Posted by: vmbhonde | मार्च 29, 2010

માતા અમૃતાનંદમયી દેવી

માતા અમૃતાનંદમયી દેવી


 કેરળના સમુદ્ર કિનારા ઉપરના અંતરીયાળ ગામડામાં જન્મેલ માતા અમૃતાનંદમયી દેવી  બાળપણથીજ ગરીબોનું દુઃખ દૂર કરવાના પ્રયત્નો કરતાં રહ્યા છે.  બાળપણમાંજ  એમણે ઇશ્વ્વર આપણામાંજ વસે છે એની જાણ હતી. ઘણીવાર તેઓ ઉંડા ધ્યાનમાં જતા રહેતા હતાં. બીજાને મદત કરવાના વિચારથી ક્યારેક એ ઘરમાંથી જરૂરીયાતવાળાને કોઇપણ વસ્તુ કાઢી આપતા હતા. બાળપણમાં પોતે ખુબ હોશિયાર વિદ્યાર્થીની હતાં. એક વાર વાંચીને એમણે બધુજ યાદ રહેતું. પણ બા બિમાર થવાથી ચોથા ધોરણપછી એમણે ભણતર છોડી દિધુ. વિશ્વ્વસાથેનું પોતાના ઐક્યનો અનુભવ થવાથી એમણે આપણા  જીવનનો હેતુ માનવતાનું ઉત્થાન છે એ જાણ્યુ. બધાને કોઇપણ રીતે મદતરૂપ થવાના એમના સ્વભાવથી લોકો તેઓને પ્રેમથી અમ્મા કહેતા થયા. ધીરેધીરે તેઓએ પોતાના અધ્યાત્મિક મિશન અંતર્ગત આખા વિશ્વ્વમાં સત્ય, પ્રેમ અને કરૂણાનો સંદેશો આપવા માંડ્યો.  ગયા ૩૮ વરસમાં તેઓએ શારિરીક રીતે ૨૮૦ લાખથી વધારે ભકતોને પ્રેમથી આલિંગન આપી એમના દુખ દર્દો માટે સાંત્વના આપી છે. એમનો પ્રેમાળ સ્પર્શ લાખો લોકોના જીવનમાં શિતળતા લાવે છે.
 જ્યારે પુછવામાં આવ્યંુ, તો એમણે કિધું કે પ્રેમ એજ ધર્મ છે. એમના પોતાના કોઈ ગુરૂ નથી તેમજ એમને વેદ ઉપનિષદોનું ભણતર કર્યુ નથી. તેમ છતાં તેઓ હંમેશા સનાતન સત્ય પોતાના  અંતરદૃષ્ટિથી જે અનુભવેલ છે એજ કહે છે. ખરેખર તેઓ અદ્વૈત જીવે છે. ભકતો એમને  માનવતાવાદી, મિત્ર, ગુરૂ અને ઇશ્વ્વર તરીકે અલગ અલગ રીતે જુવે છે. પરંતુ એ તો એક માતાની જેમ બધાને જ પુત્રવત્ પ્રેમ કરે છે અને સાંભાળ રાખે છે.  તેઓ કહે છે કે આપણી સાથે ચાલતી કોઈ વ્યકિત ખાડામાં પડે તો આપણે “એનંુ કર્મફળ એ ભોગવી રહ્યો છે” એમ કહી એને છોડી દેતા નથી પણ એને ઉપર ઉઠાવી આપણીસાથે લઈ માર્ગ આક્રમણ કરીએ છીએ કારણ આજ આપણો ધર્મ છે. ડાબા હાથને વાગે તો જમણો હાથ તરત એને મદદ કરે છે. એજ પ્રમાણે પ્રત્યેક માનવે ઇશ્વ્વરે રચેલી આ સૃષ્ટિમાં બીજા બધાની સેવા કરવી એને આપણું કર્તવ્ય સમજવું જોઈએ. તેઓએ એટલા બધા સેવા પ્રકલ્પો શરૂં કર્યા છે જે જોઈ  ખરેખર આપણી આંખો આશ્વ્ચર્યચકીત થાય છે.
૧) સાંસ્કૃતિક અને અધ્યાત્મિક-  ભજન કીર્તન, પુજા અર્ચા, હોમ હવન, મંત્ર જાપ, આપણા ૧૬ સંસ્કાર વિગેરે વિશે તેઓ એમના પ્રવચનોમાં કહેતા જ હોય છે, પણ સાથે સાથે આપણા પરંપરાગત કર્મકાંડો અને ઉત્સવોનો સાચો  અર્થ અને મહત્વ બધાને સમઝાવતા હોય છે. એમણે સર્વ સંગ્રાહક અમૃતાધ્યાન પધ્ધતિપણ વિકસાવી છે. અમૃતાકિર્તી પુરસ્કાર થકી તેઓએ ૨૦૦૧ થી આજ સુધી ૧૦ વિદ્વાન મહાત્માઓને રૂા.૧૨૩૪૫૬/- નો પુરસ્કાર, સરસ્વતી પ્રતિમા અને પ્રમાણપત્ર સનાતન ધર્મના પ્રચાર પ્રસારમાટે આપેલ છે.
૨) પર્યાવરણ- આના અંતર્ગત અમૃતાવનમ્, હરીત તીરમ્ , પર્યાવરણ કેન્દ્રોં, ગ્રીન મિત્ર, પવિત્ર વૃક્ષસમૂહ વિગેરે ઘણાં કાર્યક્રમો ચાલે છે.
૩) શૈક્ષણિક- ૧૯૯૬ માં સ્થાપન થયેલી અમૃતા વિશ્વ્વ વિદ્યાલયમાં ૧૦૦ પ્રકારના અભ્યાસક્રમો ચાલે છે. એના તામિલનાડુ, કેરળ અને કર્નાટક મળીને ૧૫ ઠેકાણે પરિસરો છે. અમૃતાવિદ્યાલયમ્ અંતર્ગત ૫૩ શાળાઓ ચાલે છે. તેમજ કેરળમાં અદ્વિતીય એવું સંસ્કૃત વિદ્યાલય  કાર્યરત છે. ઇસરો સાથે મળીને સેટલાઇટ આધારીત ગ્રામીણ વિસ્તારમાટે ઇ-શિક્ષણ પણ કામ કરે છે.
૪) સ્વાસ્થ્ય વિષયક- કોચીનમાં ૧૬૦૦ પથારીવાળું અમૃતા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સેસ, હજારો દર્દીઓની સેવા કરી રહેલ છે. ઘણે ઠેકાણે ધર્માદા દવાખાનાઓ, ત્રિવેન્દ્રમ્માં એડસ્ માટેનું કેન્દ્ર, મુંબઈમાં કેન્સર હોસ્પિટલ, ઘણા બધા ફરતા દવાખાનાઓ પણ અમ્મા ચલાવે છે.
૫) કુદરતી સંકટોમાં પુનર્વસન- ગુજરાતના ધરતી કંપ વખતે અમ્માએ ૧૨૦૦ ઘરો બાંધી આપ્યા હતાં. ૨૦૦૮ ના બિહારના પૂરગ્રસ્તો માટે રૂ. ૨ કરોડ આપ્યા હતાં. સુનામી તેમજ વાવાઝોડા વખતેપણ તેઓએ સમાજોપયોગી  પુનર્વસનના કામો કર્યા હતાં.
૬) સમાજ ઉત્થાન કાર્યક્રમ-વિદ્યાઅમૃતમ્ અંતર્ગત તેઓ શૈક્ષણિક  શિષ્યવૃત્તીઓ આપે છે. અમૃતાકુટીરમ હેઠળ ગરીબોમાટે મફત આવાસ યોજના ચાલે છે. તે સિવાય મકાન બાંધકામમાટે આંતરરાષ્ટ્રિય સ્વયંસેવકો, અમૃતાશ્રી જેવા પ્રકલ્પો દ્વારા ગરીબોમાટે અન્ન ધાન્ય, કપડાં, આવાસ, સ્વ રોજગારી, અનાથાલયો આદિ ચલાવાય  છે. જનસેવા એજ પ્રભૂ સેવા આ મંત્ર અમ્માએ સાચેજ ચરિતાર્થ કર્યો છે.
“વિશ્વ્વમાં ઓછામાં ઓછા એક રાત માટે દરેકને ભયવિના ઉંઘ, એક દિવસ પેટ ભરવામાંટે પુરતું અન્ન મળે. ઓછામાં ઓછા એક દિવસમાટે હિંસાથી દવાખાનામાં કોઇ ન આવે આ અમ્માનું સ્વપ્ન છે. એ માટે આપણે એક દિવસમાટે નિસ્વાર્થભાવથી દરિદ્રીનારાયણની સેવા કરવી જોઈએ. તેઓ કહે છે પ્રેમ એજ જીવનનું સાચું લક્ષ છે. એમા કોઈપણ જાતી, પંથ, ધર્મ, રંગ, રાષ્ટ્રીયતા બાધક નથી. બધાજ પ્રેમના એકસૂત્રથી બંધાયેલા છે. આજ મારો સંદેશો છે.”………અમ્મા.
વિલાસ ભોંડે  ૦૯-૦૩-૨૦૧૦

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: