Posted by: vmbhonde | मार्च 29, 2010

આસારામ બાપુ

સંતશ્રી  આસારામ બાપુ અને શ્રી યોગ વેદાંત સેવા સમિતી


 સંતશ્રીએ બાલ્યાવસ્થામાં ભારતના વિભાજનની જવાળાઓ  સહન કરી પિતાજી સાથે સિંધ છોડી અમદાવાદમાં સ્થલાંતર કર્યુ. ચિત્તની એકાગ્રતા અને બુદ્ધિની તીવ્રતા, નમ્રતા, સહનશીલતા વિગેરે ગુણોના કારણે બાળક આસુમલનું વ્યકિતત્વ બધેજ લાડકુ હતું. એમનો ઝુકાવ લૌકિકવિદ્યા તરફ નહી પરંતુ યોગવિદ્યા અને આત્મવિદ્યા તરફ જ રહ્યો. નાનપણથી જ ઇશ્વ્વર પ્રાપ્તિની ઇચ્છા રાખનાર એ બાળક બે-બે વાર ગૃહત્યાગ કરી ચાલી પડયો. સદ્ગુરૂ શ્રી લીલાશાહજી મહારાજ સાથેની ભેટથી એમને આત્મસાક્ષાત્કારનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગુરૂના આદેશથી પાપ, તાપ, તણાવ, રોગ, શોક, દુખ-દર્દ થી પીડીત સમાજને આધ્યાત્મીક પ્રસાદ વહેંચવાનું કામ શરૂ કર્યું. સાબરમતી નદીના કિનારે ૧૯૭૨માં સંતશ્રી આસારામજી આશ્રમની સ્થાપના કરી સમાજોપયોગી ઘણી બધી પ્રવૃત્તિઓની શરૂઆત આશ્રમ અને સહયોગી સંસ્થા શ્રી યોગ વેદાંત સેવા સમિતી દ્વારા કરવામાં આવી.
૧. આદિવાસી વિકાસ પ્રવૃત્તિઓ ઃ- વર્ષ દરમ્યાન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરીસ્સા વિગેરે પ્રાંતોના આદિવાસી વિસ્તારોમાં પહોચી નિર્ધન અને વિકાસથી વંચિત વનવાસીઓમાં અનાજ, વસ્ત્ર, કામળા, પ્રસાદ, દક્ષિણા વિગેરેનું વિતરણ કરવામાં આવે છે તેમજ વ્યસનો અને કુપ્રથાઓથી બચાવવાનો પ્રયત્ન થાય છે. ગુજરાતમાં ધરમપુર, કોટડા, નાનારાંધાં, ભૈરવી વિગેરે, રાજસ્થાનમાં સાગવાડા, પ્રતાપગડ, કુશલગડ, નાણાંભિમાણા, સેમલીયા વિગેરે, મધ્યપ્રદેશમાં રાયપુરીયા, ગઢખંગઇ, સૈલાના, સરવન, અમઝેરા વિગેરે, મહારાષ્ટ્રમાં નાવલી, ખાપર, જાવદા, પ્રકાશા, વિગેરે અને ઓરિસ્સામાં ભદ્રક વિગેરે સ્થાનો પર આદિવાસીઓના ઉત્થાન માટે સત્સંગ, ભંડારા અને જીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ થતું હોય છે.
૨. વ્યસનમુકિત અભિયાન ઃ- શકિતપાત વર્ષા દ્વારા સુખની અનુભૂતિ કરાવી સ્વાભાવિક રીતે વ્યસનો છોડાવવામાં આવે છે. બધા સત્સંગોમાં અને શિબિરોમાં વ્યસનમુકિત સંકલ્પો લઇ લાખો સાધકો નિર્વ્યસન જીવન જીવી રહ્યા છે.
૩. સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર ઃ-  દેશભરમાં આવેલ ૧૨૬ જેટલા આશ્રમો તેમજ ૧૦૦૦ જેટલી શ્રી યોગ વેદાંત સેવા સમિતિની શાખાઓના મધ્યમથી સત્સંગ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે.
૪. અસહાય- નિર્ધન રોગીઓની સહાયતા ઃ-   વિવિધ પ્રાંતોમાં નિરાશ્રીત, નિર્ધન અને અસહાયોને આશ્રમ તથા સમિતિઓ દ્વારા ચિકિત્સાલયોમાં વિનામૂલ્યે દવાઓ, ગ્લુકોઝ, ભોજન, ફળો વિગેરેનું વિતરણ કરવામાં આવે છે. આવા લોકો માટે ભેટાસી (ગુજરાત) આશ્રમમાં એક વિશાળ ભવનનું નિર્માણ થઇ રહ્યું છે.
૫. પ્રાકૃતિક પ્રકોપમાં રાહત કાર્યો ઃ-  ધરતીકંપ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, પુર, પ્લેગ વિગેરે બધામાં આશ્રમના સાધકો અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડીતોને તન-મન-ધનથી જરૂરી સહાયતા પુરી પાડે છે.
૬. વિદ્યાર્થી વ્યકિતત્વ વિકાસ શિબિર ઃ- વિદ્યાર્થીઓમાં સ્મરણ શકિત અને એકાગ્રતાના વિકાસ માટે તેમજ એમને વ્યસનો અને બુરાઈથી મુકત કરવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે.
૭. બાળ સંસ્કાર કેન્દ્ર ઃ-  શાળાના બાળકોને સંસ્કારક્ષમ બનાવવા દેશભરમાં અનેક સ્થાનો પર બાળ સંસ્કાર કેન્દ્રો ચાલે છે.
૮. છાશ વિતરણ ઃ- ભારતભરમાં વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રોનું અને ઠંડા પાણીની પરબોનું પણ સંચાલન થાય છે.
૯. ગૌશાળા ઃ-  વિવિધ સ્થળોએ ગૌશાળા સ્થાપી ગૌમાતાની સેવાચાકરી થાય છે. જયપુર વિસ્તારમાં નિવાઇ પાસે લગભગ ૫૦૦૦ ગાયોની સેવા કરવામાં આવે છે.
૧૦. આયુર્વેદિક અૌષધાલય અને અૌષધ નિર્માણ ઃ- આશ્રમોમાં ચાલતા આયુર્વેદિક અૌષધાલયોથી આજ સુધી લાખો લોકો લાભાન્વીત થયા છે. સુરત ખાતેના આશ્રમમાં વિવિધ આયુર્વેદિક અૌષધીઓનું નિર્માણ કરવામાં આવે છે.
૧૧. નારી ઉત્થાન કાર્યક્રમો ઃ-  સાબરમતીના તટ પર આશ્રમથી અડધોકિલોમીટર દૂર નારી ઉત્થાન કેન્દ્રના રૂપમાં મહિલા આશ્રમની સ્થાપના થયેલ છે. જયાં પૂ.માતાજી લક્ષ્મીદેવીજી મહિલાઓના વિકાસ માટે પ્રયત્નશીલ છે. મહિલા આશ્રમ દ્વારા ધનવંતરી આરોગ્ય કેન્દ્રનું પણ સંચાલન કરવામાં આવે છે. તેઓ વિવિધ કુટીરોદ્યોગ ઉત્પાદનો પણ બનાવે છે.
૧૨. વિદ્યાર્થીઓ માટે સસ્તી નોટબુક ઃ- ધણાંબધાં ગામો, મહાનગરોમાં સસ્તી નોટબુકોનું વિતરણ થાય છે, જે કાર્યક્રમના આપણે પણ સાક્ષી છીએ.
૧૩. સત્સંગ સમારોહો ઃ-  સમિતીની શાખાઓ સંતશ્રીના પ્રવચનોનું આયોજન કરી દિવ્ય સત્સંગ સમારોહ લાખો લોકો માટે આત્મોધ્ધારનું સાધન સુલભ કરી આપે છે.
 લાખો લોકોને આધ્યાત્મિક ઘેલું લગાડનાર આ પ્રવૃત્તિને નતમસ્તક થઇને વંદન કરીએ છીએ…..

        (વિલાસ ભોંડે)         દિ. ૬-૧૧-૦૯

Advertisements

Responses

  1. BAPU EK ASE BANDE HE JISKE AAGE SAR JUKANE SE KHUSIYA MILTI HE

  2. ઉપરનો તમારો બધો બકવાસ ખોટો છે જે ભક્ત બનીને એને પૂજે છે એ માં દીકરીઓનું યૌન શોષણ કરે છે આ સુવર બાપ-દિકરો !

    • i am not his bhakt

  3. “जय हो ओशो आसाराम” और “जय हो संत रजनीश मल”. दोनोंके धंधे एक. (जातीय) ज्ञान और (जातीय) आनंदका प्रसार.

    संत रजनीश मल की पोल अमेरिकाने खोली तो संत रजनीश मल भागके अमेरिकासे भारत आ गया. ओशो आसारमकी पोल भारतने खोली तो क्या यह ओशो आसाराम, अमेरिका भाग जायेगा? शायद उसकी औलाद जो अभी हेन्डी नहीं है, वह कहां होगी यह संशोधनका विषय है.


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: