Posted by: vmbhonde | मार्च 29, 2010

વ્યકિત વિકાસ કેન્દ્ર-આર્ટ ઓફ લિવિંગ

વ્યકિત વિકાસ કેન્દ્ર-આર્ટ ઓફ  લિવિંગ

 શ્રી શ્રી રવિશંકરજી થી કોણ પરિચીત નથી. જુદા જુદા સમયમાં માનવતાને નવી દિશા આપવા માટે પરમ ચેતનાનું પૃથ્વીપર અવતરણ  થતું હોય છે. આધુનિક યુગમાં તેઓશ્રી દિવ્યતા, સહજતા, સરળતા, આત્મિયતા અને પ્રેમની ગરીમાને પોતાનામાં સમાવી પૃથ્વીપર જીવનને એક ઉત્સવ બનાવવા માટે આવ્યા છે.  તેઓનો જન્મ ૧૩.૦૫.૧૯૫૬ ના રોજ દક્ષિણ ભારતના એક શ્રીમંત અને સુસંસ્કૃત પરિવારમાં થયો. ચાર  વર્ષની વયે એમને ગીતાના શ્વ્લોકો કંઠસ્થ હતા. બાળપણમાં ઘણી વખત કલાકો સુધી તેઓ ધ્યાન મગ્ન જોવામાં આવતા. ધ્યાન અને પુજા એમની પ્રિય રમત હતી. તે ઘણીવાર કહેતા કે સમગ્ર વિશ્વ્વ મારો પરિવાર છે અને ઘણાં બધા લોકો મારી રાહ જોઇ રહ્યા છે.
 ૧૭ વર્ષની ઉંમરમાં તેમણે આધુનિક વિજ્ઞાન અને વેદોનું અધ્યયન સમાપ્ત કર્યુ. ત્યારપછી કેટલાક વર્ષો સંતસમાગમ અને એકાંત સાધનામાં વિત્યા.ગહન ધ્યાન, મૌન અને સાધના પછી સહજ સ્ફૂરેલી શ્વ્વાસોશ્વ્વાસની સુદર્શન ક્રિયા એ એમની જગતને અણમોલ ભેટ છે. ૧૯૮૪ થી શ્રી શ્રી રવિશંકરજીએ જગત કલ્યાણ માટે તથા અસંખ્ય લોકોને તણાવ અને ચિંતામાથી મુકત કરવા દેશ વિદેશનું પરિભ્રમણ શરૂ કર્યુ. ૧૯૮૬માં તેમને ભારત સરકારે યોગશિરોમણીનો ખિતાબ આપ્યો. ૧૯૯૮માં યુનોની જનરલ એસેમ્બ્લીને એમણે સંબોધન કર્યુ. તેમજ ૨૦૦૦ની સાલમાં રાષ્ટ્રસંઘની ધર્મગુરૂઓની વિશ્વ્વશાંતિ પરિષદમાં આપેલુ પ્રવચન અત્યંત અસરકારક હતુ. શ્વ્હ્વૌં ની સલાહકાર સમિતીમાં પણ તેઓનું સ્થાન છે. તેઓ માનવજીવનના ઉત્થાનનું મહાન કાર્ય કરી રહ્યા છે. એમના સત્સંગમાં આવનારી દરેક વ્યકિત પોતાના હૃદયમાં નવા પ્રેમ, પ્રકાશ અને જાગૃતિનો અનુભવ કરે છે. એમની યુવાવસ્થા,શ્વ્વેતવસ્ત્ર પરિધાન અને જ્ઞાનની વિશાળતાને જોઇ હૃદયમાં દક્ષિણામૂર્તિની કલ્પના સાકાર થાય છે. તેમનામાં બુદ્ધની શાંતિ, ઇસુની કરૂણા, શ્રીકૃષ્ણની નટખટતા અને આદિશંકરાચાર્યના જ્ઞાનના દર્શન થાય છે.
 વ્યકિત વિકાસ કેન્દ્ર એ સરકારમાન્ય ચેરીટેબલ ટ્રસ્ટ છે. જેની સ્થાપના ૧૯૮૨ માં કરવામાં આવી હતી અને જે સમગ્ર વિશ્વ્વમાં ૧૪૬ દેશોમાં ૫૦૦૦ કેન્દ્રો દ્વારા જુદા-જુદા સેવાકાર્યોથી લાખો લોકોના જીવનને મહેકાવી રહ્યું છે. આર્ટ ઓફ લિવીંગ (જીવન જીવવાની કળા) એ વ્યકિતના સવાર્ંગી વિકાસ માટે રચાયેલ અત્યંત અસરકારક પ્રશિક્ષણ છે. એમાં સિખવાડવામાં આવતી સુદર્શન ક્રિયા એ શ્વ્વાસોચ્છાસની સંપૂર્ણ વૈજ્ઞાનિક, વિશિષ્ટ અને શકિતશાળી પ્રક્રિયા છે. જેના ઉપર ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓમાં રીસર્ચ થયેલ છે અને ધણા રોગો ઉપર માનસિક તથા શારીરિક ફાયદા થયા છે. એવા પરીણામ આવ્યા છે. આર્ટ ઓફ લિવીંગ ફાઉન્ડેશન તરફથી આયોજીત ધણાં પ્રોગ્રામ મોટી મોટી કંપનીઓના અધિકારીઓને લાભાન્વિત કરે છે. જેમાં વોલ્ટાસ, ટેલ્કો, ટીસ્કો, ઇસરો, ગોદરેજ, ઇન્ડીયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ, વિપ્રો, ઇન્ફોસીસ જેવી કંપનીઓ શામેલ છે. સમાજના સૌથી વધુ તરછોડાયેલા જેલ કેદીઓના વિકાસ માટે પણ કોર્સ યોજવામંા આવે છે.
 ગુજરાતમાં ૫હ્વ પ્રોગ્રામ આધારીત વિવિધ સેવાઓમાં ૩૧૦ વેકસીનેશન કેમ્પ (૧૧૨૦૫ બાળકો) ૭૬૫ મેડીકલ કેમ્પ (૨૯૯૧૪ દર્દીઓ), ૯૬૯ મોતીયાના ઓપરેશન, ૨૭૯ પોલીયોના ઓપરેશન, ૧૫૦૨૮ સ્વચ્છતા કેમ્પ, ૩૧૦૦૦૦ વૃક્ષારોપણ, ૮ ટન બીનરાસાયણીક ખાતરનું ઉત્પાદન, ૫૨૯૩ ખેડુતોની સેન્દ્રીય ખેતી, ૬૪ શૌચાલયો, ધણા બધા તળાવ, ચેકડેમ, આડબંધ વિગેરે સેવાકાર્યો કરવામાં આવ્યા છે. અતિવૃષ્ટિ, વાવાઝોડુ, ભુકંપ વિગેરે આપત્તિઓના સમયમાં પણ કેન્દ્ર તરફથી મદદ આપેલ છે. ધરતીકંપ વખતે અમદાવાદમાં ૨૦,૦૦૦ માણસો માટે રસોડું ચલાવ્યુ હતું. આખું નાના દહિસરા ગામ દત્તક લઇ ૧૧૩ ઘર બાંધ્યા હતા. તેમજ ૧૨ શાળાઓ અને બે હોસ્ટેલ બનાવેલ છે.
 ભારતભરમાં ૨૫ રાજયોમાં થઈ ૨૬૦૦૦ થી વધુ ગામડાંઓમાં ૫હ્વ  કાર્યક્રમ  ચાલી રહયો છે. ૨૦૬૬૦ મેડીકલ કેમ્પમાં ૨૨,૩૦,૦૦૦ દર્દીઓ લાભાન્વિત થયા છે. ૩૪૩૧૦ સફાઈ કેમ્પો યોજયો. ૨૫૦૦ શૌચાલયો બનાવ્યા અને ૫૦૦ ગોબર ગઁસ પ્લાન્ટ નાખ્યા. શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રી શ્રી રવી શંકર વિદ્યામંદિર હેઠળ ઘણે ઠેકાણે શાળાઓ ચાલે છે. બેંગ્લોરમાં વેદ વિજ્ઞાન મહાવિદ્યાપિઠમાં ૧૯૮૪ થી ૭૦૦ બાળકોની સંખ્યાવાળી મફત શાળા ચાલે છે. શ્રી શ્રી રવિશંકર જુનિયર કોલેજ બેગ્લોરમાં પણ સાયન્સ, આર્ટસ્ અને કોમર્સના કોર્સેસ ચલાવવામાં આવે છે. શ્રી શ્રી મિડીયા સ્ટડી અંતર્ગત પત્રકારત્વનો પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા કોર્સ પણ શરૂં થયો છે.    ગામડાની બહેનોને સ્વાવલંબી બનાવવા જુદા જુદા ઉદ્યોગો શિખવાડવામાં આવે છે.  રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ગામડાના નવયુવકો માટે માર્કેટીંગ, મેન્યુફેકચરીંગ અને ખેતી વિષયક જુદા જુદા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આયુર્વેદીક કોલેજ, ચિકિત્સાલય વિગેરે પણ ઘણે ઠેકાણે ચાલે છે. 
 આર્ટ ઓફ લિવીંગના જુદા જુદા પ્રશિક્ષણ કોર્સોમાં સેકડોની સંખ્યામાં વ્યકિતઓ તૈયાર થઈ રહેલ  છે. જેઓ સમાજના વિવિધ વિસ્તારોને ઉન્નત કરવાની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. સેવા, સાધના,સત્સંગ અને જ્ઞાન આ જીવનના ચાર પાયા ઉપર આધારિત સમાજજીવનની રચના કરતા શ્રી શ્રી રવિશંકરજીને કોટી કોટી પ્રણામ.
 વિલાસ ભોંડે  ૦૩-૦૩-૨૦૧૦

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: