-સાંસ્કૃતિક ક્રાંતિ જોડી દીધી.
૨) અમૃતાલય-કુટીર મંદિર(૩૦૫)- ગામડાનું આર્થિક- સામાજીક શકિત કેન્દ્ર.જયા જાતિ, પંથ, ધર્મ થી ઉપર ઉઠી ભાવ ભકિત અને કૃતિ ભકિત થાય છે.
૩) યોગેશ્વ્વર ભાવ કૃષી(૪૩૦૦)- પોતાની જમીન ખેડે તેજ પ્રમાણે ગામના બધાજ ખેડુતો ભગવાન માટેની જમીન ખેડે. યોગેશ્વ્વર કૃષીમાંથી ઉત્પન્ન થતી લક્ષ્મીનો વિનિયોગ ગામ માટેજ કરવામાં આવે છે. આપનારો નારાયણ અને લેનાર ભકત આ કલ્પનાથી કામ થાય છે.
૪) મત્સ્યગંધા(૧૦૩)  માછીમાર સાગર પુત્રોમાટે ભગવાનની નાવ (બોટ) મત્સ્યગંધા નામે તયાર કરવામાં આવી. ખેડુતની જેમ માછીમારો પણ શ્રમભકિત કરવા માંડ્યા. કોળી સમાજની લાચારી ગઈ, વેરભાવ મટ્યો, દારિદ્ર્ય મટયુ, વ્યસનો ગયા, નવી મુડી ઉભી થઇ.
૫) ત્રિકાલ સંધ્યા- ત્રણવાર હૃદય પૂર્વક ઇશ્વ્વરનું સ્મરણ કરવું અને કૃતજ્ઞતા વ્યકત કરવી એનું નામ ત્રિકાલ સંધ્યા.
૬) સાયં પ્રાર્થના(૬૨ લાખ પરિવાર)- કૌટુંબિક એકતા માટે રાત્રે ૮.૩૦ વાગે બધાજ સભ્યોએ સાથે મળી ઇશ્વ્વર પ્રાર્થના કરવી.
૭) ઘરમંદિર(૨૧૫)- પ્રત્યેક ઘરમાં વાજતેગાજતે ભગવાનનું આગમન જેથી ૮ દિવસમાટે એ ઘર મંદિર બને. મંદિરનું પવિત્ર વાતાવરણ ઘરઘરમાં અનુભવવામાં આવ્યું. ઝગડા, વ્યસન, ગેરવર્તન એની મેળે ઓછા થયા.
૮) યાજ્ઞવલ્ક્ય ઉપવન(૨૪)- વૃક્ષ મંદિરની કલ્પના હેઠળ ગામની બહાર શ્રમ ભકિત કરી વૃક્ષોમાં પણ ઇશ્વ્વર છે એ ભાવના સાથે ઉપવનો ઉભા થયા.
૯) શ્રી દર્શનમ(૧૯)- એક ગામની યોગેશ્વ્વર કૃષી તો વીસ ગામની મળેલી કૃષી એટલે શ્રી દર્શનમ, બધા ગામડાઓને ભેગા કરવા માટે. નિર્મલ નીર (૨૬૦૦) એકવીર (૧૦)
૧૦) પતંજલી ચિકિત્સાલય- વનવાસી વિસ્તારમાં વૈદ્યકીય સાધનો અને સુવિધાઓ પોહોચાડવા માટે સ્વાધ્યાયી ડોકટર્સ સપ્તાહમાં એકવાર જાય છે.
૧૧) માનવ પ્રતિષ્ઠા કેન્દ્ર-સમાજના ઉપેક્ષિત માણસને પણ પ્રતિષ્ઠા મેળવવા માટે વનવાસી ક્ષેત્રમાં આવા કેન્દ્રોની સ્થાપના કરલ છે. જેમાં સુથારી કામ, શિલાઈ કામ, ઇલેકટ્રીક સાધનોની દુરૂસ્તી વિગેરે અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે જેથી સ્વાવલંબન વધે માટે પ્રયત્ન થાય છે.યુવક કેન્દ્ર (૧૮૪૦૦),મહિલા કેન્દ્ર (૨૫૫૦૦)
૧૨) ભાવભકિત ફેરી(૩૨૦૦૦૦)- આના પછી લાખો લોકો દર મહિને સમાજના છેવાડેના માણસ સુધી પોહોંચે છે. બાલ સંસ્કાર કેન્દ્ર (૧૪૨૦૦), હિરા મંદિર (૧૦), ગોરસ(૧૮)
માનવમાં અસ્મિતા જાગે, ઇશ્વ્વર પ્રત્યે આદરભાવ જાગે અને પ્રત્યેકનું જીવન તેજસ્વી, ઉત્સાહી અને આનંદી બને એ માટે સાંર્સ્કતિક પુનરૂત્થાનનું ભગીરથ કાર્ય સ્વાધ્યાય પરિવાર કરી રહ્યો છે ત્યારે અર્વાચીન યુગના મહર્ષિ એવા પૂજય દાદાને શતશઃ પ્રણામ.
વિલાસ ભોંડે  ૦૯-૦૩-૨૦૧૦


Responses

  1. Can you please upload Gujrati Bhav Geet here..?

  2. લાખ લાખ વંદન દાદા તમોને. હું ભાવફેરી, સ્વાધ્યાય કેન્દ્ર અને યુવા કેન્દ્રમાં નિયમીત જાવું એ મારૂ વ્રત છે

    • Do not declare what U do for God. thou is supreme unseen power ,resides in your heart , hence he notes all the thing and responds also. Carry on my brother , never leave this activity, do untill last breath..
      Your Divine Brother


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google photo

You are commenting using your Google account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: