Posted by: vmbhonde | मार्च 29, 2010

શ્રી માં આનંદમયી

શ્રી માં આનંદમયી

 ૩૦.૦૪.૧૮૯૬ ના રોજ ખેઓરા નામના નાનકડા ગામડામાં (જે આજના બંગલાદેશમા છે) એક પવિત્ર બ્રાહ્મણ કુટુંબમાં તેઓનો જન્મ થયો. તેમનું નામ નિર્મલા સુંદરી દેવી રાખવામાં આવ્યું. ૧૦ મહિનાની ઉંમરે લોકોએ એમની દેવીના અવતાર તરીકે પુજા કરી હતી. બે વર્ષના ઉંમરે તેઓ કીર્તનમાં ધ્યાનમાં સરી ગયા હતા અને પોતાની બા ના ખોળામાં પડી ગયા હતા.  બાળકી તરીકે તેઓ એટલા સુંદર અને નિષ્પાપ હતા કે પુરા ગામમાં બધાજ એમને ખુબ પ્રેમ કરતા. એ પણ હમેશાં બધાને મદદરૂપ થવા તયાર રહેતા. બધા છોકરાઓથી એમનો સ્વભાવ ખુબ અલગ હતો. ક્યારેય તેઓ મસ્તી તોફાન કરતા નહિ પણ હંમેશા હસતા અને આનંદી રહેતા. જેથી નાનપણથીજ તેમને બધા “માનુષકાલી” (મનુષ્ય રૂપમાં કાલી માં) કહેતા. પિતાજી વૈષ્ણવ તરીકે સારા ભજન ગાયક હતા. નિર્મલાના લગ્ન રમણીમોહન ચક્રવર્તીસાથે ૧૩ માં વરસે થયા. તેઓ શકિત ઉપાસક હતા. આદર્શ ગૃહિણી તરીકે તેઓ ઘરનું બધૂજ કામ જેવું કે સફાઈ, રસોઈ, કુવામાંથી પાણી કાઢવું વિગેરે કરતા. પણ તેઓ હમેશાં હસમુખા અને બધીજ જવાબદારી સામેથી માગી લેતા. હસમુખ, આનંદી અને પવિત્ર વ્યકિતત્વ જોઈ બધા એમને “ખુશી મા” કહેતા. ઘરકામ કરતી વખતે પણ તેઓ ઉંડા ધ્યાનમાં ઉતરી જતા. ૧૯૧૮ થી જ બાજીતપુરમાં (ઢાકા  પાસે) તેઓની અધ્યાત્મિક ક્રિયાઓ પ્રદર્શીત થવા માંડી. ઓગસ્ટ ૧૯૨૨ માં હંુ જ પૂર્ણ નારાયણ છું એઓ સાક્ષાત્કાર એમને થતાં સ્વ દિક્ષા (ગુરૂ વગર) લીધી. પોલીઓથી પિડાતી બાળકીને સાજી કરવી, કાલી પૂજા વખતે બકરો કાપ્યો પણ એમાથી લોહી ન નિકળવું વિગેરે ઘણા ચમત્કારો એમણે કર્યા. પોતાના પતિને તેઓ ભોલાનાથ કહેતા. જેઓ ૧૯૩૮ માં શરીર છોડી ગયા હતાં.
 જનતાજનાર્દન સેવા એજ એમના જીવનનું ઉદેશ્ય હતું. ગરીબ તથા કચડાયેલા સમાજ માટે ઘણા બધા કામો તેઓ કરતા. ૧૯૨૭ માં તેઓ એકવાર ૧૩ દિવસ અને પછી ૨૩ દિવસમાટે પાણી પિધા વગર રહ્યા હતા. પોતે કાઇપણ ભણ્યા નહોતા તેમ છતાં અધ્યાત્મિકતામાં ઘણાબધા સંત મહાત્માઓ તેઓને આદર આપતા હતાં અને પોતાના કાર્યક્રમોમાં શ્રી માં હાજરી આપે એ માટે પ્રયત્નો કરતાં. તેમને વારંવાર આચાર્ય સભામાં પણ આમંત્રિત કરવામાં આવતા. પ્રભુદત્ત બ્રમ્હચારી તથા સ્વામી કરપાત્રીજી મહારાજ જેવા રાષ્ટ્રીય સંતો જોડે પણ તેઓ જોડાયેલા હતાં. તેઓનો ધર્મ અને અધ્યાત્મ સર્વ સામાન્ય વ્યકિત જોડે સંકળાયેલ હતું. ગરીબોની સેવા ઉપર તેઓ હમેશા ભાર મુકતા. શ્રીમતી કમલા નેહરૂ એમના વરસો સુધી ભકત રહ્યા. જવાહરલાલ નેહરૂ, ડાઁ. રાજેન્દ્ર પ્રસાદ, વી. વી. ગીરી, કૈલાશ નાથ કાટજુ, ઈન્દીરા ગાંધી, ગુલઝારીલાલ નંદા જેવા કેટલાય રાષ્ટ્રીય નેતાઓ શ્રી માં ના દર્શને આવતા રહેતા. તેઓને ઘણીવાર રાષ્ટ્રપતિ ભવનમાં અને પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને આશિર્વાદ માટે આમંત્રિત કરવામાં આવતાં. ૧૯૮૨ માં પોતાના ૮૬ ના વરસે શ્રી માં આનંદમયીએ મહા સમાધી લીધી. પરંતુ પોતાની પાછળ ગરીબોના ઉધ્ધારમાટે  ઘણાબધા પ્રકલ્પો, કાર્યક્રમો છોડતા ગયા.
 ભારતભરમાં  એમના ૨૬ આશ્રમો થકી ઘણી બધી અધ્યાત્મિક અને સામાજીક પ્રવૃત્તિઓ થાય છે. જેનું લક્ષ સમાજોપયોગી કામો કરવાનું છે. વારાણસીમાં  સ્થાપેલ માતા આનંદમયી હોસ્પીટલ હજારો ગરીબ દર્દીઓની સેવા કરી રહેલ છે. માં આનંદમયી કન્યાપીઠ, વારાણસી અંતર્ગત એક મોટું છાત્રાલય તથા શાળા અને કોલેજ ચલાવવામાં આવેલ છે. જેમાં પ્રાયમરીથી એમ.એ. પી.એચ.ડી સુધીનુ શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીનીઓને આધુનિક શિક્ષણ સાથે ધ્યાન, જપ, યોગ, સિલાઈ, રસોઈ, સંગીત વિગેરેનું પણ શિક્ષણ અપાય છે. એમના ભોપાળ આશ્રમમાં પણ જુલાઈ ૧૯૯૮ થી આઠમા ધોરણ સુધી લગભગ ૭૦૦ વિદ્યાર્થીઓમાટે એક શાળા ચાલે છે. એ ઝુપડપટ્ટી વિસ્તારમાં આવેલ છે. જેથી એમા પછાત જાતીના વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. જેઓને ઘરમાં સારા સંસ્કારો મળતા નથી, જેમના પિતા દારૂડીયાઓ છે એવા છોકરાઓને સુધારીને સમાજના સારા નાગરિક બનાવવાનું કામ ત્યાં થઈ રહ્યુ છે. દેહરાદૂનમાં કાર્યરત માં આનંદમયી મેમોરીયલ સ્કૂલ પણ એકથી બાર ધોરણસુધીના વિદ્યાર્થીઓમાટે સંસ્કાર સિંચનનું કામ કરી રહેલ છે. આ બધીજ સ્કૂલોમાં તથા દવાખાનાઓમાં ગરીબો માટે મફત સેવાનો લાભ અપાય છે.
 સુંદર પવિત્ર ચેહરો, નિષ્પાપ નિખાલસ વર્તન, છેવાડેના માનવી માટેની કરૂણા, બધાજ પંથો, સંપ્રદાયો સાથેનું ઉત્તમ સંકલન વિગેરે ગુણોના લિધે શ્રી માં હમેશા વંદનીય રહ્યા. તેઓ કહેતા કે ઈશ્વ્વર એકજ છે અને સાચા દિલથી કરાતા કોઇપણ પ્રયત્નો એને પામવામાં સફળ થાય છે.  એટલે જ સ્વામી ચિન્મયાનંદ જેવા મહાન સંતે પણ કિધુ હતું કે જેમ સૂરજના અસ્તિત્વમાટે કોઇ પ્રમાણ પત્રની જરૂર નથી તેમજ શ્રી માં આનંદમયી માટે કોઈ ઓળખાણ કે પ્રમાણ પત્ર નહી જોઇએ. એવા મહાન કાલી સ્વરૂપ શ્રી માં ને અમારા કોટી કોટી વંદન.

વિલાસ ભોંડે  ૦૯-૦૩-૨૦૧૦

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: